Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

૧૦૦૦ રોબોટીક સર્જરી ચોક્કસ સમયગાળામાં પૂર્ણ કરી વિસનગરના ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે અમેરીકામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા

$
0
0

૧૦૦૦ રોબોટીક સર્જરી ચોક્કસ સમયગાળામાં પૂર્ણ કરી
વિસનગરના ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે અમેરીકામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉતર ગુજરાતના લોકપ્રિય સાપ્તાહિકના તંત્રીના પુત્ર અમેરીકા સ્થિત ર્ડા.રવિ બ્રહ્મભટ્ટને તેમની રોબોટીક સર્જરીની કાર્યકુશળતાને લઈ હજાર ઉપરાંત્ત રોબોટીક ઓપરેશનો કરતાં ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે. ર્ડા.રવિ બ્રહ્મભટ્ટની સાથે તેમની હોસ્પિટલને પણ તેમના લીધે ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર શહેરમાંથી પ્રસિદ્ધ થતાં “પ્રચાર” સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દ જી. બ્રહ્મભટ્ટના પુત્ર પ્રચારના પ્રોપરાયટર શ્યામ બ્રહ્મભટ્ટ તથા પ્રચારના મેનેજીંગ તંત્રી મનોજકુમાર બ્રહ્મભટ્ટના નાના ભાઈ તેમજ પ્રચારના મેનેજીંગ તંત્રી રશ્મીકાન્ત મણીલાલ પટેલના ભાઈ સમાન ર્ડાક્ટર રવિકુમાર બાલમુકુન્દ બ્રહ્મભટ્ટ ન્યુજર્સી રહે છે. અને જર્સી સીટીમાં ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સેવા આપે છે. જેમને રોબોટીક સર્જરીમાં એક હજાર(૧૦૦૦) થી વધુ ઓપરેશનો ચોક્કસ સમયમાં કરેલ હોવાથી અમેરીકન ગવર્મેન્ટ માન્ય સર્જીકલ રીવ્યુ કોર્પોરેશન (જી.ઇ.ઝ્ર.) નોન પ્રોફીટ એસોસીએશનના ઝ્ર.ઈર્.ં. એ માસ્ટર સર્જન ઈન રોબોટીક સર્જરી, માસ્ટર સર્જન ઈન હર્નીયા સર્જરી, માસ્ટર સર્જન ઓફ મીનીમલી ઈનવેસીવ સર્જરી એમ ત્રણ ગોલ્ડ મેડલ તાજેતરમાં ક્રાઈસ્ટ હોસ્પિટલમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ર્ડા.રવિ બ્રહ્મભટ્ટને મળેલ છે. જે હોસ્પિટલ સાથે સેવા કરાર છે તે જર્સીસીટી ક્રાઈસ્ટ હોસ્પિટલને સેન્ટર ઓફ એક્સલન્ટ રોબોટીક સર્જરી, સેન્ટર ઓફ એક્સલન્ટ હર્નીયા સર્જરી, અને સેન્ટર ઓફ મીનીમલી ઈનવેસીવ સર્જરીના ગોલ્ડ મેડલ એસ.આર.સી.ના સી.ઈ.ઓ.એ ર્ડા.રવિ બ્રહ્મભટ્ટની સાથે હોસ્પિટલને પણ ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે.
સર્જીકલ રીવ્યુ કોર્પોરેશન (જી.ઇ.ઝ્ર.)ની સ્થાપના ૨૦૦૩ માં થઈ હતી. જે બિન-નફાકારક અને દર્દીઓની સહી સલામતી માટેની સંસ્થા છે. તે સંસ્થા મેડીકલ પ્રોફેસનલ માટે પ્રમાણીત અને ઉત્તમ સંચાલન કરે છે. મેડીકલ પ્રોફેસનલના સર્જન હોસ્પિટલ અને બહારના દર્દીઓ માટે સમગ્ર વિશ્વસનીય સુવિધાઓ પૂરી પાડે છે. આમા પેશન્ટની સલામતી અને પેશન્ટની દરકાર અને ગુણવત્તા તથા સમગ્ર દર્દીના ઓપરેશનની ખર્ચના રકમ કરતા ઓછા દર સહિત લાભ આપી ટ્રીટમેન્ટમાં સુધારો કરે છે. આમ ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે તેમની કુનેહથી વિસનગર ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજ, વિસનગર નૂતન હાઈસ્કુલ જ્યાંથી તેમણે ૧૨ સાયન્સ કરી મેડીકલમાં પ્રવેશ મેળવ્યો હતો તથા વિસનગર શહેર તથા ઉત્તર ગુજરાતનુ અમેરીકામાં ગૌરવ વધાર્યુ છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles