Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ થતા ગાંધીનગરમાં ધારાસભ્યને અભિનંદન પાઠવવા મહત્વકાંક્ષી કાર્યકરો ઉમટ્યા

$
0
0

ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ થતા
ગાંધીનગરમાં ધારાસભ્યને અભિનંદન પાઠવવા મહત્વકાંક્ષી કાર્યકરો ઉમટ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કહેવાય છે કે, સમયનું ચક્ર ગમે ત્યારે બદલાઈ શકે છે. એમાં પણ કોઈપણ વ્યક્તિનું નસીબ ક્યારે ખુલે તે નક્કી હોતુ નથી. વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો ૧૩ વર્ષ બાદ ગુજરાતના મંત્રી મંડળમાં સમાવેશ થતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અને તેઓ ધારાસભ્યને અભિનંદન આપવા ગાંધીનગર પહોંચ્યા હતા.જ્યાં ધારાસભ્યશ્રીને જાહેરમાં ગાળો ભાંડનાર તેમજ સતત તેમનો વિરોધ કરનાર કાર્યકરો પણ હરખપદુડા બની ધારાસભ્ય ઋષિભાઈને અભિનંદન આપવા ગાંધીનગર દોડી આવતા આ ડબલ ઢોલકી બજાવતા તકવાદી કાર્યકરોની પોલ ખુલ્લી પડી હતી. જોકે વિસનગર ભાજપના બંન્ને જૂથના આગેવાનો આવા તકવાદી કાર્યકરોનો માત્ર મેસેન્જર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમના ઉપર ભરોસો મુક્તા નથી તે ચોક્કસ છે.
ભાજપના બંન્ને જૂથના આગેવાનો તકવાદી કાર્યકરોનો માત્ર મેસેન્જર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમના ઉપર ભરોસો મુક્તા નથી
વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી બાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ વચ્ચે રાજકીય ગજગ્રાહ શરૂ થયો હતો. જેમાં વિસનગર ભાજપ સંગઠનમાં બે ભાગ પડી ગયા હતા. ભાજપના આ જૂથવાદમાં બંન્ને જૂથના કેટલાક તકવાદી સત્તાલાલચુ કાર્યકરો તેનો ભરપુર ફાયદો ઉઠાવી પોતાની રાજકીય ખિચડી પકવી રહ્યા છે. બંન્ને જૂથના કેટલાક ચાવી માસ્ટરો પોતાનુ રાજકીય વર્ચસ્વ ટકાવી રાખવા તેમજ પોતાની મહત્વકાંક્ષા સંતોષવા ભાજપના આ બંન્ને આગેવાનો ભેગા ન થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. જોકે ભાજપના આવા શકુનીઓની મેલી મંથરાવટીના કારણે વિસનગર ભાજપ સંગઠનમાં છેલ્લા ચાર વર્ષથી જૂથવાદ ચાલી રહ્યો છે. ભાજપના આ જૂથવાદમાં ગાંધીનગર મંત્રી મંડળમાં પડતા મુકાયેલા એક અદના નેતાએ પણ ઘી હોમવાનું કામ કર્યુ હતુ. જેના કારણે વિસનગર તાલુકાનો વિકાસ રૂધાઈ રહ્યો હતો. શહેરના બુધ્ધિજીવી નાગરિકો ભાજપના આ બંન્ને આગેવાનો ભેગા થાય અને વિસનગર તાલુકાનો અભુતપુર્વ વિકાસ થાય તેવું ઈચ્છતા હતા. પરંતુ ગાંધીનગર બેઠેલા ભાજપના અદના નેતાની મેલી મંથરાવટીના કારણે તે શક્ય બનતુ ન હતુ. પરંતુ સમયનુ ચક્ર ક્યારે બદલાય તે કોઈ જાણી શક્યુ નથી. કોઈપણ વ્યક્તિનુ નસીબ ગમે ત્યારે ખુલી જાય છે. વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલનું ઘણા ચડાવ ઉતાર બાદ ૧૩ વર્ષ પછી રાજકીય નસીબ ખુલ્યુ અને તેમનો ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી તરીકે સમાવેશ થયો. ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ થતા તેમના સાચા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્યના સમર્થકો તેમને અભિનંદન આપવા ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાં ગાંધીનગરમાં ધારાસભ્યનો સતત વિરોધ કરનાર તથા જાહેરમા ગાળો ભાંડનાર કાર્યકરો હરખપદુડા બની ધારાસભ્ય ઋષિભાઈને કેબિનેટ મંત્રી બનવા બદલ અભિનંદન પાઠવતા જોવા મળ્યા હતા. જે કાર્યકરો ધારાસભ્ય કાર્યાલયનું પગથિયુ ચડવાની ના પાડતા હતા તેવા લોકો તેમની સાથે ફોટો પડાવવા આગળ પાછળ ફરતા હતા. જ્યારે કેટલાક કાર્યકરો સોશીયલ મિડીયામાં પોસ્ટ મુકી ઋષિભાઈ પટેલને મંત્રીપદ મળવાનો સૌથી વધુ આનંદ થયો હોય તેવો ખોટો દેખાવ કરતા હતા. જોકે આવા તકવાદી શકુની જેવા કાર્યકરોને ભાજપના બંન્ને આગેવાનો નસેનસથી ઓળખતા હોવાથી તેમનો મેસેન્જર તરીકે જ ઉપયોગ કરી રહ્યા છે. આવા મહત્વાકાંક્ષી ચાવી માસ્ટરોને ભાજપના બંન્ને આગેવાનોએ હવે દુર કરવાનો સમય પાકી ગયો છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles