ભાજપ પાસે ગજબનું ચોર મશીન હોવાથી
કુંવરજીને ચાર કલાકમાંજ મંત્રી પદ મળ્યુ-હાર્દિક પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ કેસમાં ગત બુધવારે પાસના નેતા હાર્દિક પટેલ સહિત ૧૦ આરોપીઓ કોર્ટની મુદતે હાજર રહયા હતા જયારે સાત આરોપીઓનો કોર્ટમાં રિપોર્ટ રજુ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલના વકીલશ્રીએ હાર્દિક પટેલ નિર્દોષ હોવાના પુરાવા સાથે કોર્ટે સમક્ષ લેખિત અને મૌખિક દલીલો કરી હતી. આ કેસમાં આગામી તા.રપ-૭ના રોજની મુદતે કોર્ટ જજમેન્ટ આપે તેવી શક્યતાઓ છે. કોર્ટની બહાર નિકળતા હાર્દિક પટેલે કુંવરજી બાવળીયાના પક્ષ પલટતા મુદ્દે કટાક્ષ કરતા કહ્યુ હતુ કે ભાજપ પાસે ગજબનું ચોર મશીન છે કે જેના લીધો કુંવરજીને માત્ર ચાર કલાકમાં મંત્રી પદ મળ્યુ છે.
વિસનગર ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ કેસમાં ગત બુધવારે ૧૭ આરોપીઓ પૈકી પાસના આગેવાન હાર્દિક પટેલ સહિત ૧૦ આરોપીઓ કોર્ટની મુદતે હાજર રહ્યા હતા. જયારે સાત આરોપીઓનો તેમના બચાવ પક્ષની વકીલ મારફતે રજાનો રિપોર્ટ રજુ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલના વકીલશ્રીએ હાર્દિક પટેલ નિર્દોષ હોવાના પુરાવા સાથે કોર્ટ સમક્ષ લેખિત અને મૌખિક દલીલો કરી હતી. કોર્ટ દલીલો સાંભળ્યા બાદ આગામી તા.રપ-૭-ના રોજ આરોપીઓને હાજર રહેવા મુદત આપી છે. અને આગામી મુદતે કોર્ટે કેસનું જજમેન્ટ આપે તેવી શક્યતાઓ છે. કોર્ટની બહાર નિકળતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાના મુદ્દે કટાક્ષમાં કહ્યુ હતુ કે ભાજપમાં જે લોકો સાત ટર્મથી ચુંટણી લડી રહ્યા છે. તેમને કંઈપણ મળતુ નથી. જયારે કુંવરજીને ભાજપમાં જોડાયા બાદ ચાર કલાકમાં જ મંત્રીપદ મળી જાય તેવું ભાજપ સિવાય બીજા કોઈ પાસે આવુ ચોર મશીન ના હોઈ શકે ? અત્યારે ભાજપમાં જોડાતા લોકો દુધના ધોયેલા બની જાય છે. જયારે અમે અઢી વર્ષથી ન્યાય માટે લડત ચલાવી રહ્યા છીએ તો અમને આજદીન સુધી ન્યાય મળતો નથી. તેવો પ્રશ્ન કર્યો હતો. આ સાથે હાર્દિક પટેલે આગામી છ મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચુંટણી આવશે તેવો અણસાર આપ્યો હતો.
↧
ભાજપ પાસે ગજબનું ચોર મશીન હોવાથી –કુંવરજીને ચાર કલાકમાંજ મંત્રી પદ મળ્યુ-હાર્દિક પટેલ
↧