સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે
વિશ્વ યોગ દિને સોમાભાઈ મોદીના હસ્તે ફિટનેસ પાર્કનું ઉદ્દઘાટન
પી.એમ હાઉસ પરથી ફીટનેસ પાર્કનું વિસનગરમાં અવતરણ
જિલ્લા કલેકટર અને સામાજિક અગ્રણી સોમાભાઇ મોદીના હસ્તે ફીટનેસ પાર્કનું લોકાર્પણ કરાયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણાનાં પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન નિવાસસ્થાનમાં અનોખો ફીટનેસ પાર્ક બનાવ્યો છે.વિસનગરની સાંકળચંદ યુનિવર્સિટીએ તેવો જ ફીટનેસ પાર્ક બનાવીને યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાનને ડેડીકેટેડ કરવાનો નિર્ણય કર્યો છે.સાંકળચંદ યુનિવર્સિટીમાં યોજાનાર યોગ દિવસની ઉજવણી દરમિયાન જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને સામાજિક અગ્રણી સોમાભાઇ મોદીના હસ્તે ફીટનેસ પાર્કનું ઉદ્ઘાટન કરાયું હતું
૨૧ જૂન, ૨૦૧૮ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના અનુસંધાને શિક્ષણનગરી વિસનગર ખાતેસાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદના ખ્યાતનામ યોગગુરુ શાસ્ત્રીશ્રી રત્નાકર પાઠકે યોગનું પ્રશિક્ષણ આપ્યું હતું. યોગપ્રશિક્ષણમાં યોગગુરુએ વિવિધ આસનો કરાવી કાર્યક્રમમાં હાજર રહેલ દરેકને તેના લાભા-લાભથી માહિતગાર કરવામાંઆવ્યા હતા.આ પ્રસંગેયુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, મંડળના ટ્રસ્ટીશ્રીઓ, પ્રોવોસ્ટશ્રી પ્રો. (ડૉ.) વી.કે.શ્રીવાસ્તવ, રજીસ્ટારશ્રી ડૉ. પરિમલ ત્રિવેદી તેમજ દરેક કોલેજના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ હાજરી આપી યોગ દિવસને સફળ બનાવવા માટે ભાગ લીધેલ.
સમગ્ર હિન્દુસ્તાનમાંસૌ પ્રથમ આ પ્રકારનો ફિટનેસ પાર્ક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશ્વયોગ દિવસ નિમિત્તે સમર્પિત કરવાની પહેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. વિશ્વયોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સોમાભાઈ મોદીના વરદ્દહસ્તે તેમજ મહેસાણા જીલ્લાના કલેકટર એચ.કે.પટેલની ઉપસ્થિતિમાં “જીઁેં ફિટનેસ પાર્ક” ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ આમંત્રિત મહેમાનશ્રીઓએ જીઁેં ફિટનેસ પાર્કની મુલાકાત લઇ પાર્કના વિવિધ વિભાગોની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે અતિથિ વિશેષ સોમાભાઈ મોદીએ જણાવેલ કે પ્રધાનમંત્રીશ્રીના આચરણમાંથી પ્રેરણા લઈ દેશના દરેક નાગરિકને પોતાના સ્વાસ્થ પ્રત્યેજાગૃતથવું જોઈએ. મહેસાણા જીલ્લાના કલેકટર એચ.કે.પટેલે યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલની આ પહેલને બિરદાવી હતી અને આ પ્રકારના ફિટનેસ પાર્ક ગુજરાત રાજ્ય તેમજ દેશમાં પણ બને તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવેલ કે આ પ્રકારનો સૌ પ્રથમ ફિટનેસ પાર્ક સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે ફક્ત પ દિવસમાં તૈયાર કરી વિશ્વ યોગ દિવસે ભારત દેશના ગૌરવવંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સમર્પિતકરવાનો શ્રેય સર્વ પ્રથમ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને મળેલ છે. તે બદલગૌરવની લાગણી વ્યક્ત કરીછે. યુવાનો મોદી સાહેબમાંથી પ્રેરણા લઈ સ્વાસ્થ પ્રત્યે જાગૃત થાય તેમજ દેશના નાગરિકોને જાગૃત કરે, વધુમાં તેઓએ વિસનગર તેમજ મહેસાણા જીલ્લાના તમામ નાગરિકોને આ ફિટનેસ પાર્કનો વિના મુલ્યે લાભ લેવા જણાવેલ હતું. આ ફિટનેસ પાર્કથી યુનિવર્સિટીમાં આવેલ નૂતન કોલેજ ઓફ ફિઝીયોથેરાપીમાં આવતા દર્દીઓને પણ તેનો લાભ મળી રહેશે. આ સમગ્ર કાર્યકમનું સફળ આયોજન યુનિવર્સીટીના પ્રોવોસ્ટશ્રીપ્રો.(ડૉ.) વી.કે.શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.