વિસનગર ભાજપના ધારાસભ્ય અને નેતાઓ માટે શરમજનક બાબત
વડનગરી દરવાજા બુથ ઉપર ભાજપનુ ટેબલ ઉપાડી લેવડાવ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ભાજપના ધારાસભ્યને સર્વ સમાજના નેતા બનવાના અભરખામાં અસમાજીક તત્વોને પણ છુટો દોર મળી ગયો હોય તેમ મતદાનના દિવસે વડનગરી દરવાજા બુથ ઉપર બનેલા બનાવથી કહી શકાય. આ બુથ ઉપર ભાજપનુ ટેબલ મુકવામાં આવ્યુ હતુ. ત્યારે આ વિસ્તારના કેટલાક તત્વોએ જોહુકમી તથા ધાકધમકીથી ભાજપનુ ટેબલ ઉપાડી લેવડાવ્યુ હતુ. જે ઘટના વિસનગર ભાજપના ધારાસભ્ય અને નેતાઓ માટે શરમજનક છે. મતદાન દિવસે ભાજપના કાર્યકરોને ટેબલ ઉપાડી લેવા મજબુર કર્યા તે મહત્વનુ નથી, પરંતુ ધારાસભ્યની નિષ્કાળજીના કારણે આ વિસ્તારમાં જે અસમાજીક તત્વો ફુલી અને ફાલી રહ્યા છે તે ચીંતાનો વિષય છે. વિસનગર શહેર પ્રત્યે ધારાસભ્યની દુર્લક્ષતાથી વડનગરી દરવાજાનો વિસ્તાર મીની પાકિસ્તાન અને લુખ્ખા તત્વોનો અડ્ડો બની રહ્યો છે.
વિસનગરમાં વડનગરી દરવાજા પાસે આવેલ પ્રા.શાળા નં.૭ માં બુથ નં.૧૦૬, ૧૦૫ અને ૯૯ ઉભુ કરવામાં આવ્યુ હતુ. પ્રદેશ ભાજપ અનુ.જાતી મોરચાના મંત્રી, જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચાના ઉપપ્રમુખ ફતેહ દરવાજાના ચંદ્રકાન્તભાઈ ડી.પરમાર આ બુથના કન્વીનર હતા. લોકસભાની ચુંટણીના મતદાન દિવસે ભાજપ ટેબલ મુક્યા હતા. જે ટેબલ ઉપર ભાજપના કાર્યકરો પણ હતા. ત્યારે જ લઘુમતી સમાજના બે ચાર-પાંચ લોકો આવી ભાજપનુ ટેબલ ઉપાડી લેવા ધાકધમકી આપી હતી. આ બુથમાં લઘુમતી અને હિન્દુ સમાજ બન્નેનુ મતદાન હતુ. ખોટુ ઘર્ષણ થાય તો મતદારો મતદાન કરવા આવી ન શકે. બીકના કારણે મતદારો મતદાન કરવા આવતા ખચકાય તેવુ વિચારી ભાજપના કાર્યકરોએ સંયમ રાખી ટેબલ ઉઠાવી લીધુ હતુ.
આ બાબતે ચંદ્રકાન્તભાઈ પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, બુથના કન્વીનર તરીકે મારી જવાબદારી હતી. ભાજપનુ ટેબલ લઈને બેઠા હતા ત્યારે પાલિકા સભ્ય નુરજહાબેન સીંધીના પતિ મુસ્તાક સીંધી તથા બીજા ચાર વ્યક્તિઓ આવી ભાજપનુ ટેબલ મુકવા દીધુ નહોતુ. બુથમાં બેઠેલા ભાજપના એજન્ટોને પણ ધમકાવવામાં આવતા હતા. જોકે પોલીસના કારણે બુથમાં બેઠેલા એજન્ટોને ખોટા હેરાન કરાયા નહોતા, પરંતુ બુથની બહાર ટેબલ નહી મુકવા દેવા રીતસરની દાદાગીરી અને લુખ્ખાગીરી કરવામાં આવી હતી. જાણવા મળ્યા પ્રમાણે ભાજપના આગેવાનોએ પણ આ બુથ નધણીયાતુ મૂક્યુ હોય તેમ આખા દિવસમાં કોઈ આગેવાન ફરક્યા નહોતા. ભાજપના આગેવાનો જો આ બુથ ઉપર જવામાં ડર અનુભવતા હોય તો સામાન્ય જનતાની શુ દશા થતી હશે? નવાઈની વાત તો એ છેકે લોકસભાની આ ચુંટણીમાં મુસ્તાક સીંધીએ આટલો ઉપાડો કેમ માડ્યો હતો તે સમજાતુ નથી. પ્રકાશ વિદ્યાલયના બુથ ઉપર ભાજપના યુવા કાર્યકરને લાફો માર્યો અને વડનગરી દરવાજા બુથ ઉપર ભાજપનુ ટેબલ મુકવા ન દીધુ. મુસ્તાક સીંધીને લઘુમતી સમાજના આગેવાન બનવાના અભરખા જાગ્યા છેકે શુ?