Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

માઁ ઉમિયાની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

$
0
0

પ્રકાશભાઈનુ હેત વરસ્યુ, ૫૫૦૦ ના ભોજનદાતા, બગીઓના દાતા, આરતી દાતા અને ૩ લાખ યજ્ઞના દાતા

માઁ ઉમિયાની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

 

વિસનગર તાલુકાના ગામડાઓમાં માઁ ઉમાની રથયાત્રા સાથે ધારાસભ્યની ઋષિભાઈ પટેલની પ્રોત્સાહક હાજરીથી દરેક ગામમાં આરતીના ઉંચા ચઢાવા થયા

રથયાત્રામાં ગુજરાતના જાણીતા સ્ટેજ કલાકાર સાગર પટેલે ધુમ મચાવી

શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલના પુત્ર સાગર પટેલની ગુજરાતના જાણીતા સ્ટેજ કલાકારોમાં નામના છે. જેઓ લક્ષચંડી મહાયજ્ઞ નિમિત્તે ગુજરાતના મોટા શહેરોમાં યોજાતી રથયાત્રા તથા ગરબામાં પોતાનુ યોગદાન આપી રહ્યા છે
વિસનગરમાં માઁ ઉમાની રથયાત્રા નિમિત્તે સાગર પટેલે લાઈવ ડીજેમાં ગરબા ગાતા લોકો ઝૂમી ઉઠ્યા હતા

 

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર / તાલુકા લક્ષચંડી મહાયજ્ઞ કમીટી દ્વારા તાલુકા શહેરમાં લક્ષચંડી મહાયજ્ઞના પ્રચાર પ્રસારનું કાર્ય મુખ્ય કન્વીનર કીર્તિભાઈ કલાનિકેતન અને બાબુભાઈ બેન્કરના નેતૃત્વ નીચે પુરજોશથી ચાલી રહ્યુ છે. ૭૨ જેટલી ધર્મ સભાઓ, હુંડી વિતરણ, પત્રિકા વિતરણ, પાટલા નોંધણી, ગ્રામ્ય વિસ્તાર માઁ ઉમાના રથનો પ્રવાસના અંતે વિસનગર શહેરમાં ૧૫ કીલોમીટર જેટલા અંતરમાં માઁ ઉમિયાની શોભાયાત્રા રથયાત્રા સ્વરૂપે થઈ હતી. શુભારંભ ઉમિયા માતાના મંદિરેથી અંત મહેસાણા ચાર રસ્તા મજુર મંડળી કમ્પાઉન્ડમાં થયો હતો. શોભાયાત્રામાં ૭૦ ટ્રેક્ટર, ૩ ઉંટગાડી, ૩ બગીરથ, ૨ શિકારી ગાડી, ૩૦૦ થી વધુ બાઈકો અને ૧૫૦૦ થી વધુ પગપાળા માઈ ભક્તો જોડાયા હતા. શરૂઆતથી માઁ ના રથ સુધીની યાત્રાની લંબાઈ લગભગ ૩ કીમી હતી. રથ આદર્શ સ્કુલ હતો ત્યારે પ્રથમ ડીજે કાંસા ચાર રસ્તા હતુ. ચાર જેટલા ડીજે અને મ્યુઝીક પાર્ટી હતા. એટલુજ નહી પણ ઠેરઠેર સ્વાગત માટે માનવ મહેરામણ ઉભરાયુ હતુ અને સેવાકેમ્પનુ આયોજન થયાહતા. શરૂઆત માતાજીની આરતીનો ચઢાવો થયો હતો. જે રૂા.૧,૨૫,૦૦૦/- માં પ્રકાશભાઈ (ચેરમેન એસ.કે., પ્રમુખ તળ ક.પા.સમાજ) અને ચિરાગ આર.પટેલ રૂદ્રાક્ષ બીલ્ડર, ગુંદીખાડને સંયુક્ત લાભ લીધો હતો. પછી પાટીદાર આગેવાન સ્વ.પ્રહલાદભાઈ ગોસાના પરીવાર દ્વારા માને સાડી અર્પણ કરવામાં આવી હતી. પ્રકાશભાઈ એસ.કે. યુનિવર્સિટીવાળાએ વિસનગર તાલુકા/શહેર કન્વીનરો માટે ૩ બગીઓનુ આયોજન કર્યુ હતુ. અને બપોરે યાત્રામાં સામેલ ૫૫૦૦ થી વધુ માઈ ભક્તોને ભોજન દાન કર્યુ હતુ. પ્રકાશભાઈ ૩ લાખના યજ્ઞકુંડ દાતા છે અને ૧૮ થી ૨૨ આરોગ્ય કેમ્પ અને સેવાકેમ્પ તથા પદયાત્રીકો માટે રહેવા માટે મોટા પાયે આયોજન કરનારા છે. આમ તેમનો મા ઉમા માટે અને સમાજ માટે ખુબ પ્રેમ વરસી રહ્યો છે. આ કાર્યક્રમ દરમ્યાન ટ્રાફીક વ્યવસ્થા તળ ક.પા.સમાજ અને ગોવિંદચકલા પાટીદાર સમાજના યુવાનોએ સુંદર કરી હતી. ઉપરાંત્ત એસપીજી ગ્રુપ વિસનગર દ્વારા સંગીત પાર્ટીનુ આયોજન થયુ હતુ. મુકેશભાઈ પૂર્વ કોર્પોરેટર અને તેમની ટીમ દ્વારા દરેક ટ્રેક્ટરોમાં પાણીના જગ પહોચાડવાની સુંદર સેવા પુરી પાડી હતી. ટ્રાફીક વ્યવસ્થા માટે ભરતભાઈ આરતી અને રાજુભાઈ કલર(આર.કે.) દ્વારા યુવાનોને ગાઈડલાઈન આપી હતી. આ કાર્યક્રમમાં કુલ ત્રણ આરતી થઈ હતી. જોગાનુજોગ પ્રકાશભાઈને આરતીનો પુણ્યશાળી લાભ મળ્યો હતો. પ્રથમ આરતી ઉમિયા માતાના મંદિરે થઈ હતી જે ચઢાવાથી પ્રકાશભાઈએ અને તેમના પરિવારે આરતી ઉતારી હતી. મધ્યાંત્તરે એસ.કે.માં આરતી થઈ હતી. ભોજન દાતા તરીકે પ્રકશભાઈ અને એસ.કે. સ્ટાફ દ્વારા આરતી થઈ હતી. અંતમાં આરતીનો લાભ તળ ક.પા.સમાજને હતો જેથી સમાજના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ અને સમાજના હોદ્દેદારશ્રીઓએ ઉતારી હતી. તળ ક.પા.સમાજે ૩૧,૦૦૦/- નુ દાન માના રથમાં કર્યુ હતુ. આગળના દિવસે રથ ગ્રામ્ય વિસ્તારમાં ફર્યો હતો. જે સોમવાર રાત્રે ગોવિંદચકલામાં આવ્યો હતો. જ્યાં ગોવિંદચકલા પાટીદાર સમાજ અને નવરાત્રી મંડળ દ્વારા રાસગરબા તથા આરતીના કાર્યક્રમ થયા હતા. જ્યા ભવ્ય આતશબાજી કરાઈ હતી. અંતે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતું. ઉંઝા સંસ્થાનના દિલીપભાઈ નેતાજી અને તેમની ટીમ દ્વારા રાસગરબામાં મુલાકાત લીધી હતી. તેમનુ સન્માન કર્યુ હતુ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પણ રાસગરબામાં અને શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. અને આયોજકોને પ્રોત્સાહીત કર્યા હતા. ગોવિંદચકલા સમાજ દ્વારા ૫૧૦૦૦/- અને ગોવિંદચકલા પગપાળા સંઘ-ગીરીશભાઈ નવદુર્ગા ભાજીપાઉ દ્વારા રૂા.૫૧૦૦૦/- માના રથમાં દાન અર્પણ કર્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજુભાઈ આર.કે. અને ભરતભાઈ આરતીએ સુંદર રીતે કર્યુ હતુ. આરતી ગોવિંદચકલા પાટીદાર અગ્રણીઓએ સંયુક્ત કરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ દરમ્યાન ભોજન સમારંભ ત્રાંસવાડ, ઘાઘરેટ, ઉદલપુર, સદુથલા, ઉમતા, દેણપ અને કાંસા મુકામે થયા હતા. જેમાં ઉદલપુર તો આખુ ગામ ભોજન કાર્યક્રમમાં જોડાયુ હતુ. ભોજનદાનના દાતા જેતે ગામના માઈ ભક્તો હતા. દરેક ગામમાં જ્વારા સાથે દિકરીઓ, ઢોલ-નગારા-બેન્ડવાજા, સામૈયા, ફટાકડા ફોડી મોટી સંખ્યામાં હાજર રહી સુંદર ભાવપૂર્ણ સ્વાગત થયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં આરતીના ચઢાવા સુંદર હતા. દરેક ગામડામાં રથયાત્રા સાથે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પૂર્ણ સમય હાજર રહેતા તેના પ્રોત્સાહનરૂપે આરતીના ઉંચા ચઢાવા થયા હતા. ધારાસભ્યએ રથયાત્રા સાથે સતત હાજરી આપી મા ઉમિયાના લક્ષચંડી પ્રત્યેની મનોભાવનાના દર્શન કરાવ્યા હતા. કયા ગામમાં આરતી ઉંચા ચઢાવા થયા તે જોઈએ તો, સદુથલા ૬૫૦૦૦/-, બોકરવાડા ૫૫૦૦૦/-, કાંસા એન.એ. ૫૧૦૦૦/-, કમાણા ૫૨૦૦૦/-, કંસારાકુઈ ૩૫૦૦૦/-, પંચશીલ સોસાયટી થલોટા રોડ ૪૧૦૦૦/-, હેરીટેજ થલોટા રોડ ૩૫૦૦૦/-, ઉદલપુર ૫૧૦૦૦/-, દેણપ ૪૧૦૦૦/-, હસનપુર ૩૧૦૦૦/-, ઘાઘરેટ ૩૧૦૦૦/-, કાંસા ૩૧૦૦૦/-, અને લક્ષ્મીપુરા ૨૫૦૦૦/- જેટલા આરતીના ચઢાવા થયા હતા. બીજા તાલુકાના અન્ય ગામોમાં પણ ૧૧૦૦૦ થી ૨૫૦૦૦ સુધીના જુદા જુદા ચઢાવા થયા હતા. આમ એકંદરે લક્ષચંડી મહાયજ્ઞ કમીટીની કામગીરી ખુબજ સફળ રહી હતી. જેમાં રાજુભાઈ આર.કે., ઈશ્વરલાલ નેતા, બાબુલાલ વાસણવાળા, જશુભાઈ કાંસા, મહેન્દ્રભાઈ કમાણા, નટુભાઈ સદુથલા ભરતભાઈ વાસણવાળા ઉદલપુર, ભરતભાઈ આરતી, ર્ડા.ઈશ્વરલાલ (પ્રમુખ ૨૨ સમાજ), રતિલાલ બેંકર, હિતેશ પટેલ(પ્રમુખ ૫૨ સમાજ), કમલેશભાઈ વીરપરા દેણપ, ઈશ્વરલાલ રંગવાળા, ભરતભાઈ સરપંચ કાંસા, પ્રહલાદભાઈ કુવાસણા, નવિનભાઈ તલાટી, કરશનભાઈ લાછડી, મહેન્દ્રભાઈ એવન, કનુભાઈ ડેલા, ભરતભાઈ લક્ષ્મી, દિલીપભાઈ ટનાટન, ઈશ્વરલાલ એલ(તળ ક.પા.) અને બાબુભાઈ બેન્કર તથા કીર્તિભાઈ કલાનીકેતન વાળા સૌની સમગ્ર ટીમે ભારે મહેનત સફળ બની રહી. ઉમિયા સંસ્થાન ઉંઝા કારોબારી સભ્યો કરશનભાઈ શેઠ, રાજુભાઈ આર.કે., ઈશ્વરલાલ નેતા, ઋષિભાઈ પટેલ, અને લક્ષ્મીબેન પટેલ દ્વારા સલાહ સુચનો અને સહકાર સમગ્ર કાર્યક્રમમાં રહ્યો હતો.

 

શોભાયાત્રા દરમ્યાન યોજાયેલા સેવાકેમ્પ

(૧) ફતેહ દરવાજા પાટીદાર સમાજ દ્વારા – પાણી સેવા કેમ્પ
(૨) દિપરા દરવાજા પાટીદાર સમાજ દ્વારા – છાસનો કેમ્પ
(૩) એસ.કે.કોલેજ પ્રકાશભાઈ દ્વારા – ભોજન સમારંભ
(૪) ગુરૂદેવ ટાઉનશીપ ગુરૂદેવ સોસાયટી દ્વારા – આઈસ્ક્રીમ કેન્ડી
(૫) સીંધી સોસાયટી સીંધી સમાજ દ્વારા – ઠંડા પીણા
(૬) ત્રણ દરવાજા નમો નમો મોરચા દ્વારા – મીનરલ પાણી
(૭) ત્રણ દરવાજા મનુભાઈ ઈશ્વરલાલ કાું.
કેશવલાલ અંબાલાલ પરીવાર દ્વારા – આઈસ્ક્રીમ કેન્ડી
(૮) જી.ડી.નૂતન રોડ વેપારી મંડળ દ્વારા – મીનરલ પાણી
(૯) એપીએમસી અને ગંજબજાર વેપારી મિત્રો દ્વારા – આઈસ્ક્રીમ કેન્ડી
(૧૦) લક્ષ્મીપ્રેસ – મહેશ એલઆઈસી અને
લક્ષ્મીપ્રેસના આજુબાજુના વેપારી મિત્રો સંયુક્ત – મહાપ્રસાદ
(૧૧) દગાલા ઠાકોર સેના-મનુજી ઠાકોર દ્વારા – મીનરલ પાણી
(૧૨) આખલીપરૂ(ઉમિયાધામ) આખલીપરાની આજુબાજુની
૧૬ સોસાયટી સંયુક્ત – આઈસ્ક્રીમ કેન્ડી
(૧૩) આઈ.ટી.આઈ. બાવીસી સમાજ દ્વારા – ચાહ
(૧૪) રાજુભાઈ પટેલ આર.કે.ના નિવાસસ્થાને – આઈસ્ક્રીમ કેન્ડી
(૧૫) આશિષ-અંબીકા ભાવેશભાઈ,
શ્રીજી બુલીયન ગ્રુપ દ્વારા – આઈસ્ક્રીમ કેન્ડી
(૧૬) ફતેહ દરવાજા ટીમ ફતેહ દરવાજા દ્વારા – પાણીના જગ સેવા
(૧૭) એસ.કે.યુનિવર્સિટી પ્રકાશભાઈ, મજુર મંડળી પી.સી.પટેલ,
આર.કે.જ્વેલ્સ રાજુભાઈ પટેલ દ્વારા
દરેક ટ્રેક્ટર પરના પોસ્ટરનુ યોગદાન આપવામાં આવ્યુ

 

માઁ ઉમાના રથનું કઈ જગ્યાએ કોના દ્વારા સ્વાગત થયુ

(૧) ગુંદીખાડ – ગુંદીખાડ દૅશ દ્વારા, સ્વ.પ્રહલાદભાઈ ગોસા પરીવાર, કોપરસીટી મરચન્ટ એસોસીએશન
(૨) લાલ દરવાજા – લાલભાઈ, રબારી સમાજ
(૩) ફતેહ દરવાજા – પાટીદાર સમાજ સમસ્ત, ઠાકોર સમાજ સમસ્ત, ચૌહાણ-પરમાર સમાજ સમસ્ત, રબારી સમાજ – યુવા એકતા ગ્રુપ
(૪) કડા દરવાજા સમસ્ત પાટીદાર સમાજ, મુસ્લીમ ભાઈઓ દ્વારા
(૫) દરબાર રોડ – વિવિધ સમાજના અગ્રણીઓ
(૬) નિલકંઠ મહાદેવ – આજુબાજુ પોળના સમાજો દ્વારા
(૭) ગંજી – પાટીદાર સમાજ
(૮) ગંજી ઢાળમાં – વિજય પરમાર, દર્શનભાઈ જોલી કોર્પોરેટર, પરમાર સમાજ
(૯) દિપરા દરવાજા – પાટીદાર સમાજ સંયુક્ત
(૧૦) ના.વિ.કન્યા વિદ્યાલય – ટ્રસ્ટી મંડળ નાવિ અને આજુબાજુની સોસાયટીઓ
(૧૧) એસ.કે.યુનિવર્સિટી – પ્રકાશભાઈ અને ટ્રસ્ટીમંડળ
(૧૨) ગુરૂદેવ ટાઉનશીપ – સોસાયટી ગણ-મિત્રો
(૧૩) મહેસાણા ચાર રસ્તા – માનવ મહેરામણ અને સોસાયટીઓ દ્વારા મોટી સંખ્યામાં
(૧૪) સીંધી સોસાયટી – સીંધી સમાજ
(૧૫) આદર્શ સ્કુલ – ચૌધરી સમાજ – આદર્શ ટ્રસ્ટી મંડળ
(૧૬) હરિહર સેવામંડળ – હરિહર ટ્રસ્ટી મંડળ પ્રમુખ સહીત
(૧૭) લાવારીસ – સુખડીયા સમાજ હ.સુખડીયા સ્વીટ માર્ટ, પ્રજાપતિ સમાજ
(૧૮) લાવારીસ સ્ટેન્ડ – નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરશ્રીઓ અને સ્ટાફગણ
(૧૯) ત્રણ દરવાજા – એમ.જી.વેપારી મંડળ, હિરાબજાર વેપારી મિત્રો, ઈશ્વરલાલ-મનુ કેશવલાલ રંગવાળા, નમો નમો મોરચા-ગૌતમ સથવારા, વેપારી મહામંડળ, ઠાકોર સેના(મોટી સંખ્યામાં હાજર રહી ફટાકડા ફોડી સ્વાગત કર્યુ હતુ), ભારત વિકાસ પરીષદ ટીમ
(૨૦) પ્રચાર સાપ્તાહિક – શેઠ શ્રી બચુભાઈ બ્રહ્મભટ્ટ, અને પ્રચાર સ્ટાફ / પરીવાર
(૨૧) રેલ્વે સર્કલ – વેપારી મિત્રો સંયુક્ત
(૨૨) જી.ડી.રોડ – સમગ્ર જી.ડી.વેપારી સંગઠન
(૨૩) એપીએમસી – ઋષિકેશભાઈ પટેલ(ધારાસભ્ય), એપીએમસી સ્ટાફ, ગંજબજાર વેપારીમંડળ, ગંજબજાર પાટીદાર સેના(રૂા.૧૧,૦૦૦/- દાન જાહેરાત)
(૨૪) એપીએમસી – ખીલાસરી-કપચી એસોસીએશન (કીરીટભાઈ પટેલ / પ્રવિણભાઈ ચૌધરી અને અન્ય વેપારી મિત્રો)
(૨૫) એક્સીસ બેંક – વેપારી સંગઠન (ગંજબજાર બહાર)
(૨૬) દગાલા – ઠાકોર સેના / મનુજી ઠાકોર
(૨૭) આખલીપરૂ(એરીયાનુ નવુ નામ ઉમિયા ધામ) – ઉમિયા ધામની આજુબાજુની ૧૬ સોસાયટી દ્વારા પાટીદાર સફેદ ટોપી-સાફામાં, મા ઉમિયાની મૂર્તિ અને ફટાકડા સાથે ૧૬ સોસાયટીઓ દ્વારા ભવ્ય સ્વાગત
(૨૮) કાંસા ચાર રસ્તા – કચ્છી ક.પા.સમાજ, રૂપલભાઈ અને તેમની સોસાયટીના રહીશો દ્વારા, ૫૨ ક.પા.સમાજ, બહાર ગામ ક.પા.સમાજ, વિસ ઈન્ડીયા ગ્રુપ, લેઉઆ પાટીદાર સમાજ, સરદાર સ્કુલ ટ્રસ્ટી મંડળ, પંચાલ સમાજ
(૨૯) ર્ડાક્ટર હાઉસ – ગાયત્રી પ્રજ્ઞાપીઠ, વિસનગર, સાતસો સમાજ, વિસનગર, બાવીસી સમાજ, વિસનગર, આજુબાજુની સોસાયટી
(૩૦) રાજુભાઈ આર.કે.નિવાસ્થાન – આર.કે.પરીવાર, લાલભાઈ પટેલ જ્વેલર્સ પરીવાર, ભાવેશભાઈ શ્રીજી બુલીયન પરીવાર, વિદ્યાનગર પરીવાર, કૃષ્ણનગર અન્ય જ્ઞાતિ અગ્રણીઓ, રબારી સમાજ, આશિષ અંબિકા પરીવાર, નાળા કમીટી સમગ્ર, અર્બુદા ચૌધરી પરિવાર મિત્રો
(૩૧) સંતોષનગર – ડી.એમ.પટેલ અને પી.સી.પટેલ તથા અગ્રણીઓ
(૩૨) આશિષ-અંબિકા – ચિરાગ આર. – રૂદ્રાક્ષ ગ્રુપ પરીવાર
(૩૩) મહેસાણા ચાર રસ્તા મંડળી કમ્પાઉન્ડ – તળ કડવા પાટીદાર સમસ્ત સમાજ દ્વારા સ્વાગત અને આરતી

 

સમગ્ર શહેરના દરેક જ્ઞાતિજનો, સેવાકેમ્પો, સ્વયંસેવકો, દાતાઓ તથા સૌનો

હૃદયથી આભાર સહ આમંત્રણ-વિસનગર લક્ષચંડી કમીટી

વિસનગર શહેર તાલુકા લક્ષચંડી મહાયજ્ઞ કમીટી તરફથી મુખ્ય કન્વીનર કીર્તિભાઈ જે.પટેલ કલાનિકેતન અને બાબુભાઈ બેન્કરે સંયુક્ત નિવેદનથી જણાવેલ છેકે, મહા લક્ષચંડી યજ્ઞ નિમિત્તે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રથયાત્રા દરમ્યાન ભોજનદાતાઓ, આરતીના દાતાઓ, યજ્ઞના દાતાઓ, હુંડીના દાતાઓ, સ્વયંસેવકો, સેવાકેમ્પોના દાતાઓ, વિસનગરના તમામ જ્ઞાતિજનો, આગેવાનો, વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટી મંડળો અને વિસનગર પોલીસ સ્ટાફ તથા નગરપાલિકા સ્ટાફ અને અધિકારીશ્રીઓ તથા પ્રચાર સાપ્તાહીકનો તથા રથયાત્રામાં જોડાનાર મહીલા મંડળો, ટ્રેક્ટરના દાતાઓ, ભોજનદાતા અને આરતી-બગીના દાતા, એસ.કે.યુનિવર્સિટી સ્ટાફ, ચેરમેન પ્રકાશભાઈ પટેલ તથા તળ કડવા પાટીદાર અને ગોવિંદચકલા યુવા મીત્રોનો ટ્રાફીક આયોજન માટે તથા એસપીજી વિસનગર ગ્રુપનો તથા નામી-અનામી સૌ કોઈ ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સમગ્ર કાર્યક્રમ મા ઉમિયાની અર્ચના શ્રધ્ધા-ભક્તી ભાવ હેતુસર અને શહેરના સમગ્ર આમ જનતાની એકતા દેખાવ તેવા શુધ્ધ ભાવથી કરેલુ છે. તો વિસનગર શહેર અને તાલુકાની સમગ્ર જ્ઞાતિઓની જાહેર જનતાને તારીખ ૧૮ થી ૨૨ ડીસેમ્બર લક્ષચંડી મહાયજ્ઞમાં ઉંઝા મુકામે પધારવા જાહેર હૃદયપૂર્વક આમંત્રણ આપીએ છીએ. તો સહ પરીવાર પધારશોજી. દરરોજ આપ સૌ માટે જાહેર ભોજન વ્યવસ્થા ઉંઝા મુકામે રાખેલ છે. મા ઉમિયાના દર્શન સાથે લક્ષચંડી મહાયજ્ઞ, વેપાર મેળો, બાલનગરી વગેરેના દર્શનનો લાભ લેવા અવશ્ય પધારશોજી.

 

વિસનગર પાલિકાએ મા ઉમિયાની રથયાત્રા માટે ખાડા પુરી સ્વચ્છતા કરી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં મા ઉમિયાની રથયાત્રા નીકળનાર હોઈ પાલિકા પ્રમુખની મહેનતથી રથયાત્રા માર્ગે ખાડા પુરી સ્વચ્છતાની અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ અને સભ્યો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.
મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞની તૈયારી રૂપે વિસનગરમાં નીકળનાર માતાજીની રથયાત્રા માટે પાલિકા દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની સતત દેખરેખમાં છેલ્લા એક અઠવાડીયાથી રથયાત્રાના માર્ગે ખાડા પુરવામાં આવ્યા હતા. માતાજીની રથયાત્રામાં કોઈ તકલીફ ન પડે તે માટે પ્રમુખે મોડી રાત સુધી જાગી પાલિકા કર્મચારીઓની જોડે રહી ખાડા પુરવાની અને સ્વચ્છતાની કામગીરી કરી હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલની સુચનાથી પ્રમુખે રથયાત્રા નિમિત્તે મહેનત કરી હતી તે રથયાત્રાના દિવસે દેખાઈ હતી. સવાલા દરવાજા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ તે દિવસે ગીતા ઈન્ડસ્ટ્રીઝ આગળ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, ચીફ ઓફસર અશ્વીનભાઈ પાઠક, પાલિકા સભ્યો તથા પાલિકા કર્મચારીઓ દ્વારા મા ઉમિયા માતાજીના રથનુ સ્વાગત કર્યુ હતુ. મા ઉમાના રથયાત્રા નિમિત્તેની પાલિકાની મહેનત લોકોએ બીરદાવી હતી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles