ચુંટણીઓ આજે છે અને કાલે પતી જશે પણ પરીવારને તોડશો નહી
પાટીદાર મિત્રો આંતરિક સંઘર્ષથી દુર રહો-કીર્તિભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર વિધાનસભાની ચુંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પરાકાષ્ટાએ પહોચવાની તૈયારી છે.ત્યારે એક પાટીદાર અગ્રણી એવા કીર્તિભાઈ પટેલ કલાનિકેતનએ સમગ્ર પાટીદાર સમાજને નમ્ર વિનંતી સાથે અપીલ કરી છેકે પાટીદાર મિત્રો અંદરો અંદરના આંતરિક સંઘર્ષથી દુર રહે. માત્ર ચુંટણીલક્ષી ઝગડા સમાજની એક્તાને નુકશાન આપશે. કીર્તિભાઈ પટેલ પૂર્વ ભાજપ પ્રમુખ હતા અને ભાજપ કાર્યકર્તા પણ છે સાથે સાથે એક પાટીદાર અગ્રણી છે અને પાટીદાર સમાજ માટે શૈક્ષણિક અને સામાજીક સેવાકીય પ્રવૃત્તીઓ કરી રહ્યા છે.તેઓ પાટીદાર સમાજ અને સવર્ણ સમાજના આર્થિક જરૂરિયાતમંદ પરિવારોને અનામત મળે તેનું ખુલ્લુ સમર્થન પણ કરી રહ્યા છે. એટલુ જ નહી પણ અહીંસક ગાંધી ચીંધ્યા માર્ગે ચાલતા અનામત આંદોલનને પણ સમર્થન કરે છે. પણ ચુંટણી દરમ્યાન પાટીદારોના આંતરીક ઘર્ષણની ચિંતા કરી પ્રચાર સાપ્તાહિક દ્વારા પાટીદાર સમાજને જણાવેલ છેકે આગામી ચુંટણીમા કોંગ્રેસ કે ભાજપ આ બન્ને પક્ષમાં મોટાભાગે પાટીદાર ઉમેદવાર હશે. વધારે કે ઓછા પ્રમાણમાં બન્ને પક્ષમાં પાટીદારો વહેચાયેલા હશે. તે સત્ય છે. જો તમે કોઈ એક પક્ષની તરફેણમા મહેનત કરતા હોવતો તમે સ્વતંત્ર છો. તે માટે તમે ખુબ પ્રચાર પ્રસાર કરો. અને સક્રીય ભુમીકા ભજવો એ તમારો અધિકાર છે તેને કોઈ રોકી શકે નહી. પણ એ બાબત ધ્યાને રાખવા વિનંતી છે કે માત્ર ને માત્ર પાટીદાર સમાજ વચ્ચે સંઘર્ષ ઉભો થાય પાટીદાર સમાજ માટે જ નુકશાન કારક બને છે. ચુંટણીઓ આજે છે ને કાલે પુરી થઈ જશે. પણ પાટીદાર સમાજની એક્તા આવનારા દિવસોમાં ખુબજ ઉપયોગી સાબિત થશે. જેથી પાટીદાર સમાજને તોડશો નહી. તેવી મારી નમ્ર વિનંતી સાથે અપીલ છે. મતદાન તમારી તાકાત છે તમારો અધિકાર છે તેનો ભરપુર ઉપયોગ કરો. પણ બીજા કોઈનો પણ અધિકાર હોય છે તેને તેની રીતે ચાલવા સ્વતંત્ર છે. આગામી સમયમાં ગમે તે સરકાર આવશે અને ગમે તે સરકાર જશે. પણ કોઈપણ સરકારમાં પાટીદાર અવાજ ઉભો કરવા એક સંપ રહેવુ પડશે. ચુંટણી દરમ્યાન નાના-મોટા વિવાદો થાય તો પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીના સહારાથી પાટીદાર સમાજમા પરસ્પર અંતર વધારો ન થાય તેની કાળજી રાખવા વિનંતી કરુ છુ. ઉપરાંત દરેક સમાજના અગ્રણીઓ પણ આ બાબતે જાગૃત અને સક્રીય બની રહે કારણ કે તમારી ભૂમિકા સમાધાન લક્ષી હશે .તમારી એક્તા એજ પાટીદાર સમાજનુ ભવિષ્ય છે તો ચુંટણી દરમ્યાન સંઘર્ષથી દુર રહેવા વિનંતી છે.