પંચશીલ કોલેજમાં બે દિવસ લેવાયેલ સેન્સ પ્રક્રિયામાં
વિસનગર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપમાંથી ૧૭૦ ઉપરાંત્ત દાવેદારી
ભાજપના બે-ત્રણ દાવેદારોએ ટીકીટ મેળવી જીત મેળવવાના વિશ્વાસ સાથે તાલુકા પંચાયતના પ્રમુખ બનવા અત્યારથી લોબીંગ શરૂ કર્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયયની યોજાનારી ચુંટણી માટે ભાજપના ત્રણ નિરિક્ષકોએ શહેરની પંચશીલ કોલેજમાં ચુંટણી લડવા માંગતા દાવેદારોની બાયોડેટા સાથે સેન્સ લીધી હતી. જેમાં તાલુકા પંચાયતની ૨૪ અને જીલ્લા પંચાયતની ૫ બેઠક માટે આશરે ૧૭૦ દાવેદારોએ ચુંટણી લડવા ટિકીટની માંગણી કરી છે. કેટલાક તાલુકા સીટના દાવેદારોએ તો ટિકીટ મેળવી તાલુકા પંચાયતના પ્રમુખ બનવા અંદરો અંદર દાવપેચ શરૂ કર્યા છે. ત્યારે આ ચુંટણીમાં ભાજપનો જૂથવાદ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. એકાદ-બે દાવેદારો ચુંટણી જીતે તો ભાજપ માટે માથાનો દુઃખાવો સાબિત થાય તેવી કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત વિધાનસભાની યોજાયેલ પેટાચુંટણીમાં ભાજપે આઠેય બેઠકો ઉપર વિજય મેળવતા સ્થાનિક સ્વરાજની ચુંટણી લડવા માંગતા ભાજપના દાવેદારોનો રાફડો ફાટી નિકળ્યો છે. ભાજપમાંથી ઉમેદવારી કરવા માંગતા દાવેદારોએ પોતપોતાના ટેકેદારો અને રાજકીય ગોડફાધરનુ શરણું લઈને ટિકીટ મેળવવા રાજકીય પ્રયાસો શરૂ કરી દીધા છે. વિસનગર શહેરની પંચશીલ કોલેજમાં ભાજપના નિરીક્ષક માજી મંત્રી ખોડભાઈ પટેલ, મહેસાણા જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ માછુભાઈ પટેલ અને મહેસાણા જીલ્લા ભાજપ મહિલા મોરચાના પુર્વ ઉપ પ્રમુખ નિતાબેન ભટ્ટે મંગળવાર અને બુધવારના રોજ તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણી લડવા માગતા દાવેદારોની સેન્સ લીધી હતી. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે પંચાયતની ૨૪ બેઠકો ઉપર ચુંટણી લડવા માટે (૧) ભાન્ડુ જીલ્લા પંચાયતના સમાવિષ્ટ તાલુકા પંચાયતની સીટમાં ચુંટણી લડવા માટે પટેલ બિપીનભાઈ ચેલાભાઈ (બોકરવાડા,સરપંચ), ઠાકોર હિરાબેન સુજાજી (ભાન્ડુ), પટેલ કમલેશભાઈ ભુદરભાઈ (દેણપ), પટેલ નિકુલકુમાર રમેશભાઈ (દેણપ), પટેલ ચતુરભાઈ મગનભાઈ (દેણપ), પટેલ કિન્નલ રમેશભાઈ (ગણેશપુરા), પટેલ હસમુખભાઈ રણછોડભાઈ (જેતલવાસણા), પટેલ પંકજભાઈ કાન્તિલાલ (જેતલવાસણા), ચૌધરી ઈશ્વરભાઈ માધાભાઈ (કાજીઅલીયાસણા), ઠાકોર મિતાબેન મહેશજી (તરભ), ઠાકોર ભિખીબેન કાન્તીજી (તરભ), પટેલ બિપીનભાઈ પ્રહલાદભાઈ (વડુ), પટેલ પ્રિતેશકુમાર પ્રભુદાસ (વાલમ), પટેલ સાગર પ્રવિણભાઈ (વાલમ), પટેલ સુનિલભાઈ શંકરલાલ (વાલમ), પટેલ પોપટલાલ ખોડીદાસ (વાલમ) (૨) કાંસા એન.એ.જીલ્લા પંચાયતમાં સીટમા સમાવીષ્ટ તાલુકા પંચાયતની સીટોમાં ચુંટણી લડવા માટે પટેલ શકુન્તલાબેન અશોકભાઈ (કાંસા એન.એ), પટેલ વર્ષાબેન કમલેશભાઈ(કાંસા એન.એ.), પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ કે.સી.પટેલના પત્નિ સુમિત્રાબેન કિરીટબાઈ પટેલ (કાંસા એન.એ. ગોલ્ડન રેસીડેન્સી), પુર્વ જીલ્લા ડેલીગેટ પટેલ વિણાબેન દિલીપકુમાર (કાંસા એન.એ.), પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ વી.પટેલના ધર્મપત્નિ લક્ષ્મીબેન જશુભાઈ પટેલ (કાંસા એન.એ.), રબારી ઈશ્વરભાઈ નાગજીભાઈ (છોગાળા), પટેલ કમલેશભાઈ અંબાલાલ (હસનપુર), પટેલ રીટાબેન જીતેન્દ્રકુમાર (હસનપુર), પટેલ વૈશાલીબેન અલ્પેશકુમાર (કુવાસણા), કાંસા ગામના સરપંચ ભરતભાઈ ગામીના ધર્મપત્નિ પટેલ સંગીતાબેન ભરતભાઈ (કાંસા), પટેલ સુનિતાબેન મનોજકુમાર (કાંસા), પટેલ રમેશભાઈ મોહનભાઈ (રંગપુર), ઝાલા કનુભા માંડજીભાઈ (રાજગઢ), ઉમતાના પુર્વ સરપંચ અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ પટેલ અંકિતભાઈ મફતલાલ (ઉમતા), પટેલ વિષ્ણુકુમાર કાન્તિલાલ (ઉમતા) (૩) કડા જીલ્લા પંચાયત સટીમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની સીટોમાં ચુંટણી લડવા માટે કિયાદર સરપંચ ચૌધરી ભરતભાઈ હરીસંગભાઈ (કિયાદર), પટેલ શર્મિષ્ટાબેન નિકુલકુમાર (બાકરપુર),સમગ્ર ગામે ઉમેદવારી માટે નક્કી કરેલ બારોટ દક્ષાબેન યશવંતભાઈ (ભાલક), તાલુકા ભાજપ ઉપપ્રમુખ ચૌધરી જશુભાઈ જેસંગભાઈ (ગુંજા), ચૌધરી ફુલીબેન જશુભાઈ (ગુંજા), ઉપસરપંચના પત્નિ પટેલ પન્નાબેન નરેન્દ્રભાઈ (ઘાઘરેટ), પટેલ કૃતિબેન નવનીતભાઈ (ઘાઘરેટ), પટેલ આશાબેન રજનીકાન્ત (કુવાસણા), ચાવડા જનકબા જશવંતસિંહ (કડા), પટેલ કિંજલબેન હરેશભાઈ (કડા), વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલના ધર્મપત્નિ પટેલ કૈલાસબેન સતિષભાઈ (લક્ષ્મીપુરા), પટેલ કૈલાસબેન વિનોદભાઈ (લક્ષ્મીપુરા), પટેલ વિમળાબેન રજનીભાઈ (પુરણપુરા), ચૌધરી મેહુલકુમાર નાથુભાઈ (પાલડી), ચૌધરી કેશુભાઈ કાનજીભાઈ (પાલડી), એપીએમસી અને મહેસાણા દૂધ સાગર ડેરીના ડીરેક્ટર તેમજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ એલ.કે.પટેલના બહેન કપિલાબેન રમેશભાઈ (રાલીસણા), ચમાર રાકેશભાઈ બાબુભાઈ (રાલીસણા), (૪) ગોઠવા જીલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની સીટોમાં ચુંટણી લડવા બાજીપુરા સરપંચ પટલ મનુભાઈ કાનજીદાસ, રબારી મનુભાઈ સવજીભાઈ (ધારૂસણ), રબારી કરમભાઈ મગનભાઈ (ધારૂસણા), વિસનગર એપીએમસીના પુર્વ ડીરેક્ટર પટેલ નારાયણભાઈ શિવરામભાઈ (કુવાસણા), પટેલ વિષ્ણુભાઈ બાબુલાલ (કુવાસણા), પટેલ ચંદ્રકાન્ત ચતુરભાઈ (કુવાસણા), ચૌધરી કાન્તિભાઈ ભગવાનભાઈ (કાંમલપુર-ગો), પુર્વ સરપંચ પટેલ અનિતાબેન અશોકભાઈ (કમાણા), પટેલ કાન્તાબેન અરમતલાલ (કમાણા), ચૌધરી જગદીશભાઈ શંકરભાઈ (રંગાકુઈ), ચૌધરી પંકજભાઈ શિવાભાઈ (રંગાકુઈ), ચૌધરી બાબુભાઈ કચરાભાઈ (રામપુરા-લાછડી), પટેલ મુકેશભાઈ હરગોવનદાસ (ઉદલપુર), પટેલ કાન્તિભાઈ પ્રભુદાસ (ઉદલપુર), પટેલ મનિષકુમાર મહેન્દ્રભાઈ (ઉદલપુર) (૫) સવાલા જીલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની સીટોમા ચુંટણી લડવા ચૌધરી નિતાબેન શંકરભાઈ (ચિત્રોડીપુરા), ચૌધરી લીલાબેન અરવિંદભાઈ (ચિત્રોડીપુરા), ઠાકોર વસુબેન અમરજી (વિષ્ણુપુરા), રબારી હેતલબેન કાનજીભાઈ (બેચરપુરા), પુર્વ ડેલીગેટ ચૌધરી કાન્તાબેન મહેન્દ્રભાઈ (ગુંજાળા), ચૌધરી જશીબેન અભેરાજભાઈ (ગુંજાળા), લેઉઆ ડાહીબેન ભીખાભાઈ (કંસારાકુઈ), સેનમા વિનાબેન કાળુભાઈ (પુદગામ), વિહોલ રિન્કલબા જીતેન્દ્રસિંહ (રાવળાપુરા) સહિત આશરે ૧૩૫ જેટલા દાવેદારોએ ટિકીટની માંગણી કરી છે. જ્યારે જીલ્લા પંચાયતની પાંચ બેઠકોમાં (૧) ભાન્ડુ જીલ્લા સીટમાં એપીએમસીના ડીરેક્ટર પ્રિતેશભાઈ પટેલના ધર્મપત્નિ પટેલ ભુમિકાબેન પ્રિતેશભાઈ (વાલમ), પટેલ આશાબેન અમિતકુમાર (વાલમ), ઠાકોર કપિલાબેન પ્રવિણસિંહ (વાલમ), પટેલ રશ્મિકાબેન સુનિલભાઈ (વાલમ), પટેલ આશાબેન નિકુલકુમાર (દેણપ), નિલમબેન સાગરકુમાર (ભાન્ડુ), કાંસા એન.એ. પંચાયતના પુર્વ સરપંચ પટેલ ચેતનાબેન દિલીપકુમાર (ભાન્ડુ), બોકરવાડાના સરપંચ બિપીનભાઈ પટેલના માતૃશ્રી પટેલ રાજીબેન ચેલાભાઈ (૨) કાંસા એન.એ.જીલ્લા સીટમાં સતરીયા જાગૃતિબેન કૃણાલભાઈ (કાંસા એન.એ.), પરમાર અંજનાબેન શંકરલાલ (કાંસા એન.એ.), કાંસા એન.એ. સરપંચ પરમાર અમિષાબેન રાજેશકુમાર (કાંસા એન.એ), (૩) કડા જીલ્લા સીટમાં પટેલ પન્નાબેન નરેન્દ્રભાઈ (ઘાઘરેટ), પટેલ કોમલબેન યતિનકુમાર (કડા), પટેલ સંગીતાબેન અમૃતલાલ (કડા), વિસનગર તાલુકા ભાજપ પ્રમુખના પત્નિ કૈલાસબેન સતીષભાઈ (લક્ષ્મીપુરા), (૪) સવાલા જીલ્લા સીટમાં તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરીના ધર્મપત્નિ ચૌધરી જયશ્રીબેન મુકેશકુમાર ચૌધરી (મગરોડા- જીનીયસ ક્લાસીસ વાળા), બક્ષીપંચ મોરચાના જીલ્લા પ્રમુખ ભરતભાઈ ચૌધરીના પત્નિ ચૌધરી શાન્તાબેન ભરતભાઈ (રાવળાપુરા), પુર્વ ડેલીગેટના પત્નિ ચૌધરી લીલાબેન અરવિંદભાઈ (ચિત્રોડીપુરા), (૫) ગોઠવા જીલ્લા સીટમાં ઠાકોર નરેન્દ્રસિંહ કનુજી (કમાણા), પટેલ દશરથભાઈ શંકરભાઈ (કમાણા), પુર્વ ડેલીગેટ ઠાકોર અરવિંદજી શંકરજી (ગોઠવા), ઠાકોર ઈશ્વરજી રવાજી (ગોઠવા), પટેલ જનક ઈશ્વરભાઈ (ગોઠવા), તાલુકા પંચાયતના પુર્વ કારોબારી ચેરમેન પટેલ ભરતભાઈ શંભુભાઈ (ધામણવા), પુર્વ સરપંચ ચૌધરી દિલીપભાઈ પથુભાઈ (દઢિયાળ), પુર્વ ડેલીગેટ ચૌધરી રમેશભાઈ શંકરલાલ (દઢિયાળ), તાલુકા ભાજપ મહામંત્રી મુહેશભાઈ પટેલના પત્નિ પટેલ જશીબેન મહેશભાઈ તથા તેમના ભાભી પટેલ સુશીલાબેન રાજેશભાઈ (સુંશી), એપીએમસી અને મહેસાણા દૂધ સાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલના પત્નિ પટેલ ચંદ્રીકાબેન લક્ષ્મણભાઈ (સેવાલીયા) તથા તેમના બહેન પટેલ કપિલાબેન રમેશભાઈ (રાલીસણા) તથા પ્રજાપતિ ભુપેન્દ્રભાઈ સોમાભાઈ (બેચરપુરા) સહિત અન્ય ૪૦ જેટલા દાવેદારોએ ટિકીટની માંગણી કરી છે. જોકે હાલની સ્થાનિક સ્વરાજની ચુંટણી ખર્ચાળ હોય છે. ત્યારે આ ચુંટણીમાં ક્યારેય કોઈને ચા ન પીવડાવી હોય કે કોઈ ઘસારો વેઠ્યો ન હોય તેવા કેટલાક દાવેદારોે ટિકીટની માંગણી કરી હોવાનું ચર્ચાય છે. તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના કેટલાક કાર્યકરો અ ને હોદ્દેદારોએ પોતાને ટિકીટ નહી મળે તેમ વિચારી પરિવારના બે થી ત્રણ સભ્યોના બાયોડેટા આપી ટિકીટની માંગણી કરી છે. જોકે આ ચુંટણીમાં તાલુકા પંચાયત પ્રમુખ બનવા માટે ભાજપના આગેવાનોમાં અત્યારથી જ અંદરોઅંદર રાજકીય કાવાદાવ શરૂ થતા ચુંટણી બાદ ભાજપનો જૂથવાદ બહાર આવવાની શક્યતા છે. ભાજપના કેટલાક દાવેદારો સાથે બેસતા હોવા છતાં તાલુકા પંચાયતના પ્રમુખ બનવા અંદરોઅંદર લોબીંગ શરૂ કરી દીધુ હોવાનું કાર્યકરોમાં ચર્ચાય છે.