નૂતન મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના સ્મ્મ્જીના વિદ્યાર્થીઓનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર ખાતે તા. ૧-૮-૨૦૧૯ ના રોજ પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થીઓનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કોલેજમાં એડમિશન લીધેલ તમામ વિદ્યાર્થીઓને તિલક કરી, મો મીઠું કરાવી, ગુલાબના ફૂલ થી આવકારવામાં આવ્યા હતા. વાઈટ કોટ સેરેમની નિમિત્તે વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા એપ્રોન પહેરાવી, શપથ લેવડાવી તેમને પ્રથમ વર્ષની કીટ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર તથા પ્રિન્સિપલ સેક્રેટરી ડો. જયંતિ રવિ (IAS), યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, HNGU ના વાઇસ ચાન્સેલર ડો. અનિલ નાયક, કાર્ડિયાક સર્જન ડો.અનિલ જૈન, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો.ડો.વી.કે. શ્રીવાસ્તવ, સંસ્થાના વાઇસ ચેરમેન સી.એમ.પટેલ, વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળીના ચેરમેન પી.સી.પટેલ, નૂતન મેડિકલ કોલેજના ડીન ડો. ભરતભાઈ શાહ, મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મીઠાવાલા તથા તમામ અધ્યાપકો, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રિન્સિપાલશ્રીઓ તેમજ પ્રથમ વર્ષ એમબીબીએસમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત કર્યા બાદ માનનીય કમિશનરશ્રી ડો. જયંતિ રવિ મેડમે વિદ્યાર્થી-વાલીઓ ને સંબોધતા જણાવ્યું હતું કે તેઓએ પોતાના શરીર, મન અને આત્માની કાળજી લઈ દેશ માટે અને માનવતા માટે સતત કાર્ય કરતા રહેવું જોઈએ. વધુમાં નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ ડો. અનિલ નાયક તથા ડોક્ટર અનિલ જૈને પણ વિદ્યાર્થી-વાલીઓને મેડિકલ એજ્યુકેશનનું મહત્વ અને તેના યોગદાન વિશે ચર્ચા કરી હતી. વધુમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન આપ્યુ હતું. સંસ્થાના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે, સંસ્થાના પ્રણેતા સ્વ. શેઠ શ્રી સાંકળચંદ દાદાના આરોગ્ય બાબતના સ્વપ્નને યાદ કરીને નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપનાથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ઘર આંગણે મેડિકલ એજ્યુકેશન મળી રહેશે. જે ઉત્તર ગુજરાત માટે ગર્વની બાબત કહી શકાય. વધુમાં તેમને વિદ્યાર્થીઓના મેડિકલ એજ્યુકેશન માટે તમામ સગવડો પૂરી પાડવા માટે કટિબધ્ધ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. યુનિવર્સીટીના પ્રોવોસ્ટ પ્રો. ડો. વી કે શ્રીવાસ્તવે પોતાના વક્તવ્યમાં યુનિવર્સિટીના એચિવમેંટ્સ વિશે માહિતી આપતા મેડિકલ કોલેજની ઉતરોત્તર પ્રગતિ માટે દ્રઢ નિશ્ચય કરેલ. સંસ્થાના ડીન ડો. ભરતભાઈ શાહે વિદ્યાર્થીઓને ઉચ્ચ મેડિકલ એજ્યુકેશન સંસ્થામાં મળી રહેશે તેવો દ્રઢ વિશ્વાસ સાથે વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં એડમિશન લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર પ્રોગ્રામનું સફળ આયોજન ડો. પારુલ શાહ, પ્રોફેસર અને ડો. વિજય પંડ્યા, એસોસિએટ પ્રોફેસર અને તેમની ટીમે કર્યું હતું. મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. કિરીટ મીઠાવાલાએ આયોજિત કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનો સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો હતો તથા વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે સમગ્ર પ્રોગ્રામ ના સફળ આયોજન ને બિરદાવ્યુ હતું.