Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ગઢ સમાન સતલાસણા પંથકે ભાજપને ભારે સમર્થન આપતા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈએ હડોલ-ચાંડપનો પુલ આપી ઋણ ઉતાર્યુ

$
0
0

લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ગઢ સમાન સતલાસણા પંથકે ભાજપને ભારે સમર્થન આપતા
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈએ હડોલ-ચાંડપનો પુલ આપી ઋણ ઉતાર્યુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર
ગત વિધાનસભાની ચુંટણીમાં ભરતસિંહ ડાભીને ભવ્ય જીત મળતા રાજ્યની ભાજપ સરકારે સતલાસણા તાલુકાના વરસંગ તળાવને ભરવા કરોડોના ખર્ચે પાઈપલાઈન નાંખવાનું શરુ કરી તાલુકાના લોકોનું ઋણ ઉતાર્યુ હતુ. ત્યારે તાજેતરની ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા સતલાસણા તાલુકાના ૯૧ બુથમાંથી માત્ર ૮ કે ૯ બુથમાં કોંગ્રેસને લીડ આપી સમગ્ર તાલુકો ભાજપ મય બનતા નાયબ મુખ્યમંત્રીએ સતલાસણા તાલુકાની પ્રજાએ આપેલ ભાજપના સમર્થનનું ઋણ ચુકવવા ૧૫ કરોડના ખર્ચે હડોલ-ચાંડપ પુલને મંજુરી આપવાની જાહેરાત સતલાસણા ખાતે કરતા સમગ્ર પંથકમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
તાજેતરમાં સતલાસણાની શ્રીમતી આર.એમ.પ્રજાપતિ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બે કરોડની ગ્રાન્ટ સરકારે ઓડીટોરીયમ માટે ફાળવી હતી. તેના શિલાન્યાસના પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સતલાસણા આવ્યા ત્યારે સમગ્ર સતલાસણા ગામમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળતા હતા. તે પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણીની શરુઆત કરાવી હતી. જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ ખેરાલુ કોલેજમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રાજ્ય સરકારે જિલ્લા કક્ષાનો ૭૦ મો વન મહોત્સવની ઉજવણી પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે કહ્યુ હતું કે, ગ્લોબલ વોર્મિંગથી બચવા વૃક્ષોનું જતન કરવુ જરૂરી છે. રાજ્યમાં સૌથી વધુ વૃક્ષો મહેસાણા જિલ્લામાં છે. ૨૦૧૩ ની સાલમાં વૃક્ષોની સંખ્યા ગુજરાતમાં ૩૦.૧૦ કરોડ હતી. કનૈયાલાલ મુનશીને યાદ કરતા જણાવ્યુ હતુ કે ૧૯૫૦ ની સાલમાં કેન્દ્રીય મંત્રી કનૈયાલાલ મુનશીએ દેશભરમાં વનનો વ્યાપ વધારવા પર્યાવરણ બચાવવા જાગૃતિ લાવવા વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૬૯-૭૦ માં વન વિસ્તરણ કાર્યક્રમ દ્વારા સામાજિક વનીકરણ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. હાલ વન મહોત્સવ સામાજિક અભિયાન બની ગયુ છે. જેનુ નેતૃત્વ ગુજરાતે લીધુ છે. કુદરતી સંપત્તિ મફતમાં મળે તેને આપણે ગંભીર રીતે સાચવતા નથી. પર્યાવરણ બચાવવુ એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. દરેક લોકો વૃક્ષો વાવી સહભાગી બને તે જરૂરી છે. આ કાર્યક્રમ અંતર્ગત છોગાળા, ચાલાસણ, ખદલપુર અને વડસ્મા ગ્રામ પંચાયતોને વૃક્ષરોપણીથી થતી આવકના ચેક સુપ્રત કરાયા હતા.
સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નિતીનભાઈ પટેલ, કડીના ધારાસભ્ય કરશનભાઈ નર્મદા નિગમના ડાયરેક્ટર વી.વી.રાવલ, બચુભાઈ શાહ, નટુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મી કુંવરબા વિરેન્દ્રસિંહ પરમારે હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ તથા એપીએમસી સતલાસણાના પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ મહેતા, પરથીભાઈ ચૌધરી, યુવા ભાજપ સંગઠન, સહિત ગામેગામના સરપંચો તથા આગેવાનોનો આભાર માન્યો હતો.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles