Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

રાજુભાઈ ગાંધીએ આબરૂ હોડમાં મુકતા ગુરૂદેવનો વરંડો બન્યો

$
0
0

દબાણના વિવાદમાં છેલ્લા ઘણા સમયથી ટેન્શનમાં ફરતા હતા

રાજુભાઈ ગાંધીએ આબરૂ હોડમાં મુકતા ગુરૂદેવનો વરંડો બન્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મેદાન છોડી નાસી જવાથી કલંક લાગે છે. ત્યારે ઘણી વખત એવા સંજોગો પણ બનતા હોય છેકે જેમાં મેદાન છોડવાથી સૌનુ હિત જળવાય છે. ગુરૂદેવ ટાઉનશીપના પ્રમુખ તથા પાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ગાંધી ટાઉનશીપના હિતમાં છેલ્લા એક અઠવાડીયાથી ગુમ થયા છે. જેમની એકજ માગણી હતી કે બીલ્ડરો વરંડો બનાવી આપે. બીલ્ડરો દ્વારા વરંડો બનાવવામાં આવતા હવે રાજુભાઈ ગાંધીએ ગુપ્તવાસ છોડવો જોઈએ તેવી ગુરૂદેવ ટાઉનશીપના રહિસો તેમજ તેમના બહોળા મિત્ર વર્તુળમાં લાગણી પ્રવર્તી છે.
વિસનગરમાં કમાણા ચાર રસ્તા પાસે આવેલ ગુરૂદેવ ટાઉનશીપના વિવાદમાં ટાઉનશીપના પ્રમુખ તેમજ પાલિકાના પૂર્વ કોર્પોરેટર પટેલ રાજેન્દ્રકુમાર કાન્તીલાલ ગાંધીએ તેમની આબરૂ અત્યારે દાવ ઉપર મુકી છે. બીલ્ડરો દ્વારા ગુરૂદેવ ટાઉનશીપ બનાવવામાં આવી ત્યારે બાજુમાંથી પસાર થતા પાછળના ખેતરમાં જતા નેળીયાના માર્ગમાં દબાણ કર્યુ હતુ. જેનાથી મકાન ખરીદનાર લોકો અજાણ હતા. ટાઉનશીપના રહિસોને તો એજ ખ્યાલ હતો કે રસ્તાની બાજુમાં આવેલ ખુલ્લો ભાગ ટાઉનશીપમાં આવેલો છે. ત્યારબાદ પાછળ આવેલ ખેતર માલિકોને જાણ થઈ હતી કે ખેતરમાં અવરજવરના રસ્તામાં દબાણ કરવામાં આવ્યુ છે.
રસ્તા પૈકીનુ દબાણ દૂર કરવા માટે ખેતર માલિકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જે કાર્યવાહી અંતર્ગત ટાઉનશીપનો વરંડો તોડવામાં આવ્યો હતો. રાજુભાઈ ગાંધી ટાઉનશીપના પ્રમુખના નાતે બીલ્ડરોનો સંપર્ક કરી વરંડો નવો બનાવી આપવા માગણી કરી હતી. આ દરમ્યાન ફરીથી માપણી કરવામાં આવતા સોસાયટીનો જે ૬ મીટરનો રસ્તો હતો તેમા પણ ત્રણ મીટરનુ દબાણ હોવાનુ જણાવી માર્કિંગ કરવામાં આવ્યુ હતુ. ગુરૂદેવ ટાઉનશીપના સત્યમ વિભાગમાં જવા માટે જો ત્રણ મીટરનો રસ્તો રહે તો પાછળ મકાન ધરાવતા લોકોને અવરજવરમાં મોટી મુશ્કેલી ઉભી થાય તેમ હતી.
ગુરૂદેવ ટાઉનશીપના બીલ્ડરોએ વરંડો બનાવવા ખર્ચ આપવાની પણ તૈયારી દર્શાવી હતી. પરંતુ રાજુભાઈ ગાંધીની માગણી હતી કે અગાઉ આવેલી જગ્યામાંજ દબાણ હોવાનુ જણાયુ છે. બીલ્ડરોના ખર્ચે ટાઉનશીપ વરંડો બનાવે અને ફરીથી તૂટે તો જવાબદારી કોની? જેથી બીલ્ડરોજ વરંડો બનાવી આપે તેવો આગ્રહ રાખ્યો હતો. બીલ્ડરો સાથેની વાટાઘાટોમાં કોઈ પરિણામ નહી આવતા છેવટે રાજુભાઈ ગાંધી તા.૧૮-૧૨-૨૦૨૧ ની સાંજે ઘરમાં કહ્યા વગર નિકળી ગયા હતા. બીજા દિવસે પૂર્વ કોર્પોરેટર તેમજ તેમના વોટર વર્કસના ચેરમેન કાળ તથા કોરોના મહામારીમાં અનેક સેવા કાર્યો કરનાર રાજુભાઈ ગાંધી ગુમ થવાની જાણ થતા શહેરમાં ભારે ચકચાર જાગી હતી. જાણવા મળ્યા પ્રમાણે રાજુભાઈ ગાંધીએ ગુપ્તવાસમાં જતા પહેલા બીલ્ડરોના નામની ચીઠ્ઠી લખીને તમામ ફાઈલો ટાઉનશીપના રહિસોને સોપી હતી. જે બનાવમાં રાજુભાઈ ગાંધીના નાના ભાઈ રણજીતભાઈ પટેલે વિસનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોધ કરી હતી.
રાજુભાઈ ગાંધી ગુમ થતા બીલ્ડરોના પગ તળે રેલો આવતા છેવટે ગુરૂદેવ ટાઉનશીપનો વરંડો બનાવ્યો હતો. જે વરંડો બનતા હવે ગુરૂદેવ ટાઉનશીપ તથા બહોળા મિત્ર વર્તુળની લાગણી છેકે રાજુભાઈ ગાંધીએ પરત ફરવુ જોઈએ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles