ત્રણ ગઠીયાઓની કરતુત સીસીટીવીમાં કેદ
ગઠીયાઓએ યુવતીની બેગમાંથી મોબાઈલ સેરવી લીધો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં એક બુક સ્ટોલમાં બે બહેનો બુક્સ ખરીદવા માટે ગઈ હતી. જેમાં એક યુવતીએ પાછળ ભરાવેલ બેગમાંથી ત્રણ યુવાન ગઠીયાઓએ મોબાઈલ સેરવી લેતા, યુવાનોની કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ બનાવની યુવતી દ્વારા વિસનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડનગર તાલુકાના બામણવા ગામના પૂનમબેન દશરથભાઈ પટેલ અને ધાર્મિકાબેન દશરથભાઈ પટેલ બન્ને બહેનો ત્રાંસવાડ બી.એડ્.કોલેજમાં અભ્યાસ કરે છે. જેઓ એક અઠવાડીયા અગાઉ માયાબજારમાં આવેલ એક બુક સ્ટોલમાં બુક્સ ખરીદવા ગઈ હતી. જેમાંથી એક યુવતીએ પાછળ ભરાયેલ કોલેજ બેગમાં મોબાઈલ મુક્યો હતો. યુવતીઓ બુક સ્ટોલમાં બુક્સ જોતી હતી. ત્યારે વારાફરથી ત્રણ યુવકો યુવતીઓની પાછળ આવીને ઉભા થઈ ગયા હતા. પાછળથી કોઈ દેખે નહી તે રીતે યુવકો ગોઠવાયા બાદ એક યુવકે આ યુવતીઓને ખ્યાલ ન આવે તે રીતે પુરી સફળતાપૂર્વક પાછળ ભરાયેલ બેગની ચેન ખોલી અંદર મુકેલ મોબાઈલ સેરવી લીધો હતો. જેનો યુવતીઓને સેજ પણ ખ્યાલ આવ્યો નહોતો. બુક્સ ખરીદયા બાદ યુવતીઓ ત્રણ દરવાજા ટાવર પાસે આવી બેગમાં જોતા મોબાઈલ જણાયો નહોતો. યુવતીઓને ખ્યાલ આવી ગયો હતો કે બુક સ્ટોલ આગળથીજ મોબાઈલ ચોરાયો હતો. જેમણે બુક સ્ટોલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ત્રણ ગઠીયાઓએ મોબાઈલ ચોર્યો હતો. યુવતીઓ દ્વારા વિસનગર પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ કરતી અરજી આપવામાં આવી છે. ત્યારે વિસનગર પોલીસ શુ કરે છે તે જોવાનુ રહ્યુ.
મહત્વની બાબત છેકે ચોરી, લુંટફાટ હત્યાના ગુનાઓ કરનાર ગુનેગારો સુધી આસાનીથી પહોચી શકાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવા પોલીસ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યા છે. જ્યારે આવા બનાવોમાં સીસીટીવી ફૂટેજ આપવા છતા પોલીસ ફરિયાદ લેતી નથી કે ગુનેગારો સુધી સુધી પહોચી શકતી નથી.
↧
ત્રણ ગઠીયાઓની કરતુત સીસીટીવીમાં કેદ ગઠીયાઓએ યુવતીની બેગમાંથી મોબાઈલ સેરવી લીધો
↧