Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

શહેર પ્રબુધ્ધ નાગરિકોને વિસનગરનો વિકાસ કરવો હશે તો ભાજપના બે દિગ્ગજ નેતાઓને લડતા અટકાવી ભેગા બેસાડવા પડશે

$
0
0

શહેર પ્રબુધ્ધ નાગરિકોને વિસનગરનો વિકાસ કરવો હશે તો
ભાજપના બે દિગ્ગજ નેતાઓને લડતા
અટકાવી ભેગા બેસાડવા પડશે
વિસનગર શહેર હવે વિષનગર બની ગયુ છે. રાજકારણમાં દરેક ક્ષેત્રે વેરઝેર સિવાય કશુ દેખાતુ નથી. ત્રણ દરવાજા ટાવર બહાર નીકળો અને સાંકળચંદ કાકા, શિવાકાકા અને રમણીકલાલ મણીયારના બાવલા સામેથી પસાર થાઓ અને તેની સામે ધારીને જોશો તો પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને તેમની આંખોમાંથી આંસુ આવવાનો ભાસ થશે. એ જમાનો હતો ગામના ત્રણેય નેતાઓના રાજકીય રસ્તા અલગ હતા, ચુંટણીઓ સામસામે લડતા હતા. છતાં ગામના વિકાસમાં ત્રણે એકના એક. નગરપાલિકામાં શિવાકાકા વર્ષો સુધી પ્રમુખ બન્યા પણ કદિ પ્રમુખ માટેનો કેમ્પ કર્યો નહતો. શિવાકાકાનું સુત્ર હતું ૧૩ ત્યાં હું. ૨૭ ના બોર્ડમાંથી ૧૩ સભ્યો ભેગા થઈ જાય તેના પ્રમુખ શિવાકાકા. શિવાકાકા પ્રમુખ બન્યા પછી પ્રમુખ બનાવનાર ૧૩ સભ્યોને પ્રાધાન્ય ખરુ પણ બાકીના સભ્યોની અવગણના નહિ. કમિટિઓમાંં ૨૬ કોર્પોરેટરોમાંથી સભ્યો લેવાતા હતા. ત્રણ નેતાના સમયકાળમાં નાગરિક બેન્કની ચુંટણીઓ થતી નહતી. ત્રણે નેતાના સંયુક્ત પ્રયત્નોથી વિસનગર સ્પીનીંગ મીલ બની, મોડલેમ બન્યુ, મજૂર સહકારી મંડળી બની, માલવાહન વ્યવહાર સહકારી મંડળી બની. શિવાકાકાએ કોટ વિસ્તાર બહાર પાલિકાના શોપીંગ સેન્ટર બનાવી ઉદ્યોગ-ધંધા વિકસાવ્યા. સાંકળચંદ કાકાના સહયોગથી નવીન માર્કેટયાર્ડ બન્યુ. પ્રવર્તમાન સંજોગોમાં રાજકીય આગેવાનોએ લડવાની દોટ લગાવી છે. પહેલા પ્રહલાદભાઈ ગોસા અને ભોળાભાઈ પટેલની લડાઈ ચાલી. આ લડાઈમાં વિસનગર નાગરિક બેન્કનો ભોગ લેવાયો. વિસનગરની બંધ થયેલી સહકારી બેન્ક હવે ફરીથી ઉભી નહિ થાય. સ્પીનીંગ મીલ મોડલેમ, બંધ થઈ જવાથી હજ્જારો લોકો રોજગારી વિનાના બન્યા. અત્યારે ભાજપના બે દિગ્ગજ નેતાઓ સામસામે લડી રહ્યા છે. અત્યાર સુધીની બે નેતાઓની લડાઈ ભૂગર્ભમાં હતી. એકબીજાની લીટી લાંબી કરી બીજા નેતાની લીટી ટુંકી કરવાના પ્રયત્નો થતા હતા. જે લડાઈ સરાહનીય હતી. બન્ને નેતાઓની કક્ષાઓ જોવા જઈએ તો એક જેવી છે. ઋષિકેશભાઈ પટેલ ધારાસભ્ય છે તો પ્રકાશભાઈ પટેલ વિસનગરના મોટા સમાજના પ્રમુખ છે. મોટી શૈક્ષણિક સંસ્થા અને યુનિવર્સિટીના ચેરમેન છે. બન્ને પાસે મહાસત્તા છે. ઋષિભાઈ પટેલે ભાદરવી પૂનમ વખતે ભાજપનો સેવાકેમ્પ કર્યો ત્યારે પ્રકાશભાઈ પટેલે ઠાકોર સેનાના કેમ્પને સહકાર આપી કેમ્પ કર્યો. છેવટે પદયાત્રીઓની સેવા થઈ. પ્રકાશભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી ગરબા મહોત્સવ કરતા હતા. ત્યારે ઋષિભાઈ પટેલે ગરબા મહોત્સવ કર્યો. જે બન્ને મહોત્સવ લોકોએ હોંશે હોંશે માણ્યો. ઋષિભાઈ પટેલે CAA ના સમર્થનમાં રેલી કરી, પ્રકાશભાઈ પટેલે વિસનગર શહેરમાં કદિ ન નીકળી હોય તેવી રેલી CAA ના સમર્થન માટે કાઢી. તે પ્રસંગે થયેલા વિવાદથી બન્ને નેતાઓ ખુલ્લે ખુલ્લા સામસામે આવશે તેવુ કહી શકાય. જોકે પ્રકાશભાઈ પટેલે વિવાદ વખતે રાખેલો સંયમ સરાહનીય હતો. અને વિવાદ અટકાવવા પ્રયત્ન ન કર્યો તે થોડો ટીકા પાત્ર થયો. ઋષિભાઈના ટેકેદારોએ સૂત્રોચ્ચાર કર્યા તે રાષ્ટ્રની રેલીમાં સારુ ન કહેવાય. જે થયું તે ખોટુ થયું પણ હવે બન્ને નેતાઓ ખુલ્લા સામસામે આવશે. જેમાં ભાજપના નાના કાર્યકરો અને લોકોનો મરો થશે. સરવાળે ભાજપ પક્ષને પણ નુકશાન થશે. પ્રકાશભાઈ પટેલ પાસે મોટુ શિક્ષણ સંકુલ છે. મેડીકલ કોલેજ છે. મોટુ હોસ્પિટલ છે. જેથી દરેક ભાજપના કાર્યકર અને લોકોને શૈક્ષણિક, તબીબી સેવા માટે જવું પડશે. જ્યારે ઋષિકેશભાઈ પટેલ ધારાસભ્ય છે. ભાજપના કાર્યકરો અને લોકોને તેમની પાસે સરકારી કામો માટે જવું પડશે. જેમણે હંમેશા હકારાત્મક વલણ અપનાવ્યુ છે. હવે ડબલ ઢોલકી નેતાઓનો જમાનો આવશે. કોણ કોની પાસે જાય છે તેની નોંધ લેવાશે. એકબીજા નેતાઓ પાસે કોણ આવ્યુ, કોણ ગયું તેની વાતો ડબલ ઢોલકીઓ દ્વારા પહોચશે. જેથી નેતાઓ કોણ મારો અને કોણ સામેનો કાર્યકર તે નક્કિ કરશે. જેમાં કાર્યકરો અને પ્રજાના લોકોનો મરો થશે. એટલે વિસનગરની અધોગતિ થશે. સાથે સાથે ભાજપની પણ પડતી આવશે. આ નેતાઓએ જોઈએ તો નવું વિકાસનું કાર્ય કર્યુ નથી. ભોળાભાઈના પગલે ચાલીને પ્રકાશભાઈ પટેલે એસ.કે.યુનિવર્સિટી બનાવી, મેડિકલ કોલેજ લાવી વિસનગરની આબરુ જતી અટકાવી છે. બન્ને દિગ્ગજ નેતાઓ એક સમયના મિત્રો છે. જેથી તેમની વિચારસરણી સરખીજ હોય. ઋષિભાઈ પટેલે પ્રકાશભાઈ પટેલને નૂતન કેળવણી મંડળના પ્રમુખ પદે બેસાડ્યા. પટેલ અનામતના કપરા કાળમાં પ્રકાશભાઈ પટેલ ઋષિભાઈની મિત્રતા છોડી નહતી. જેથી બન્ને નેતાઓ એક થઈ શકે તેવું કહી શકાય. વિસનગરનો વિકાસ શહેરના પ્રબુધ્ધ નાગરીકો ઈચ્છતા હોય તો આ બન્ને નેતાઓને એક કરવાજ પડશે. આ બન્ને નેતાઓ એક થશે તો વિસનગરનો ચોક્કસ વિકાસ થશે તે સનાતન સત્ય છે. પ્રવર્તમાન સંજોગોમાં શહેરના બુદ્ધિજીવી દરેક સમાજના લોકો વિસનગર છોડી ગાંંધીનગર, અમદાવાદ શહેરમાં માઈગ્રેટ થયા છે. મોટી સોસાયટીના કરોડોના બંગલા લાખ્ખોમાં વેચવાના છે, લેનાર કોઈ નથી. આ શહેરોમાંથી રોજની સો ઉપરાંત્ત ગાડીઓ અપડાઉન કરે છે. અરજી માસ્ટરોથી કંટાળી શહેરના બિલ્ડરો અમદાવાદ, ગાંંધીનગર તરફ જતા જાય છે. વિસનગરને જૂનુ વડનગર બનતું અટકાવવું હશે તો બન્ને નેતાઓને એક કરવા પડશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles