Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

કોરોનાથી સુરક્ષિત રહેવા વેક્સીન એજ એકમાત્ર ઈલાજ

$
0
0

બે ડોઝ લીધા તેમને દાખલ થવુ પડ્યુ નથી- IMA પ્રેસીડન્ટ ર્ડા.અરૂણભાઈ રાજપૂત

કોરોનાથી સુરક્ષિત રહેવા વેક્સીન એજ એકમાત્ર ઈલાજ

ર્ડાક્ટરોએ બે ડોઝ લીધા હોવાથી બીજા તબક્કામાં હજુ સુધી સારવાર કરતા કોઈ ર્ડાક્ટરનુ મૃત્યુ થયુ હોવાનુ જાણવા મળ્યુ નથી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકો હજુ પણ એટલાજ અજ્ઞાત છેકે કોરોનાનો ટેસ્ટ કરાવે છે અને પોઝીટીવ રીપોર્ટ આવતા સારવાર કરાવે છે પરંતુ કોરોના સામે રક્ષણ આપતી વેક્સીન લેતા ખચકાય છે. આઈ.એમ.એ. વિસનગર બ્રાન્ચના પ્રેસીડન્ટ જાણીતા સર્જન ર્ડા.અરૂણભાઈ રાજપૂતે જણાવ્યુ છેકે, જેમણે રસીના બે ડોઝ લીધા છે તેમને બીજા તબક્કામાં દાખલ થવુ પડ્યુ નથી. વિસનગર શહેર અને તાલુકામાં ૪૫ થી ઉપરના તમામ લોકોમાં હજુ ૨૮ ટકાજ વેક્સીનેશન થયુ છે.
ભારતમાં ઉત્પાદન થયેલ કોવેક્સીન અને કોવીશીલ્ડ આ બન્ને વેક્સીન અસરકારક છે. ભારતની આ વેક્સીન લેવા માટે વિશ્વના દેશોએ લાઈન લગાવી છે. પરંતુ નવાઈની બાબત છેકે ભારતના લોકો વેક્સીન લેવા માટે લાઈન લગાવતા નથી. વિસનગરનીજ વાત કરીએ તો ૬૦ વર્ષથી ઉપરના ૧૭૪૭૯ તથા ૪૫ થી ૫૯ વર્ષમાં ૧૧૪૬૮ લોકોએ વેક્સીન લીધી છે. ૪૫ વર્ષથી ઉપરના લોકોની કુલ સંખ્યા ૭૮૯૦૦ જેટલી છે. ત્યારે વિસનગર શહેર અને તાલુકામાં હજુ ૨૮ ટકા વેક્સીનેશન થયુ છે. દેશમાં પ્રથમ તબક્કામાં કોરોના સંક્રમણ ફેલાયુ અને તે વખતે વેક્સીનની શોધ થઈ નહોતી. તે સમયે કોરોના દર્દિઓની સારવાર કરતા હેલ્થ વર્કરમાં મેડિકલ, પેરામેડિકલમાં ૧૧ ટકાનુ મૃત્યુ થયુ હતુ. એટલે કે પ્રથમ તબક્કામાં કોરોનાની સારવારમાં દેશના કુલ હેલ્થ વર્કરમાંથી ૧૧ ટકા હેલ્થ વર્કરો સારવાર દરમ્યાન સંક્રમીત થતા મોતને ભેટ્યા હતા. વેક્સીનની શોધ બાદ તા.૧૬-૧-૨૦૨૧ થી હેલ્થ વર્કરોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૮ દિવસ પછી ફેબ્રુઆરી અને માર્ચમાં હેલ્થ વર્કરોએ રસીનો બીજો ડોઝ લીધો. ત્યારબાદ માર્ચ એન્ડ અને એપ્રિલના પ્રથમ વિકથી બીજા તબક્કાનુ સંક્રમણ શરૂ થયુ ત્યારે નોધપાત્ર બાબત તો એ છેકે બીજા તબક્કાના સંક્રમણમાં કોરોના પોઝીટીવ દર્દિઓની સારવાર કરતા હજુ સુધી એક પણ હેલ્થ વર્કરનુ મૃત્યુ થયુ હોવાનુ સાંભળવા કે જાણવા મળ્યુ નથી. હેલ્થ વિભાગ દ્વારા કઈ વેક્સીન કેટલા લોકોએ લીધી અને પ્રથમ તથા બીજા ડોઝ જે લોકોએ લીધો હતો તેમાંથી કેટલા લોકો સંક્રમતી થયા તેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કોવેક્સીનનો પ્રથમ ડોઝ લેનાર ૯૩,૫૬,૪૩૬ માંથી ૪૨૦૮ સંક્રમીત થયા જ્યારે બીજો ડોઝ લેનાર ૧૭,૩૭,૧૭૮ માંથી ૬૯૫ લોકો સંક્રમીત થયા. કોવેક્સીનનો ડોઝ લીધા બાદ સંક્રમણનો રેસીયો ૦.૦૪ ટકા છે. તેવીજ રીતે કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ લેનાર ૧૦,૦૩,૦૨,૭૪૫ માંથી ૧૭,૧૪૫ એટલે કે ૦.૦૨ ટકા સંક્રમીત થયા. જ્યારે બીજો ડોઝ લેનાર ૧,૫૭,૩૨,૭૫૪ માંથી ૫૦૧૪ સંક્રમીત થયા. જે રેશીયો ૦.૦૩ ટકાનો છે. આરોગ્ય વિભાગના આ આંકડાઓ ઉપરથી કહી શકાય કે વેક્સીનનો ડોઝ લીધા બાદ સંક્રમણની શક્યતા ૦.૦૨ થી ૦.૦૪ સુધીની છે.
કોરોના રસી લેતા જે લોકો ડર રાખે છે. અને રસી બાબતે જે લોકોના મનમાં શંકા છે તેમને આઈ.એમ.એ. વિસ્તાર બ્રાન્ચના પ્રેસીડન્ટ તથા એમ.એન.કોલેજ સામે સંજીવની હોસ્પિટલના જાણીતા સર્જન ર્ડા.અરૂણભાઈ રાજપૂતે જણાવ્યુ છેકે, રસી લીધા બાદ કોરોના નથી થતો તેવુ નથી. રસી લીધા બાદ કોરોના સંક્રમણ થઈ શકે છે. પરંતુ રસી લેનારને કોરોના થાય તો હોસ્પિટલમાં દાખલ થવુ પડતુ નથી. રસી લેનારને કોરોના વાયરસ ઓછી અસર કરે છે. સરકાર જ્યારે મફતમાં કોરોના રસી આપે છે ત્યારે દરેકે રસી લેવી જોઈએ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles