Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વિસનગર શહેર પ્રમુખ પદે પરેશભાઈ પટેલ અને તાલુકા પ્રમુખ પદે કૌશીકભાઈ પટેલની વરણી આમ આદમી પાર્ટીનુ ૧૦ દિવસમાં ૧૦ હજાર સદસ્યતા અભિયાન

$
0
0

વિસનગર શહેર પ્રમુખ પદે પરેશભાઈ પટેલ અને તાલુકા પ્રમુખ પદે કૌશીકભાઈ પટેલની વરણી
આમ આદમી પાર્ટીનુ ૧૦ દિવસમાં ૧૦ હજાર સદસ્યતા અભિયાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ વિસનગર શહેર અને તાલુકામાં મજબુત સંગઠન બનાવવા માટેના આમ આદમી પાર્ટી દ્વારા સક્રીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સંગઠન દ્વારા શહેર અને તાલુકામાં પ્રમુખ પદે જે વરણી કરવામાં આવી છે તેનાથી રાજકીય ભુકંપ સર્જાયો છે. આપમાં મોટા ભાગે યુવાનો જોડાઈ રહ્યા છે. ત્યારે શહેર અને તાલુકામાંથી ૧૦ દિવસમાં ૧૦ હજાર સભ્યો બનાવવાના આપના સદસ્યના અભિયાનથી રાજકીય પક્ષોમાં ખાસ કરીને ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે. વિસનગર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ અને સ્ટેન્ડીંગ કમિટીમાં તળ કડવા પાટીદાર સમાજ તથા ઈતર સમાજની અવગણનાથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ વિરુધ્ધ એક તરફ રોષ છે. તેવા સમયે પાલિકાના પૂર્વ કોર્પોરેટર, અનામત આંદોલનના નેતા, તળ કડવા પાટીદાર સમાજના પરેશભાઈ સેવંતીલાલ પટેલને આપના શહેર પ્રમુખ બનાવવામાં આવતા અને ગણેશપુરાના બાવન કડવા પાટીદાર સમાજના કૌશીકભાઈ પટેલને તાલુકા પ્રમુખ બનાવવામાં આવતા આગામી વિધાનસભાની ચુંટણીના સમીકરણો ભાજપ માટે ખતરનાક સાબીત થાય તેમ છે. ચૌધરી સમાજના અદના એક આગેવાન આપમાં જોડાવાની ચર્ચાથી પણ વિસનગરનુ રાજકારણ ગરમાયુ છે. પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી પણ આપમાં જોડાતા ચર્ચાનો વિષય બન્યો છે. આપ દ્વારા તમામ સમાજના લોકોનો સમાવેશ કરી એક મજબુત સંગઠન બનાવવા માટેના સક્રીય પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી આમ આદમી પાર્ટીમાં જોડાયા
તાજેરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ ચુંટણીમાં ઝંપલાવ્યુ હતુ. જેમાં સુરત મહાનગરપાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરવાની વાત મતદારો સમક્ષ મુકી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની વાત મતદારોને પસંદ પડી અને સુરત મહાનગરપાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ૨૭ ઉમેદવારો વિજયી થયા. અને મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ વિપક્ષનું સ્થાન મેળવ્યુ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ગઢ ગણાતા સુરતની મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકો ઉપર સફળતા મેળવતા તેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના નેતૃત્વમાં ગુજરાતમાં ઠેરઠેર દરેક સમાજના લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવવા આહ્‌વાન કરવામાં આવ્યુ છે. અત્યારે મોટાભાગે યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વિસનગર શહેરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબુત બનાવવા શહેર પ્રમુખ તરીકે પાલિકાના પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ એસ.પટેલ(જય અંબે ટ્રાન્સપોર્ટ)ની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે તાલુકા પ્રમુખ તરીકે ગણેશપુરાના કૌશિકભાઈ વી.પટેલ(વાળીનાથ કોર્પોરેશન, ગંજબજાર)ની નિમણુંક કરવામાં આવી છે. શહેર અને તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખોની નિમણુંક થતાંજ બન્ને પ્રમુખ અને આપના કાર્યકરો દ્વારા વિસનગર શહેર અને તાલુકાના ગામોમાં શુક્રવારથી અલગ-અલગ સ્થળે સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં પહેલા દિવસથીજ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એ રાજધાની દિલ્હીમાં શિક્ષણ, વિજળી અને આરોગ્યના કરેલા અભૂતપૂર્વ કાર્યો અને તેમની ઈમાનદાર રાજનિતીથી પ્રભાવિત થઈને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ ચાલતો નથી તે વાતનો આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સારા પરિણામ મેળવી છેદ ઉડાડી દીધો છે. વિસનગર તાલુકા પંચાયતની ચુંટણીમાં પણ કાંસા એન.એ.-૩ સીટ ઉપર આમ આદમી પાર્ટીના યુવા મહિલા ઉમેદવાર વિજયી બન્યા છે. સાથે સાથે શહેર તાલુકામાંથી પણ આમ આદમી પાર્ટીને ૧૨૦૦૦ થી વધુ મત મળ્યા છે. અત્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આવનારી વિધાનસભાની ચુંટણીને ધ્યાને રાખી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાવવા માગતા લોકો શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ મો.નં.૯૮૨૪૩૯૪૯૭૬ અને તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલના મો.નં.૯૯૨૫૬ ૬૪૭૪૩ ઉપર સંપર્ક કરી શકશે.
સદસ્યતા અભિયાન બાબતે આપના શહેર પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યુ છેકે, તા.૩-૪-૨૦૨૧ ને શુક્રવારથી ૧૦ દિવસ સુધી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં શહેરમાંથી ૫૦૦૦ અને તાલુકાના ૬૫ ગામડામાંથી ૫૦૦૦ સભ્યો બનાવવાના છે. શહેરમાં સદસ્યતા અભિયાન માટે સવાલા દરવાજા, જી.ડી.સર્કલ, એમ.એન.કોલેજ ગેટ પાસે, આઈ.ટી.આઈ.ચાર રસ્તા, મહેસાણા ચાર રસ્તા, લાલ દરવાજા, ઉમિયા માતાના મંદિર પાસે એમ ૧૦ અલગ અલગ જાહેર જગ્યાએ બબ્બે કલાક ટેબલ મુકી સદસ્યતા નોધણી કરવામાં આવશે. પાલિકાની ચુંટણીમાં ઉમેદવારી કરી ચુકેલા કાર્યકરો પણ વોર્ડમાં સદસ્યતા અભિયાન માટે ઘેર ઘેર ફરી રહ્યા છે. રાત્રીના સમયે પણ મહોલ્લા અને સોસાયટી વિસ્તારમાં ફરી સદસ્યતા નોધણી કરવામાં આવશે. જ્યારે તાલુકાના ગામડામાં સદસ્યતા નોધણી માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. જે દરેક ટીમ ૧૦ દિવસ સુધી રોજના ત્રણ ગામડાની મુલાકાત લઈ સદસ્યતા નોધણી કરશે. સદસ્યતા નોધણી અભિયાન દરમ્યાન આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે યુવકો તથા લોકોને અભૂતપૂર્વ સાથ સહકાર મળી રહ્યો છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles