મનુષ્ય જાતિ માટે ઘાતક છે તેવી ચાયનાની દોરી લોક જાગૃતિથીજ બંધ થશે
દોરી વેચનાર, દોરીને પાનાર અને વાપરનાર લોકો આ સમાચાર ખાસ વાંચે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ચાયનાની પતંગ- દોરી મનુષ્ય જાતિ માટે અને મુંગા પક્ષીઓ માટે હાનીકારક હોઈ તે સામે કોર્ટોએ રોક લગાવી છે છતાં તેનો વેપાર ચાલુ છે. વેપાર અટકાવવામાં પોલીસતંત્ર વામણું સાબીત થાય છે. ત્યારે લોકો માટે અતિ ઘાતક દોરી સામે લોકોએ જાતે જ સ્વયં બહિષ્કાર કરવો પડશે. અને કરવો જોઈએ
પ્રાપ્ત માહિતી મુજબ ચાયના દોરી વેચાણ અને વાપરવા સામે બેન લાગેલ છે છતાં આ દોરી ચોરી છુપીથી જાહેરમાં વેચાય છે. પોલીસતંત્ર ચાયના દોરી રાખનાર વેચનાર ઉપર સખતાઈ કરે છે. પણ પોલીસતંત્ર ચાયના દોરીનું વેચાણ અટકાવવા વામણું સાબિત થયું છે. બીજા અર્થમાં પોલીસ તંત્ર પાસે અનેક કામો હોવાથી તે ચાયના દોરીનું વેચાણ અટકાવી શકે તેમ નહિ હોવાથી દેશના દુશ્મન આતંકીઓ સામે સમગ્ર દેશ તેમને નેસ્ત નાબુદ કરવા કટીબધ્ધ છે તે રીતે જ ચાયના દોરીને વેચાતી વપરાતી અટકાવવા માટે લોકો જાગૃત થશે તો જ તે અટકશે. ચાયના ઘેરી દોરી પાવાવાળા ન પાઈ આપે તો તે વપરાતી અટકી જાય. દોરી વેપારીઓ જો પોતે જાતે સમજે કે મનુષ્ય જાતિ માટે હાનિકારક દોરી વેચવાનું કૃત્ય પાપ સમજી અટકાવે તો ઓટોમેટીક ચાયના દોરી બંધ થઈ જાય. ચાયના દોરી વેચનાર, વાપરનાર અને પાનાર એક રીતે પાપ કરી રહ્યા છે. કર્મના સિધ્ધાંત અનુસાર કરેલા પાપનું ફળ આ ભવમાં જ કાર્ય કરનારને ભોગવવું પડે છે. જેથી કર્મના સિધ્ધાંત અનુસાર દોરી વેચનાર, પાનાર અને વાપરનારની દોરીથી કોઈનો લાલ મરી જશે તો એવોને એવો દંડ કદાચ દોરી વેચનાર પાનાર અને વાપરનારને પણ થઈ શકે છે. ભલે ગમે તેટલો નફો મળતો હોય પણ દોરી વેચનાર સમજે કે પાપ કરી આપણેજ ભોગવવું પડશે તો તેનો નાશ કરવો જોઈએ દોરી વેચનારની માહિતી પણ પોલીસને આપી શકાય છે. આવું કાર્ય કરનાર પરોક્ષ રીતે પુણ્ય કમાઈ શકે છે.