Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

તાલુકા પંચાયત મકાન,પોલીસ સ્ટેશન અને DYSP ઓફીસ બનશે

$
0
0

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી તાલુકા પંચાયત સંકુલમાં આરામગૃહ સાથે

તાલુકા પંચાયત મકાન,પોલીસ સ્ટેશન અને DYSP ઓફીસ બનશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતનું બિલ્ડીંગ જર્જરીત થતા ભાજપ શાસિત તાલુકા પંચાયત દ્વારા અદ્યતન સુવિધાવાળુ નવિન મકાન બનાવવા માટે વર્ષ ર૦૧પ મા ઠરાવ કરી સરકારમાં દરખાસ્ત કરવામા આવી હતી. ત્યારબાદ વિસનગર પોલીસ ખાતાએ ડીવાયએસપી કચેરી તથા તાલુકા પોલીસ સ્ટેશનનુ મકાન બનાવવા માટે તાલુકા પંચાયતની જગ્યાની માંગણી કરી હતી. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી સરકારે તાલુકા પંચાયતનુ નવિન મકાન, તાલુકા પોલીસ સ્ટેશન, નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તથા સર્કીટ હાઉસનું નવુ મકાન બનાવવા આશરે ૮ થી ૧૦ કરોડ જેટલી માતબર ગ્રાન્ટ મંજુર કરતા આગામી ટુંક સમયમાં રે.સ.નં.૧૦૧૭માં ૩૩૦૧૩.૩૯ ચો.મી.ની જગ્યામા તમામ કચેરીઓના નવિન મકાનો બનાવવાનુ કામ હાથ ધરાશે તેવુ સુુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
વિસનગર તાલુકા પંચાયતનું બે માળનું મકાન જર્જરીત થતા ભાજપ શાસિત તાલુકા પંચાયતના તત્કાલીન પ્રમુખ રાજુભાઈ એલ.ચૌધરીના શાસનમા તાલુકા પંચાયતનુ જર્જરીત મકાન તોડી નવુ અદ્યતન સુવિધાવાળુ મકાન બનાવવા માટે તાલુકા પંચાયતમા ઠરાવ કરાયો હતો. ત્યારબાદ તા. ૧૬-૬-ર૦૧પ ના રોજ માર્ગ અને મકાન વિભાગ મહેસાણાને દરખાસ્ત કરવામા આવી હતી. જયાંથી માર્ગ અને મકાન વિભાગ મહેસાણાએ ગાંધીનગર ખાતે પંચાયત વિભાગને દરખાસ્ત મોકલી આપી હતી. આ પ્રક્રિયા દરમિયાન વિસનગર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તથા તાલુકા પોલીસ સ્ટેશને તાલુકા પંચાયતના જર્જરીત મકાનના પાછળના ભાગે આવેલ જગ્યાની માંગણી કરતા જીલ્લા કલેકટરશ્રીએ તા.ર૮-૬-ર૦૧૮ના રોજ તાલુકા પંચાયત સંકુલમાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તથા તાલુકા પોલીસ સ્ટેશનનુ નવિન મકાન બનાવવા માટે જગ્યા ફાળવવા બાબતે તાલુકા પંચાયતના હોદ્દેદારોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નોઅને રજુઆતોથી સરકારે તા.૧૯-ર-ર૦૧૯ના રોજ તાલુકા પંચાયતનું જર્જરીત મકાન તોડી અદ્યતન સુવિધાવાળુ નવુ મકાન બનાવવા માટે રૂા. ર.૪૦ કરોડની માતબર રકમની ગ્રાન્ટ મંજુર કરી હતી. આ ઉપરાંત સરકારે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તથા તાલુકા પોલીસ સ્ટેશન બનાવવા આશરે ૫ થી ૬ કરોડની ગ્રાન્ટ મંજુર કરતા આગામી સમયમા તાલુકા પંચાયત સંકુલમાં તાલુકા પંચાયત, નાયબ પોલીસ અધિક્ષક કચેરી, તાલુકા પોલીસ સ્ટેશન, પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરી તથા સર્કીટ હાઉસ બનાવવાની કામગીરી હાથ ધરવામા આવશે તેવુ તાલુકા પંચાયતના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. તાલુકા પંચાયત કચેરીના નવા મકાનમાં તાલુકા વિકાસ અધિકારીની ઓફીસ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઓફિસ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા ન્યાય સમિતી ચેરમેનની ઓફિસ, મીટીંગ હોલ, રેકર્ડરૂમ સહિત અન્ય જરૂરી રૂમો બનશે. આ સાથે શહેરના મધ્ય વિસ્તારોમા અદ્યતન સુવિધાવાળી પોલીસ અધિક્ષકની કચેરી તાલુકા પોલીસ સ્ટેશન તથા નવિન સર્કીટ હાઉસ બનશે. ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી તાલુકા પંચાયત સંકુલમાં તાલુકા પંચાયતના નવિન મકાનની સાથે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, અને તાલુકા પોલીસ સ્ટેશનનુ નવુ મકાન બનશે ત્યારે વિસનગર તાલુકાના નાગરિકોને એક જ જગ્યાએથી પોતાનો ન્યાય મળશે. અને અરજદારોને વિવિધ કચેરીઓના ખોટા ધક્કા ખાવા નહી પડે. તાલુકા પંચાયતનુ નવિન મકાન બનાવવાની વહીવટી પ્રક્રિયામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની સાથે તાલુકા પંચાયતના પુર્વપ્રમુખ રાજુભાઈ ચૌધરી, તત્કાલીન ટીડીઓ વિજયભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના વહીવટી કુશળ કર્મચારી મેહુલભાઈ પટેલ, ઉમતાના પુર્વ સરપંચ, અંકિતભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles