Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વૉટર બાઉઝર કેમ રીપેરીંગ કરવામાં આવતુ નથી?

$
0
0

વિસનગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે વિકાસ થાય છે ત્યારે

વૉટર બાઉઝર કેમ રીપેરીંગ કરવામાં આવતુ નથી?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર અને તાલુકામાં આગના બનાવોમાં વોટર બાઉઝરની વારંવાર જરૂરીયાત ઉભી થાય છે. પાલિકા પાસે મોટુ વોટર બાઉઝર ન હોવાથી આસપાસની પાલિકાઓ પાસે ફાયર ફાયટરની અપેક્ષા રાખવી પડે છે. આંદોલનના તોફાનોમાં નુકશાન પામેલ વોટર બાઉઝર ફાયર સ્ટેશનમાં પડ્યુ છે. જેના રીપેરીંગનો એસ્ટીમેટ રૂા.૧૨ થી ૧૩ લાખ જેટલો થાય તેમ છે. ત્યારે પાલિકા જો કરોડોના ખર્ચે વિકાસ કામ કરી શકતી હોય તો શહેરના લોકોની જાનમાલનુ અને માલ મિલ્કતની રક્ષા માટે વોટર બાઉઝર કેમ રીપેરીંગ કરવામાં આવતુ નથી તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
વિસનગરમાં કડા રોડ ઉપર આવેલ જીનીંગ ફેક્ટરી, સાંકડીશેરીમાં આવેલ મકાન ત્યારબાદ ગંજબજારમાં આવેલ ન્યુ કેપીટલ ટી ડેપોમાં ભારે આગ લાગવાના કારણે મોટા વોટર બાઉઝરની જરૂરીયાત ઉભી થઈ હતી. વિસનગર પાલિકાના ફાયર સ્ટેશનમાં મોટુ વોટર બાઉઝર હોત તો તે આગ હોલવવા ત્વરીત કામે લાગી ગયુ હોત અને મોટુ નુકશાન થતા બચાવી શકાયુ હોત. પરંતુ અનામત આંદોલનમાં પાલિકાના વોટર બાઉઝરને આગ લગાવવામાં આવતા ભારે નુકશાન થતા આ વોટર બાઉઝર અત્યારે પાલિકાના ફાયર સ્ટેશનમાં ભંગાર હાલતમાં પડ્યુ છે.
ગઠબંધનના શાસનમાં પ્રજ્ઞાબેન પટેલ જ્યારે પ્રમુખ સ્થાને બેઠા ત્યારે તેમણે રૂા.૩૦ થી ૩૫ લાખની કિંમતનુ ભંગાર હાલતમાં પડેલુ વોટર બાઉઝર રીપેરીંગ કરવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. પ્રજ્ઞાબેન પટેલ તથા પાલિકા સભ્ય પી.સી.પટેલ બન્ને અમદાવાદ જઈ વોટર બાઉઝર રીપેરીંગ કરવા માટે કંપનીનો સંપર્ક કર્યો હતો. ત્યારે વોટર બાઉઝર રીપેરીંગનો એસ્ટીમેટ રૂા.૧૨ થી ૧૩ લાખ આવ્યો હતો. વોટર બાઉઝર રીપેરીંગ માટેની કાર્યવાહી થાય તે પહેલા પ્રજ્ઞાબેન પટેલનો પ્રમુખકાળ પુર્ણ થયો હતો.
અત્યારે વિસનગર પાલિકા દ્વારા વિકાસ કામ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વોટર બાઉઝર રીપેરીંગ કરવા માટે કેમ વિચાર કરવામાં આવતો નથી? સરકાર નવુ વોટર બાઉઝર આપતી નથી. આગ હોનારતમાં આસપાસની પાલિકાના ફાયર ફાયટર ઉપર મદાર રાખવો પડે છે. અન્ય પાલિકાના વોટર બાઉઝર આવતા એકાદ કલાકનો સમય થાય છે. ત્યારે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, ચીફ ઓફીસર સંજયભાઈ પટેલે તથા પાલિકાના અન્ય સભ્યોએ વોટર બાઉઝર ત્વરીત રીપેરીંગ થાય તે માટે સત્વરે ફરતો ઠરાવ કરી કાર્યવાહી કરવી જોઈએ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles