વિસનગર તાલુકાનુ એકપણ ગામ વિકાસથી વંચીત નહી
ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પાંચ વર્ષમાં ૭૦૦ કરોડના વિકાસ કામ કર્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વાદ નહી વિવાદ નહી વિકાસ સીવાય વાત નહી એજ ધ્યેય રાખી વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ વિસનગર શહેર અને તાલુકાના વિકાસ માટે તેમની વગ અને અનુભવ આધારે એટલી ગ્રાન્ટ ખેચી લાવ્યા છેકે જે પણ એક ઈતિહાસ રચાયો છે. ધારાસભ્યએ તેમના પાંચ વર્ષના શાસનમાં ૭૦૦ કરોડના ખર્ચે વિકાસ કર્યો છે. ધારાસભ્યની એકપણ ગ્રાન્ટ પરત જવા દીધી નથી. તાલુકાના ખેડૂતો અને પ્રજાની સુવિધા અને સુખાકારી માટેના આ સરાહનીય પ્રયત્નોના કારણેજ રાજ્યના ૧૦ શ્રેષ્ઠ ધારાસભ્યોમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલને સ્થાન મળ્યુ છે. ધારાસભ્યની આ વિકાસની કામગીરીમાં મહત્વની બાબત છેકે તાલુકાનુ એકપણ ગામ કે એવો કોઈ સમાજ નથી કે જેને વિકાસનો લાભ મળ્યો ન હોય. આવા અથાક પ્રયત્નોના કારણેજ આજ ચુંટણી પ્રચારમાં નીકળેલા ધારાસભ્યને મતદારો આવકાર આપી રહ્યા છે. વિધાનસભાની ચુંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા ધારાસભ્ય ઋષિભાઈ પટેલને આજ તાલુકાનુ એવુ એક પણ ગામ નથી કે જે આવકારવા થનગનતુ ન હોય. પાટીદાર આંદોલનના કારણે પાટીદારોના પ્રભુત્વ ધરાવતા ગામમાં આગેવાનો ધારાસભ્યના વિકાસવાદને આવકારી રહ્યા છે. પરંતુ ખોટા વિખવાદ ઉભા ન થાય તે માટે જાહેરમાં આવવા ટાળી રહ્યા છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલની નાતજાતના ભેદભાવ વગરની પાંચ વર્ષની વિકાસ કામગીરીજ એવી છેકે જેને આવકાર્યા વગર છુટકો નથી. વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ દરમ્યાન વિસનગર તાલુકાના ગામડામાં ૬૨૩ કરોડના ખર્ચે વિકાસ કર્યો છે. કયો વિકાસ કર્યો તે જોઈએતો, સીંચાઈથી વંચીત વિસ્તારના ખેડૂતોને ફક્ત ચોમાસુ અને બોર ઉપર આધારીત ખેતી નહી પરંતુ બારેમાસ ખેતી માટે સીંચાઈ માટે પૂરેપૂરી સગવડ મળે તે માટે ખેરવા વિસનગર પાઈપલાઈન માટે ૧૦૩ કરોડ અને ધાધુસણ રેડ લક્ષ્મીપુરા સીંચાઈ પાઈપલાઈન માટે ૨૮૧ કરોડ મંજુર કરાવ્યા. વિસનગર તાલુકાના ઈતિહાસમાં આટલી માતબર રકમ ફળવાઈ હોય તે પ્રથમ બનાવ છે. આ સીવાય આંગણવાડી માટે રૂા.૪૫ લાખ, બોક્સ કલવર્ટ માટે રૂા.૪૦ લાખના ખર્ચે વિકાસ કામ થયુ, તાલુકાના ૬૬ ગામમાં રૂા.૧૦ કરોડના ખર્ચે ૮૩૨ સીસી રોડ બન્યા, ૯ ગામના ૧૩ જગ્યાએ રૂા.૭ લાખના ખર્ચે ચર્મકુંડ બન્યા. ૭ ગામમાં ૧૦ ચેકડેમ માટે રૂા.૧.૨૩ કરોડ ખર્ચવામાં આવ્યા. પાઈપલાઈન અને નાળાની કામગીરી માટે રૂા.૨૯ લાખ ખર્ચવામાં આવ્યા. તાલુકાના ૬૬ ગામમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને શિક્ષણની વિવિધ સુવિધા મળી રહે તે માટે રૂા.૧૪.૯૫ કરોડના ખર્ચે ૨૫૪ કામ કરાયા, સ્ટ્રીટ લાઈટ એલ.ઈ.ડી.લાઈટ તથા વિજળીકરણ માટે ૨૫ ગામમાં રૂા.૪૯.૯૪ લાખના ખર્ચે ૪૦ કામ કરાયા. લોકોનુ સ્વાસ્થ્ય કેળવાય અને ગંદકીમાંથી મુક્ત થાય તે માટે ૬૬ ગામમાં રૂા.૫.૮૪ કરોડના ખર્ચે ૫૦૩ ગંદા પાણીના નિકાલ માટે ગટરલાઈનના કામ કરાયા, ૨૨ ગામમાં ૩૨ જગ્યાએ કાંસને લગતા કામ માટે રૂા.૧.૬૧ કરોડના ખર્ચે વિકાસ કામ થયુ. નહેર લાઈનીંય તથા પીયત માટે ૩૮ ગામમાં રૂા.૭.૭૨ કરોડના ખર્ચે ૬૧ કામ થયા. નહોરોનો પુનરોધ્ધાર અને રીકન્સ્ટ્રક્શન માટે ૨૧ ગામમાં રૂા.૫.૨૬ કરોડના ખર્ચે ૪૫ કામ થયા. નાળાને લગતી કામગીરીમાં બે ગામમાં રૂા.૧૩.૩૫ લાખનો ખર્ચ કરાયો. નાણાપંચ હેઠળ વિવિધ કામગીરીમાં ૨૬ ગામમાં રૂા.૪૩.૧૬ લાખના ખર્ચે વિકાસ કરાયો. ખડીયાવટ, સ્નાનાઘર, ધોબીઘાટ, બસ સ્ટેન્ડ, મુતરડીઓ વિગેરે માટે ૩૦ ગામમાં રૂા.૬૪.૨૮ લાખના ખર્ચે ૬૦ કામ થયા. પંચાયત ઘર બનાવવા તથા સંલગ્ન કામગીરી માટે રૂા.૧૪.૯૫ લાખના ખર્ચે ૬ ગામમાં ૯ વિકાસના કામ થયા. હવાડો પશુદવાખાનુ તથા પુશપાલનને લગતી કામગીરી માટે રૂા.૨૧.૩૯ લાખના ખર્ચે ૧૨ ગામમાં ૧૮વિકાસ કામ થયા. પૂર સંરક્ષણ દિવાલ માટે ૪૧ ગામમાં રૂા.૩.૨૯ કરોડના ખર્ચે ૮૦ કામ થયા. નોનપ્લાન રોડ, મેટલ કામ, માટીકામ, રીસરફેસીંગ, વાઈડનીંગ નાળા તથા અન્ય કામગીરી માટે ૬૨ ગામમાં રૂા.૧૬.૬૬ કરોડની માતબર રકમના ખર્ચે ૨૫૧ કામ થયા. સ્મશાનગૃહમાં રસ્તા, દિવાલ, વરંડા, ચુલા, સ્નાનાઘર તથા અન્ય કામગીરી માટે ૨૯ ગામમાં રૂા.૫૮.૧૯ લાખના ખર્ચે ૬૨વિકાસ કામ થયા. તળાવ ઉંડા કરવા ઈનલેટ આઉટલેટ બનાવવા, માટીપાળ મજબુતી કરણ તથા બ્યુટીફીકેશન માટે ૪૩ ગામમાં રૂા.૪.૬૫ કરોડના ખર્ચે ૭૧ કામ થયા, વરસાદી પાણીને નિકાલને લગતી કામગીરીમાં ૬ ગામમાં રૂા.૧૩.૪૬ લાખના ખર્ચે ૮ કામ થયા. પીવાના પાણી માટે બોરવેલ, પંપીંગ મશીનરી, વિજળીકરણ, પાઈપલાઈન, સંપ ઓવરહેડ ટાંકી વિગેરે કામગીરી માટે ૬૬ ગામમાં રૂા.૧૩.૧૦ કરોડના ખર્ચે ૨૯૫ વિકાસ કામ થયા. વિસનગર તાલુકાના ગામડા સાથે વિસનગર શહેરનો પણ વિકાસ થાય અને લોકો માટે માળખાકીય સુવિધા વધે તે માટે ધારાસભ્ય દ્વારા પૂરેપૂરુ ધ્યાન આપવામાં આવ્યુ છે. પાંચ વર્ષમાં વિસનગર શહેરના વિકાસ માટે જુદી જુદી ગ્રાન્ટ અને યોજનાઓમાંથી રૂા.૮૫ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં ઓફીસ અને મકાનો તથા માળખાકીય બાંધકામો માટે રૂા.૫૦.૬૪ કરોડના ખર્ચે ૧૧ કામ, સીસી રોડ માટે રૂા.૧૬.૮૯ કરોડના ખર્ચે ૨૭૧ કામ, રોડ રીસફેસીંગ, મજબુતીકરણ તથા અન્ય કામગીરી માટે રૂા.૪ કરોડના ખર્ચે ૩૫ કામ, વરસાદી પાણીના નિકાલ મોટ રૂા.૨.૮૬ કરોડના ખર્ચે ૨૦ કામ, પેવરબ્લોક માટે રૂા.૨.૩૨ કરોડના ખર્ચે ૩૦ કામ, તળાવની કામગીરીમાં તળાવ ઉંડા કરવા, ઈનલેટ, આઉટલેટ, માટીપાળ, મજબુતીકરણ તથા બ્યુટીફીકેશન માટે રૂા.૧.૫૪ કરોડના ખર્ચે ૫ કામ, સ્મશાનગૃહજન રસ્તા, દિવાલ વરંડા તથા અન્ય કામગીરી માટે રૂા.૧.૨૯ કરોડના ખર્ચે ૧૫ કામ, રોડ ઉપરના નાળાની કામગીરીમાં રૂા.૧.૧૫ કરોડના ખર્ચે ૧૦ કામ, ગંદા પાણીના નિકાલની ગટર માટે રૂા.૯૨.૮૮ લાખના ખર્ચે ૪૩ કામ, સંરક્ષણ દિવાલ માટે રૂા.૭૪.૫૯ લાખના ખર્ચે ૭ કામ, આંગણવાડી માટે રૂા.૭૩.૫૮ લાખના ખર્ચે ૨ કામ, પીવાના પાણી માટે બોરવેલ પંપીંગ મશીનરી, વિજળીકરણ, પાઈપલાઈન, સંપ, ઓવરહેડ ટાંકી માટે રૂા.૬૨.૭૩ લાખના ખર્ચે ૧ કામ, બગીચા રીનોવેશન માટે રૂા.૪૯.૪૪ લાખના ખર્ચે ૧ કામ, કબ્રસ્તાનમાં કરવામાં આવેલી કામગીરીમાં રૂા.૨૫.૪૩ લાખના ખર્ચે ૪ કામ, ફાયર સ્ટેશન માટે રૂા.૨૨.૨૦ લાખના ખર્ચે ૧ કામ, જાહેર શૌચાલય મુતરડીઓ માટે રૂા.૧૬.૪૧ લાખના ખર્ચે ૭ કામ, વર્મી કંમ્પોસ્ટ પ્લાન્ટ માટે રૂા.૯.૫૫ લાખના ખર્ચે ૧ કામ તથા હવાડો તથા પશુપાલન માટે રૂા.૩૩૩૦૦ ના ખર્ચે ૧ વિકાસનુ કામ કરવામાં આવ્યુ છે. વિસનગર શહેર અને તાલુકાનો કુલ વિકાસ જોવા જઈએ તો, રૂા.૭૦૦ કરોડના ખર્ચે વિકાસ થયો છે. અધધધ કહી શકાય. સરકારની વિવિધ યોજના અને વિવિધ વિભાગની એકપણ ગ્રાન્ટ એવી નહી હોય કે જેના ખર્ચે શહેર અને તાલુકામાં વિકાસ થયો ન હોય, વિસનગરમાં આટલો વિકાસ એ ધારાસભ્ય ઋષિભાઈ પટેલની સતત મહેનત, આવડત અને અનુભવનુ પરિણામ છે. તાલુકાની પ્રજા પ્રત્યે જેને સાચો પ્રેમ અને લાગણી હોય તેજ ધારાસભ્ય આટલો વિકાસ કરી શકે.