રાજકીય દુષણ કર્મચારીઓની બદલીમાં ઘુસતા
વિસનગર તાલુકા પંચાયતમાં ર૪ કલાકમાં બે ટીડીઓ બદલાયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતના ઈન્ચાર્જ ટી.ડી.ઓ.વિજયભાઈ ચૌધરીની બઢતી સાથે બદલી થતા તેમની જગ્યાએ ટીડીઓની લાયકાત માટેની પરિક્ષા પાસ કરેલા મહેસાણા જીલ્લા પંચાયતના બાંધકામ શાખાના અનુભવી હેડ કલાર્ક મનુભાઈ પટેલને ટી.ડી.ઓનો ચાર્જ સંભાળ્યા બાદ ર૪ કલાકમાં વહીવટીતંત્રએ તેમનો ઓર્ડર રદ કરી ઉંઝાના એે.ટીડીઓને ચાર્જ સાેંપતા આ મુદ્દો તાલુકામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. અને તાલુકાના આગેવાનો આ ટીડીેઓ કોની ભલામણથી મુકાયા છે તે જાણવા પ્રયત્નો કરી રહ્યા છે.
રાજકારણમાં કોઈપણ નાની મોટી ચુંટણીઓમા છેલ્લા ટાણે ટીકીટ કપાતી હોવાનું કે કોઈ હોદ્દો છીનવાતો હોવાનું લોકો જાણતા હતા. પરંતુ રાજકારણનું આ દુષણ હવે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની બદલીઓમા ઘુસી ગયુ છે. આજના ગંદા અને સ્વાર્થી રાજકારણમાં સારા અને સરળ સ્વભાવના કર્મચારીઓ અને અધિકારીઓને નોકરી કરવામા તકલીફ પડતી હોય છે. જેમા વિસનગર તાલુકાના રાજકારણની વાત કરીએ તો વિસનગર તાલુકાની કોઈપણ કચેરીમાં મોટેભાગે કોઈ સારા અધિકારીને ટકવા દેતા નથી. સારા કર્મચારી અને અધિકારીઓ રાજકીય ચાપલુસી કરતા લોકોની ખોટી કાન ભંભેરણીના કારણે તેમનો ભોગ લેવાય છે.ગત અઠવાડીયે વહીવટીતંત્રએ વિસનગર તાલુકા પંચાયતના ઈન્ચાર્જ ટીડીઓ વિજયભાઈ ચૌધરીની બઢતી સાથે થરાદ તાલુકા પંચાયતમાં બદલી કરી તેમની જગ્યાએ વિસનગર તાલુકા અને મહેસાણા જીલ્લા પંચાયતની વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા અને ટીડીઓની લાયકાત માટે ટીડીઓની પરિક્ષા પાસ કરી ચુકેલા મહેસાણા જીલ્લા પંચાયતના બાંધકામ શાખાના હેડ કલાર્ક મનુભાઈ પટેલને ઈન્ચાર્જ ટીડીઓનો ચાર્જ સોપવામા આવ્યો હતો. ત્યારે મનુભાઈ પટેલે ગત શનિવારે ચાર્જ મેળવવાની વહીવટી પ્રક્રિયા પુરી કર્યા બાદ રવિવારના દિવસે જાહેર રજા હોવા છતા પોતાની ફરજના ભાગરૂપે તાલુકા પંચાયતમાં આવી પોતાની કામગીરીનુ આયોજન કર્યુ હતુ. આ કામગીરી માટે મનુભાઈ પટેલે તાલુકા પંચાયતના કેટલાક કર્મચારીઓને પણ હાજર રાખ્યા હતા પરંતુ જેવી રીતે રાજકારણમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય છેલ્લી મીનીટોમાં બદલાયો હતો તેવી રીતે વહીવટી તંત્રએ ર૪ કલાકના સમયમાં મનુભાઈ પટેલનો ઈન્ચાર્જ ટીડીઓનો ઓર્ડર રદ કરી તેમની જગ્યાએ ઉંઝા તાલુકા પંચાયત વહીવટી કુશળ એટીડીઓ બીએસ સથવારાને વિસનગર તાલુકા પંચાયતના ઈન્ચાર્જ ટીડીઓ તરીકે ચાર્જ સોંપવામા આવતા તાલુકા પંચાયતના કર્મચારીઓ અને તાલુકાના આગેવાનોમાં આશ્વર્ય થયુ હતુ. અને હાલમાં તાલુકામા એવી ચર્ચા છેકે નવા આવેલા ઈન્ચાર્જ ટીડીઓ બી.એસ સથવારા સરળ સ્વભાવના અને વહીવટી કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. જેમની જીલ્લા વહીવટી તંત્રએ નિમણુંક કરી તે નિર્ણય સારો છે. પરંતુ મહેસાણા જીલ્લા પંચાયતના બાંધકામ શાખાના હેડ કલાર્ક મનુભાઈ પટેલને ર૪ કલાક માટે ઈન્ચાર્જ ટીડીઓનો ચાર્જ સોંપવાનુ રહસ્ય શું હતુ ? મનુભાઈ પટેલ પહેલા બીએસ સથવારાને ઈન્ચાર્જ ટીડીઓનો ચાર્જ સોપવામા કેમ ન આવ્યો ? જેવા અનેક સવાલો તાલુકાની બુધ્ધિજીવી લોકોના મનમાં સતાવી રહ્યા છે ત્યારે હાલમાં તો આ ટીડીઓને ભાજપ-કોંગ્રેસના કયા આગેવાન કે નેતાની ભલામણથી મુકાયા છે. તે મુદ્દો તાલુકામા ભારે ચર્ચાસ્પદ બન્યો છે.