Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

લક્ષચંડી મહાયજ્ઞની પૂર્વ તૈયારી માટે વિસનગર માર્કેટયાર્ડમાં બેઠક મળી

$
0
0

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા દ્વારા યોજાનાર

લક્ષચંડી મહાયજ્ઞની પૂર્વ તૈયારી માટે વિસનગર માર્કેટયાર્ડમાં બેઠક મળી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા ઉંઝા ખાતે ડિસેમ્બર મહિનામાં શ્રી ઉમિયા માતાના લક્ષચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેની પૂર્વ તૈયારી અને કાર્યક્રમની રૂપરેખા સમજાવવા માટે વિસનગર ઉમિયા પરિવાર દ્વારા બુધવારે સાંજે માર્કેટયાર્ડના હૉલમાં કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં વિસનગર, વડનગર, અને ખેરાલુ તાલુકાના ઉમિયા પરિવારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપભાઈ પટેલ(નેતાજી)એ તા.૧૮-૧૨ થી ૨૨-૧૨-૧૯ સુધી યોજાનાર ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞના કાર્યક્રમની સુંદર રીતે રૂપરેખા સમજાવી ઉમિયા પરિવારના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો. દિલીપભાઈએ આ લક્ષચંડી મહાયજ્ઞના આયોજન બાબતે જણાવ્યુ હતું કે, ઉંઝા ઉમિયા માતાજીના પટાંગણમાં વર્ષ-૨૦૦૯ માં યોજાયેલ રજત જયંતી મહોત્સવને દશ વર્ષ પૂર્ણ થતા હોઈ કુળદેવીશ્રી ઉમિયા માતાજી પ્રત્યે ધાર્મિક શ્રધ્ધા, ભક્તિભાવ અને આસ્થામાં વધારો થાય તથા નવી પેઢી ધાર્મિક ભાવનાથી જોડાયેલી રહે તેવા આશયથી ગુજરાત જ નહી પણ વિશ્વમાં તેની નોંધ લેવાય તેવો પ્રથમ વખત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા દ્વારા ૧૦૮ યજ્ઞકુંડ, તેમજ ૧૧૦૦ દૈનિક પાટલાના યજમાનશ્રીઓ સાથે “શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ”નું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આ લક્ષચંડી મહાયજ્ઞના ચંડીપાઠની શરૂઆતમાં ૧૧૦૦ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સતત ૧૬ દિવસ સુધી દુર્ગા સપ્તશતિના ૭૦૦ શ્લોકોથી એક લાખ ચંડીપાઠની પારાયણ થશે. ત્યારબાદ યજ્ઞનો પ્રારંભ થશે. લક્ષચંડી મહાયજ્ઞની આહૂતી રૂપે કડવા પાટીદાર સમાજના ઘર દીઠ રૂા.૨૦૦ હુંડીથી સ્વિકારવામાં આવશે. આ બેઠકમાં દૈનિક પાટલાના યજમાન પદે તથા ૯૯ યજ્ઞકુંડના યજમાન પદ માટે નોધણી કરવામાં આવી હતી. અને દૈનિક પાટલાના યજમાન પદે તથા ૯૯ યજ્ઞકુંડના યજમાન પદે લાભ લેવા માગતા દાતાઓના નામની નોધણી કરાવવા માટે ફોર્મનુ વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સંગઠન પ્રમુખ પ્રવિણભાઈ પટેલ(મોડાસા)એ જણાવ્યુ હતું કે, વર્ષ-૧૯૭૬ પહેલા પાટીદારોની ગણના કિસાન પુત્રો તરીકે થતી હતી. આ સમયે વડીલોએ ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજીને ગુજરાતમાં પાટીદાર સમાજનુ સંગઠન મજબુત બનાવ્યુ હતુ. આજે સંગઠન વગર કોઈપણ સમાજ પ્રગતિ કરી શકતો નથી. પાટીદાર સમાજે સંગઠિત બની દરેક ક્ષેત્રે પ્રગતી કરી નામના મેળવી છે. અત્યારે પાટીદારોની શક્તિ સમગ્ર ભારતમાં છે. ત્યારે પાટીદારોને પોતાની શક્તિનો અહંકાર ન લાવવાની સલાહ આપીને પુર્નજન્મમાં પાટીદાર કુળમાં જન્મ આપવા માતાજીને પ્રાર્થના કરી હતી. જ્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા યોજાતા આ ઐતિહાસિક પ્રસંગે પોતાના તરફથી પુરેપુરો સહયોગ આપવાની સાથે વિસનગર શહેર-તાલુકામાંથી તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણીભાઈ પટેલ(મમી), વિસનગર ઉમિયા પરિવારના પ્રમુખ ઈશ્વરલાલ પટેલ (નેતાજી), પાટીદાર આગેવાન બાબુભાઈ પટેલ (વાસણવાળા), વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, ભરતભાઈ પટેલ (એકાઉન્ટન્ટ), બાબુભાઈ પટેલ(બેન્કર), વસંતભાઈ પટેલ, કાંસાના અગ્રણી જશુભાઈ પટેલ, કરશનભાઈ પટેલ (ઉમતા), પરેશભાઈ પટેલ, રિતેશભાઈ પટેલ, સંસ્થાનના પૂર્વ મંત્રી એસ.કે.પટેલ, વિસનગર, વડનગર અને ખેરાલુ ઉમિયા પરિવારના હોદ્દેદારો અને જુદા જુદા પાટીદાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ એ.કે.પટેલે કરી હતી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles