૨૧ વર્ષથી હોલમાર્કના દાગીના આપી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે-રાજુભાઈ પટેલ
આર.કે.જ્વેલર્સના ભવ્ય શોરૂમનો શુભારંભ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
શો-રૂમનો પ્રારંભ કર્યો ત્યારથીજ હોલમાર્કના સોનાના દાગીના વેચી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરનાર આર.કે.જ્વેલર્સના નવા રૂપરંગ સાથે ભવ્ય શો-રૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જ્યા દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે તેવા શહેરના ભામાશા રાજુભાઈ પટેલના નવા શો-રૂમમાં ખરીદી કરવા ગ્રાહકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના સૌથી મોટા શો-રૂમના શુભારંભ પ્રસંગે રાજકીય અગ્રણીઓ, શહેરના વેપારીઓ, આગેવાનો વિગેરેએ મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી.
સોનાના દાગીનાની વિશાળ શ્રેણી સાથે ગ્રાહક વર્ગનો સંતોષ તેમજ વિશ્વાસ પાત્ર સર્વિસ પુરી પાડવાના કારણે વિસનગરનુ આર.કે.જ્વેલર્સની ઉત્તર ગુજરાતમાં પ્રતિષ્ઠિત અને નામાંકિત જ્વેલર્સમાં ગણના થાય છે. વિસનગર અને આસપાસના તાલુકાના લોકોને ઘર આંગણેજ સોનાના ઘરેણાની વિશાળ શ્રેણી પ્રાપ્ત થાય તેવા હેતુથી આર.કે.જ્વેલર્સ દ્વારા નવા રંગરૂપ સાથે ૩૫૦૦ સ્કેવર ફૂટના ભવ્ય શો-રૂમનો તા.૨૨-૮-૨૦૨૧ ને રક્ષાબંધન પર્વે શુભારંભ કરવામાં આવ્યો હતો. સદુથલા કૈલાસ ટેકરીના પરમ પૂજ્ય મહંતશ્રી પ્રયાગપુરી બાપુના હસ્તે રીબીન કાપી તેમજ આશીર્વાદ સાથે વિધિવત પ્રારંભ કરવામાં આવતા ખાસ માયાબજારના વેપારીઓ તથા શહેરના લોકોમાં અનેરા આનંદ સાથે ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ લોકો ભવ્ય શો-રૂમની મુલાકાત લઈ શકે તે માટે તા.૨૨-૮ થી તા.૫-૯ સુધી ૧૫ દિવસનો શુભારંભ ઉત્સવ રાખવામાં આવ્યો છે. વિસનગરના ગૌરવ રૂપ આર.કે.જ્વેલર્સના શુભારંભ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, ભાજપના મહિલા પ્રવક્તા શ્રધ્ધાબેન રાજપૂત, જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ આશાબેન પટેલ, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, ઉંઝા ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમીત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરી, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલ કાંસા સહીત તાલુકા અને જીલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, સ્વસ્તિક મિત્ર મંડળના સભ્યો, શહેર-તાલુકાના આગેવાનો, વેપારી મંડળના હોદ્દેદારો વિગેરેએ મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી.
શુભારંભ પ્રસંગે સોનાના સતત વધતા ભાવ સામે સોનામાં સરળતાથી રોકાણ કરી શકાય તે માટે ૧૧+૧=૧૨ ની સુવર્ણ સમૃદ્ધિ યોજના મુકવામાં આવી છે. જેમાં ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦, ૫૦૦૦ તથા ૧૦૦૦૦ નો ૧૧ માસ સુધી હપ્તો ભરે તેને એક હપ્તો બોનસમાં આપવામાં આવે છે. ગ્રાહકો આ યોજનાનો મોટો લાભ લઈ રહ્યા છે. રીયલ ડાયમંડ જ્વેલરી પૂરતી ઉમ્મીદ સે દુગનાની પણ સ્કીમ મુકવામાં આવી છે. જેમાં રૂા.૧૦૦૦ ના ૧૪ હપ્તા ભરનાર ગ્રાહકને બે હપ્તા એટલે કે રૂા.૨૦૦૦ બોનસમાં આપવામાં આવે છે. જેમાં રૂા.૧૬૦૦૦ ની રીયલ ડાયમંડની જ્વેલરી ગ્રાહકને ખરીદવાની રહેશે. આ બન્ને યોજનાનો ગ્રાહકો લાભ લઈ રહ્યા છે.
આર.કે.જ્વેલર્સના માલિક રાજુભાઈ કે.પટેલ એ શહેરના ભામાશાનુ બીરૂદ મેળવનાર દાતા છે. જે વ્યક્તિ દાન ધર્મનુ કર્મ કરતો હોય ત્યાં ક્યારેય છેતરપીંડી કે વિશ્વાસઘાતનુ સ્થાન ન હોય. આર.કે. જ્વેલર્સના શો-રૂમનો શુભારંભ કર્યા બાદ આજ ૨૧ વર્ષ થયા. ત્યારે ગ્રાહક જે ખર્ચ કરે તેનુ પૂરેપૂરુ વળતર મળે તે માટે આર.કે. જ્વેલર્સમાં પ્રથમથીજ હોલમાર્કના દાગીનાનુ વેચાણ કરવામાં આવે છે. ગ્રાહકે ખર્ચેલી રકમનું પૂરેપરુ વળતર આપવાના અભીગમથીજ આજ આર.કે.જ્વેલર્સ સોનાના દાગીના ખરીદવા પંથકનુ વિશ્વાસ પાત્ર સ્થળ બન્યુ છે.