Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

એસ.કે.યુનિવર્સિટીમાં મુખ્યમંત્રીશ્રીના જન્મદિને સેવાકીય કાર્યો ધમધમ્યા

$
0
0

એસ.કે.યુનિવર્સિટીમાં મુખ્યમંત્રીશ્રીના જન્મદિને સેવાકીય કાર્યો ધમધમ્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
ગુજરાતરાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજીના જન્મદિન નિમિત્તેતા- ૦૨/૦૮/૨૦૧૯ ને શુક્રવારના રોજસાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારાવિવિધ સેવાકીય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારાબ્લડ ડોનેશન કેમ્પ, દર્દીઓને ફ્રુટ વિતરણ, હોસ્પિટલ ખાતે બુક બેંકની વ્યવસ્થા તથા ગામડાઓના નાગરિકો માટે ફ્રીમેડીકલ ચેક-અપ કેમ્પ, ફ્રીડેન્ટલહેલ્થચેક-અપ કેમ્પ જેવાકાર્યક્રમોસવારે ૯.૩૦ થી ૩.૦૦ વાગ્યા દરમિયાનઆયોજીત કરવામાં આવેલ હતા.
વિશેષમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ ડિપાર્ટમેંટ (ICDS) અનેરોટરી ક્લબઓફ વિસનગર ના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ પખવાડિયાઅંતર્ગત “બેટી બચાવો બેટી પઢાઓ” વિષય પરવિશેષ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં મહેમાન તરીકે વિસનગરના પ્રાંત ઓફિસર કલ્પેશભાઇ પાટીદાર, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો.(ડૉ.) વી. કે. શ્રીવાસ્તવ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કોકિલાબેન મકવાણા, શ્રીમતી પન્નાબેન પરિખ, મહિલા સુરક્ષા સમિતિ માંથી વર્ષાબેન પટેલ તથા રોટરી ક્લબ ઓફ વિસનગરના પ્રેસિડેન્ટ અલકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા સશક્તિકરણના આ કાર્યક્રમમાં વક્તા તરીકે નુતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ગાયનેક વિભાગ માંથી ડૉ. સી. આર. કાકાણી અને ડૉ. નિધિ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધેલ સર્વે મહિલાઓને ગાયનેક તથા અન્ય વિષયને લગતી જરૂરી માહિતી આપી પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ૩૫૦ થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
હોસ્પિટલ ખાતે દાખલ મહિલા દર્દીઓના હસ્તે મુખ્યમંત્રીશ્રી ના જન્મદિન નિમિત્તેની કેક કપાવી સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સારા પુસ્તકો વાંચન માટે મળી રહે તે માટે સંસ્થા દ્વારા બૂક બેંકનું ઉદ્‌ઘાટન આ પ્રસંગે કરવામાં આવેલ હતું. જેમાં સંસ્થાના કર્મચારીઓ તથા શહેરના અગ્રગણ્ય મહાનુભાવો દ્વારા પુસ્તકો દાનમાં આપવામાં આવ્યા હતા, જેનો લાભ આવનાર સમયમાં હોસ્પિટલના દર્દીઓ લઈ શકશે.
આ સિવાય હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે હોસ્પિટલના દર્દીઓ સારા સ્વાસ્થ્ય માટે ફ્રૂટ વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિશેષમાં દિવસ દરમિયાન આસપાસના ગામડાઓમાં યુનિવર્સિટી દ્વારા ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પ તથા ફ્રી ડેન્ટલ હેલ્થ ચેક-અપ કેમ્પ આયોજિત કરવામાં આવેલ હતો.
આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે ગુજરાત સરકારના મહિલા સશક્તિકરણ અભિયાનની પ્રસંશા કરતાં જણાવ્યુ હતું કે આજના યુગમાં રાજ્ય તથા દેશના વિકાસમાં મહિલા શક્તિની ભાગીદારી અનિવાર્ય છે અને એમના પ્રોત્સાહન માટે આવા કાર્યક્રમો સમયે સમયે આયોજિત કરવા જરૂરી છે.યુનિવર્સિટીના પ્રોવોસ્ટપ્રો.(ડૉ.) વી. કે. શ્રીવાસ્તવેજણાવ્યુ હતું કે યુનિવર્સિટીદ્વારા ઉત્તર ગુજરાતના લોકો માટે આવા સેવાકીય કાર્યક્રમો હમેંશા કરવામાં આવે છે, જેથી વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકોને લાભ મળી રહે.
આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને નુતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ પરિવારમાનનીય મુખ્યમંત્રીશ્રીને જન્મદિન નિમિત્તે અંતઃકરણ પૂર્વક શુભેચ્છા પાઠવતા એમનુંઆરોગ્ય સારૂજળવાયઅને તેમના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles