છેલ્લા રપ વર્ષથી સામાજિક ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન બદલ ખેરાલુના
મુકેશભાઈ દેસાઈને દિલ્હી ખાતે ભારત જ્યોતિ એવોર્ડ એનાયત
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
દિલ્હી ખાતે ઈન્ડીયા ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ સોસાયટી દ્વારા સમગ્ર ભારત દેશમાં વિવિધ ક્ષેત્રની કામગીરી કરતા જેવા કે શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સ્વચ્છતા ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે લોકોના અભિપ્રાયો મેળવી દર વર્ષે ભારત જ્યોતિ એવોર્ડ આપવામા આવે છે જેમાં જુદા જુદા રાજયોની લોકોની પસંદગીમાં ગુજરાત રાજ્યમાંથી ત્રણ આગેવાનોની પસંદગી કરી હતી જેમા આણંદ, બારડોલી અને ખેરાલુ નાગરિક બેંકના પુર્વ ચેરમેન મુકેશભાઈ દેસાઈને એવોર્ડ અને શિલ્ડ એનાયત કરાયુ હતુ. દર વર્ષે એક વખત વિવિધ રાજ્યના આગેવાનોની કાર્યક્ષમતા ચકાસી તેનો સર્વે કરી એવોર્ડ અપાય છે.
તાજેતરમાં ૩૦-૮-ર૦૧૮ના રોજ દિલ્હી ખાતે ઈન્ડીયા ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ સોસાયટી દ્વારા ભારતજ્યોતિ એવોર્ડ અને શિલ્ડ મુકેશભાઈ દેસાઈને આપવામા આવ્યો હતો. આ એવોર્ડ છતીસગઢ અને ત્રિપુરાના પુર્વ ગવર્નર એમ.કે.શેઠ, હીમાચલ પ્રદેશના મીનીસ્ટર રાધેશ્યામજી, ત્રિપુરાના પુર્વ ગવર્નર એચ.કે.દાસ, વનસ્થલી વિદ્યાપીઠ રાજસ્થાનના કુલપતી મી.શાસ્ત્રી તામિલનાડુ યુનિવર્સિટીના કુલપતી તથા મેજર જનરલ વેદપ્રકાશજીના હસ્તે મુકેશભાઈ દેસાઈને ભારત જ્યોતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુકેશભાઈ દેસાઈને સામાજિક ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન બદલ આ એવોર્ડ એનાયત થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચુંટણીમાં ખેરાલુ શહેરની ૧૦૮નું બિરુદ પામેલા મુકેશભાઈ દેસાઈને કોંગ્રેસ કરતા પણ વધુ ૩૮૪પર મત મળ્યા હતા. લોકોએ મુકેશભાઈ દેસાઈની રાત દિવસની કામગીરી જોઈને મત આપ્યા હતા. અપક્ષ તરીકે લોકોએ મુકેશભાઈ દેસાઈને મોટા પ્રમાણમાં સમર્થન માત્રને માત્ર તેમની લોક ઉપયોગી કામગીરી જોઈને મત આપ્યા હતા. અનેક લોકોને ઉપયોગી થનાર ખેરાલુની ૧૦૮ મુકેશભાઈ દેસાઈને સાચા અર્થમાં ભારત જ્યોતિ એવોર્ડ એનાયત કર્યો છે. ખેરાલુ તાલુકામાં આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હોવાથી ખેરાલુ શહેરનું ગૌરવ કહેવાય.
↧
છેલ્લા રપ વર્ષથી સામાજિક ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન બદલ ખેરાલુના મુકેશભાઈ દેસાઈને દિલ્હી ખાતે ભારત જ્યોતિ એવોર્ડ એનાયત
↧