ધરોઈ પાસેની ટેન્ટ સીટીમાં અસંખ્ય લોકોએ કુદરતી સૌંદર્ય માણ્યુ
અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે આકાર પામી રહેલ સેફ્રોન હિલ્સ વિલા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરથી ૫૫ કિમી દુર ધરોઈ પાસે અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે માઉન્ટ આબુ કે કોઈ હિલ સ્ટેશનને ભુલાવી દે તેવુ કુદરતી સૌંદર્યથી ભરપુર એવુ સ્થળ આવેલુ છે. જ્યાં ગાંધીનગરના બીલ્ડર દ્વારા ટેન્ટ સીટીનુ આયોજન કરતા મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ પંથકના અસંખ્ય લોકોએ તેનો લાભ લીધો હતો. ટેન્ટ સીટીની મુલાકાત બાદ આટલુ નજીક પ્રાકૃતિક સ્થળ જોઈ લોકો આવાક બની ગયા હતા. જ્યાં બીલ્ડર દ્વારા વિકેન્ડ હાઉસ બનાવવામાં આવી રહ્યો હોઈ તેના બુકીંગમાં પણ લોકોએ રસ દાખવ્યો હતો. કેટલાક મીત્રો અને સબંધીઓએ પાંચ-છ નું ગૃપ બનાવીને પણ કુદરતી સૌંદર્યની મજા માણી શકાય તે માટે ઈન્વેસ્ટમેન્ટ કરવાનુ આયોજન કર્યુ છે.
વિસનગરથી લગભગ ૫૫ કિ.મી. દુર ધરોઈ ડેમ પાસે ધરોઈ વડાલી રોડ ઉપર જી.ઈ.બી. સબ સ્ટેશન સામે, ગાંધીનગરમાં છેલ્લા છ વર્ષથી કેસર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે બીલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા જયદિપસિંહ બી.વાઘેલા દ્વારા સેફ્રોન હિલ્સ વિલાના નામે વિકેન્ડ હાઉસની સ્કીમ મુકવામાં આવી છે. અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે અદ્ભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા ૫૩૯ વિઘામાં હિલ્સ વિલા ઉપરાંત, વૉટર પાર્ક, એડવેન્ચર પાર્ક, ફાઈવ સ્ટાર રીસોર્ટ, સ્નો પાર્ક, ક્લબ હાઉસ તથા વીડીંગ ડેસ્ટીનેશન જેવા સાત પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે. મહેસાણા જીલ્લાના લોકોએ માઉન્ટ આબુ સાપુતારા તથા બીજા હિલ સ્ટેશનોની અવારનવાર મુલાકાત લીધી હશે. પરંતુ જીલ્લામાં આવેલ કુદરતી સૌંદર્યથી ભરપુર આ વિસ્તારની ક્યારેય મુલાકાત લીધી નહી હોય.
જીલ્લાના લોકો તેમના વિસ્તારમાં આવેલ પ્રાકૃતિક સ્થળની મુલાકાત લે અને હિલ સ્ટેશનનો અનુભવ કરે તે માટે બીલ્ડર દ્વારા દિવાળી બાદ તા.૧૧-૧૧-૨૦૧૮ થી ૩૦-૧૧-૨૦૧૮ સુધી ટેન્ટ સીટીનુ આયોજન કર્યુ હતુ. જે સગવડ વિનામુલ્યે હતી. જીલ્લાના ઘણા લોકો ટેન્ટ સીટીની મુલાકાત લઈ તેમાં હોર્સ રાઈડીંગ, ટ્રેકીંગ ટેન્ટમાં રાત્રી રોકાણ, ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે, રાજસ્થાની નૃત્ય તથા સ્વાદિષ્ટ ભોજનની વિગેરે સગવડોનો લાભ લીધો હતો. બીલ્ડર દ્વારા હિલ્સ વિલામાં ૧૧૯ વીકેન્ડ હાઉસ મુક્યા હતા. ત્યારે ટેન્ટ સીટીની મુલાકાત લઈ નજીકમા કુદરતી સૌંદર્ય નિહાળી આવાક બનેલા પ્રકૃતિ પ્રેમીઓએ લગભગ ૬૦ જેટલા વિકેન્ડ હાઉસ બુકીંગ કરાવ્યા હતા. જેમાં વિસનગરમાંથીજ ૧૮ વિકેન્ડ હાઉસ બુકીંગ થયાનુ બીલ્ડરે જણાવ્યુ હતુ. કેટલાક મિત્રમંડળો તથા સગા સબંધીઓએ તો પાંચ કે છનુ ગૃપ બનાવી વિકેન્ડ હાઉસમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનુ પણ આયોજન કર્યુ છે. સનરાઈઝ, સનસેટ તથા દરિયા જેવો વિશાળ ધરોઈ ડેમનો પટ જોયા બાદ વારંવાર આ સ્થળની મુલાકાત લેવાનુ મન થાય તેવો અદ્ભૂત કુદરતી સ્થળની મુલાકાત કોઈ હિલ સ્ટેશનને પણ ભુલાવી દે તેવી છે. મહત્વની વાત તો એ છેકે આ હિલ્સ વિલાથી લગભગ પાંચ કિ.મી. દુર આવેલ બે પર્વત ઉપર કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૨૭૦૦ કરોડના ખર્ચે સંત નગરી નિર્માણ કરવાનુ આયોજન કર્યુ છે. જેની વિગતો યુ ટ્યુબ ઉપર SANT NAGARI-HINDI સર્ચ કરવાથી મળી રહેશે. જ્યારે હિલ્સ વિલાથી બે કિ.મી. દુર રાજ્ય સરકાર સી-એરપોર્ટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. જ્યાંથી અમદાવાદ – સરદાર સરોવર, તાપી પ્લેન દ્વારા જઈ શકાશે. આ વિસ્તારનો થઈ રહેલ વિકાસ જોઈ સેફ્રોન હિલ્સ વિલામાં કરેલ રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક રહેશે તેવુ બીલ્ડરનુ કહેવુ છે. ટેન્ટ સીટી અને સેફ્રોન વિલાની પુછપરછ માટે મો.નં.૭૪૩૪૮ ૨૫૫૫૦ તથા ૭૪૩૪૮૨૫૫૫૬ ઉપર સંપર્ક કરી શકાશે.