વિસનગર પાલિકાની પ્લાસ્ટીકના હોલસેલરો સાથે મિટીંગ યોજાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પ્લાસ્ટીકના કારણે પ્રદુષણ વધતા પ્લાસ્ટીક વેચાણને અંકુશમાં લાવવા માટે વિસનગર પાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પાલિકા પ્લાસ્ટીકના હોલસેલરો સાથે મિટીંગ યોજાઈ હતી. ૫૦ માઈક્રોનથી નીચે પ્લાસ્ટીક નહી વેચવા વેપારીઓને સમજાવ્યા હતા.
વિસનગર પાલિકામા પ્રમુખની ઓફીસમા શહેરના પ્લાસ્ટીકનો ધંધો કરતા હોલસેલર વેપારીઓ સાથે મિટીંગ યોજાઈ હતી. જે મિટીંગમા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ, સેનેટરી ઈન્સપેક્ટર સંદીપભાઈ પટેલ, વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, સ્વચ્છતા સમિતીના ચેરમેનના પતિ દર્શનભાઈ પરમાર, પાલિકા સભ્ય ઈકબાલભાઈ ચોક્સી, બકુલભાઈ ત્રિવેદી, મુસ્તાકભાઈ સિંધી, બાબુભાઈ વાસણવાળા તથા પ્લાસ્ટીકનો ધંધો કરતા હોલસેલર વેપારીઓએ હાજરી આપી હતી. આ મિટીંગમા હોલસેલર વેપારીઓને ૫૦ માઈક્રોનથી પાતળુ પ્લાસ્ટીકની કોઈ ચીજ વસ્તુ નહી વેચવા સમજાવ્યા હતા. પાલિકાના ચેકીંગમા કોઈ વેપારી ૫૦ માઈક્રોનથી પાતળી પ્લાસ્ટીક થેલી વેચતા ઝડપાશે તો કોર્ટ રાહે કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી.
↧
વિસનગર પાલિકાની પ્લાસ્ટીકના હોલસેલરો સાથે મિટીંગ યોજાઈ
↧