લોકો સુધી માહિતી પહોચાડવા મિડીયાને ખોળે બેસાડનાર તંત્રએ
લોકસભા કે વિધાનસભાની ચુંટણીમાં પત્રકારો કાઉન્ટીગ રૂમમાં જઈ શકે તેવી વર્ષોથી વ્યવસ્થા થતી હતી. ત્યારે મહેસાણા જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા જાણે ગુપ્ત માહિતી જાળવવાની હોય તેમ પત્રકારોને કાઉન્ટીંગ રૂમમાંથી અળગા રખાયા હતા. જીલ્લા ચુંટણી તંત્રની આ વ્યવસ્થાના કારણે પત્રકારોમાં ભારે રોષ ફેલાયો હતો.
ખોટી જીહજુરીના કારણે લોકશાહીની ચોથી જાગીર સમાન મિડીયાનો જાણે કોઈ ડર રહ્યો નથી. જીલ્લા કમિશ્નર હોય કે ચુંટણી તંત્ર હોય જયારે લોકો સુધી માહિતી પહોચાડવાની હોય છે. ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોની સરભરા કરે છે. ચુંટણી સમયે તંત્રને મિડીયાની ખાસ જરૂર પડતી હોય છે અને મિડીયા પણ સહકાર આપતું હોય છે. પરંતુ જયારે કોઈ કાર્યક્રમ હોય છે. ત્યારે મોટા નેતાઓ આગળ નત મસ્તક બની જતા અધિકારીઓ અને તંત્ર મિડીયાની વ્યવસ્થાનો વિચાર કરતા નથી.
વિધાનસભાની ચુંટણીમાં મહેસાણા જીલ્લા કલેકટર એવમ જીલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શનમાં મત ગણતરી સ્થળે જે વ્યવસ્થા કરવામા આવી તેમા પત્રકારોનો ભારે રોષ જોવા મળતો હતો. લોકસભા કે વિધાનસભાની ચુંટણીમાં પત્રકારો કાઉન્ટીંગ રૂમમાં જઈ શકે તેવી દર વખતે વ્યવસ્થા કરવામા આવતી હતી. ત્યારે આ મત ગણતરીમા બાસણા મરચન્ટ કોલેજના જે બીલ્ડીંગમા જીલ્લાની વિધાનસભાની સાત સીટોનું કાઉન્ટીંગ થતુ હતુ. તેનાથી ર૦૦ મીટર દુર કોમ્યુનિટિ હોલમાં મિડીયા સેન્ટર બનાવવામાં આવ્યુ હતુ. જયાં કોઈ જ વ્યવસ્થા નહોતી. રાઉન્ડ વાઈઝ માહીતી આપવા સ્ક્રીન મુકવામા આવ્યો હતો. પરંતુ કોઈ જ માહિતી મળતી નહોતી. બીજા રાજ્યની ચુંટણીની માહિતી સ્ક્રીન ઉપર જોવા મળતી હતી. ઈલેક્ટ્રોનીક મિડીયાનો પત્રકારોને કેમેરા સાથે અંદર જવાની એક વખત છુટ આપવામા આવી હતી. કાઉન્ટીંગ રૂમમાં રીપોટીંગ માટે જતા પત્રકારોની મિડીયા સેન્ટરમાં મોબાઈલ જમા લેવામા આવ્યા હતા. જયારે કાઉન્ટીંગમાં કામ કરતા લોકો પાસે મોબાઈલ હતા. ચાલુ કાઉન્ટીગે ફોન દ્વારા માહિતી બહાર આવતી હતી. મિડીયાના મિત્રોને આ બાબતે કોઈ જ માહિતી આપવામા આવી નહોતી. ચુંટણીની કામગીરી એ જાહેર કામગીરી છે. ત્યારે કોઈ ગુપ્ત કાર્યવાહી કરતા હોય તેમ પત્રકારોને કાઉન્ટીંગ રૂમથી અળગા રખાયા હતા.
અત્યારે ઈલેકટ્રોનિક મિડીયા સીવાયના મોટા ભાગના પત્રકારો મોબાઈલથી ફોટોગ્રાફી કરતા હોય છે ત્યારે કાઉન્ટીંગ રૂમમાં ફક્ત કેમેરા હોય તે જ પત્રકારોને એન્ટ્રી આપવામાં આવી હતી. જેના કારણે મોટાભાગના પત્રકારો કાઉન્ટીંગ રૂમની ફોટોગ્રાફી કરી શક્યા નહોતા. જયારે જાણવા મળ્યા પ્રમાણે અન્ય જીલ્લામાં પત્રકારોને કાઉન્ટીંગ રૂમમાં જવા માટેની છુટ હતી. ખોટા નિયમો ઠોકી બેસાડી મતગણતરી દિવસે પત્રકારોને બાનમાં લેવાની ચુંટણી તંત્રની આ પધ્ધતિથી પત્રકારોમા ભારે રોષ ફેલાયો હતો.
The post ગુપ્તતાની જેમ કાઉન્ટીંગ રૂમથી પત્રકારોને અળગા રાખ્યા appeared first on Prachar Weekly.