વિસનગર તળ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજીત
પ્રહલાદભાઈ ગોસાની શોકસભામાં આગેવાનોની શબ્દોરૂપી શ્રધ્ધાંજલી
ઈજ્જતનું કફન ઓઢી જેને આ ફાની દુનિયા છોડી તેવા બાહોશ અને નિડર વ્યક્તિત્વ ધરાવતા પ્રહલાદભાઈ ગોસા જેવા વ્યક્તિ ક્યારેય નહી મળે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તળ કડવા પાટીદાર સમાજના બાહોશ અને આખાબોલા આગેવાન તથા પુર્વ ધારાસભ્ય અને વિસનગર માર્કેટયાર્ડના પુર્વ ચેરમેન પ્રહેલાદભાઈ મોહનલાલ પટેલ (ગોસા) નું તા.૩-૦૩-૨૦૧૯ ના રોજ ૬૨ વર્ષે અકલ્પનીય અવસાન થતા ગત શુક્રવારે વિસનગર તળ કડવા પાટીદાર સમાજ દ્વારા સાંજે ૪-૦૦ થી ૬-૦૦ વાગ્યા સુધી કડા રોડ ઉપર આવેલ તળ સમાજના સંકુલમાં પ્રાર્થના તથા તેમનો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તળ કડવા પાટીદાર સમાજ, બાવીસી કડવા પાટીદાર સમાજ, સાતસો ગામ કડવા પાટીદાર સમાજ સહિત દરેક સમાજના લોકોએ હાજર રહી પ્રહેલાદભાઈ ગોસાને શ્રધ્ધાજલિ આપી હતી. જેમાં પ્રહેલાદભાઈ ગોસા સાથે પડછાયાની જેમ રહેતા અને તેમની સાથે વર્ષો સુધી રાજકીય રીતે કામ કરી ચુકેલા તમામ આગેવાનોએ રાજકીય અને સામાજીક ક્ષેત્રે પ્રહેલાદભાઈએ નિસ્વાર્થભાવે તેમના જીવનમાં કરેલા કાર્યોને યાદ કરી પ્રહેલાદભાઈ જેવા બાહોશ અને નિખાલશ આગેવાનની ચિર વિદાયની ખોટ શહેર તાલુકામાં ક્યારેય નહી પુરાય તેવું દુઃખ વ્યક્ત કર્યુ હતું. અને તળ કડવા પાટીદાર સમાજના સેવાના કામો પુર્ણ કરી તેમની યાદો તાજી રાખવાની લાગણી વ્યક્ત કરી હતી.
આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં તળ સમાજના પુર્વ પ્રમુખ ચંદુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે પ્રહેલાદભાઈ ગોસાના અવસાનથી સમાજમાં ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. પ્રહેલાદભાઈએ છેલ્લા ૨૫ વર્ષથી સમાજના સમુહલગ્નો માટે પોતાનુ યોગદાન આપ્યુ છે. જ્યારે પુર્વ સાંસદ પુંજાજી ઠાકોરે જણાવ્યું હતુ કે પ્રહેલાદભાઈ ગોસા રાજકારણી ન હતા. આ તો પ્રદેશ ભાજપમાંથી અમને સારા પટેલ આગેવાનને ભાજપમાં લાવવાની જવાબદારી સોંપતા અમે તેમને રાજકારણમાં લાવ્યા હતા. પ્રહેલાદભાઈ તળ કડવા પાટીદાર સમાજના જ નહી પણ દેશના સૌથી મોટા ભાજપ પક્ષના એક બાહોશ સૈનિક હતા. આમ તળ કડવા પાટીદારની જેમ ભાજપે એક નિડર અને નિખાલશ આગેવાન ગુમાવ્યા છે. જ્યારે તિરૂપતી સર્જનના બિલ્ડર નટુભાઈ પટેલે જણાવ્યુ હતું કે આખા ઉત્તર ગુજરાતમાં પ્રહેલાદભાઈ જેવા બાહોશ વિરપુરૂષનો જોટો ક્યારેય જોવા ન મળે, તેવો માણસ વિસનગર તાલુકાએ ગુમાવ્યો છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન તુ પ્રહેલાદભાઈના ઘરમાં બીજા પ્રહેલાદભાઈનો જન્મ આપ અથવા તળ કડવા પાટીદાર સમાજના ભાઈઓને પ્રહેલાદભાઈ જેવી શક્તિ આપ. જ્યારે તળ સમાજના અગ્રણી અને એસ.કે. યુનિવર્સિટીની ચેરમેન પ્રકાશભાઈ પટેલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે પ્રહેલાદકાકાએ સમગ્ર વિસનગર તાલુકા અને તળ કડવા પાટીદાર સમાજના વિકાસ માટે અવિરત પ્રયત્નો કર્યા છે. જેઓ છેલ્લા ઘણા સમયથી તળ સમાજના ઉત્થાન માટે સતત ચિંતીત હતા. તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં સમાજના વિકાસ માટે પ્રયત્નશીલ હતા. પ્રહેલાદકાકાએ પોતાના દિકરા- દિકરીના લગ્ન હોય તેવી રીતે તળ સમાજના સમુહલગ્નમાં મહેનત કરી વિસનગર તાલુકામાં સૌથી યાદગાર સમુહલગ્ન કરાવી તળ કડવા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યુ છે. તળ સમાજને સંગઠીત રાખી શકે તેવા આપણે આગેવાન ગુમાવ્યા છે. ત્યારે આપણા સમાજે સંગઠીત બની સમાજ માટે તેમના અધુરા કામો પુરા કરી તેમને સાચી શ્રધ્ધાજલિ આપવી જોઈએ. જ્યારે ગોવિંદ ચકલાના પ્રમુખ રાજુભાઈ પટેલ (આર.કે)જણાવ્યુ હતું કે પ્રહેલાદભાઈએ તેમના દસ વર્ષના ધારાસભ્ય કાળમાં વિસનગર તાલુકામાં એવા વિકાસકામો કર્યા છે કે તાલુકાના દરેક સમાજના નાના મોટા લોકો આજે પણ તેમને યાદ કરે છે. જેઓ કોઈપણ અધિકારીને પણ સીધો ફોન કરીને પ્રજાના કામો કરાવતા હતા. આવા બાહોશ અને સમાજસેવક વ્યક્તિની ચિર વિદાયથી તળ સમાજ અને વિસનગર તાલુકાને મોટી ખોટ પડી છે. સાતસો સમાજના પ્રમુખ કિર્તીભાઈ પટેલ (કલાનિકેતન)ને જણાવ્યુ હતુ કે પ્રહેલાદભાઈ પટેલ માત્ર તળ કડવા પાટીદાર સમાજના જ નહિ પણ સમગ્ર વિસનગર તાલુકાના તમામ સમાજના સેવક હતા. પ્રહેલાદભાઈ સાથે મારો છેલ્લા ૧૫ વર્ષથી સામાજીક અને રાજકીય રીતે નિકટનો સંબંધ હતો. પ્રહેલાદભાઈ પાટીદાર સમાજના સાચા અને આખાબોલા વ્યક્તિ હતા. જેઓ પાટીદાર સમાજમાં ગૃહ ઉદ્યોગ સ્થાપી સમાજની બહેનોને પગભર બનાવવા માંગતા હતા. જ્યારે રામદેવપીર મંદિરના મહંત પ.પુ. શંકરનાથજી બાપુએ પ્રહેલાદભાઈ ગોસાને ભાવભરી શ્રધ્ધાંજલિ આપી તેમના બાકીના સમાજસેવાના કાર્યો સંગઠીત બની આગળ ધપાવવા સમાજના આગેવાનોને સલાહ આપી હતી. જ્યારે જી.ડી.હાઈસ્કુલના પુર્વ આચાર્ય ડી.એમ.પટેલે જણાવ્યુ હતું કે પ્રહેલાદભાઈ ગોસાના અવસાનથી આપણે આપણા કોઈ નજીકના સ્વજન ગુમાવ્યા હોય તેવી વેદના થાય છે. પ્રહેલાદભાઈની મર્દાનગી અને હિંમત વિસનગર તાલુકાના તમામ લોકોએ જોઈ છે. પ્રહેલાદભાઈએ રાજકારણમાં રહીને પોતાની સત્તા અને પદનો ઉપયોગ દરેક સમાજના નાના માં નાના લોકો માટે કામો કર્યા છે. પ્રહેલાદભાઈ જેવા કામો વર્તમાન કોઈ ધારાસભ્યએ કર્યા નથી. ભાજપના વિકાસમાં મોટુ યોગદાન હતુ. જેમાં વર્ષ ૨૦૦૧ માં વિસનગરની જી.ડી.હાઈસ્કુલની પડતી શરૂ થઈ હતી ત્યારે તેઓ મને ગોઝારીયાથી પોતાની સહયોગ આપવાની ખાત્રી સાથે ૧૦૦ વર્ષ જૂની જી.ડી.હાઈસ્કુલમાં આચાર્ય પદે લાવ્યા હતા. અને તેમને પોતાના દશ વર્ષના ધારાસભ્યના સાશનમાં મારી પડખે રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવી જી.ડી.હાઈસ્કુલનો વિકાસ કરાવ્યો હતો. પ્રહેલાદભાઈ ગોસાએ પોતાની જાતને ઘસી સળગાવી બીજાને સુવાસ આપી છે.ત્યારે પ્રહેલાદભાઈ જેવા બાહોશ નિડર વ્યક્તિની ચિર વિદાયથી તેમના અધુરા કામો પુરા કરવા માટે તળ સમાજના આગેવાન પ્રકાશભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, મણીભાઈ પટેલ જેવા આગેવાનોએ સમાજની જવાબદારી ઉપાડવી પડશે. જ્યારે એમ.એન.કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ એમ.આઈ.પટેલે જણાવ્યું હતું કે, જીવનમાં કેટલુ જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. આમ તો રાજકારણ અને નિખાલસ ક્યારેય ભેગુ થતુ નથી. રાજકારણમાં ક્યારેય નિખાલસતા હોતી નથી. પરંતુ પ્રહલાદભાઈમાં રાજકારણ અને નિલાખસતા બન્ને હતી. જે રાજકારણમાં અપવાદરૂપ કહેવાય. જ્યારે ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગોરધનભાઈ પટેલે જણાવ્યુ હતું કે પ્રહલાદભાઈ ગોસા કોઈ એક પક્ષના વડા સાથે બંધાયેલા નહતા. તે ભાજપના કાર્યકર હોવા છતાં દરેક પક્ષના લોકોના કામો કરતા હતા. જ્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરીએ ગળગળા થઈ જણાવ્યુ હતું કે, જ્યારે મારા પિતાજી વર્ષો પહેલા પરિવાર સાથે વિસનગર રહેતા હતા તે વિજયપરામાં રહેવા આવ્યા હતા. ત્યારે અમે અને પ્રહલાદભાઈ સાથે ક્રિકેટ અને લખોટીઓ રમતા હતા. રાજકારણનુ પ્રથમ પગથિયુ મને પ્રહલાદભાઈએ ચડાવ્યુ હતુ. તેમના કારણે હું કાંસા એન.એ.વિસ્તારનો સરપંચ બન્યો હતો. પ્રહલાદભાઈ જેવા આખાબોલા, ભોળા અને નાના-મોટા દરેક સમાજને સાથે રાખનારા વિસનગર તાલુકાના નેતા હતા. અગાઉ ધારાસભ્યના કાળમાં પ્રહલાદભાઈએ ગરીબ શ્રમજીવી પરિવારને શેરડીના કોલા મુકાવવા માટે તત્કાલિન પ્રાન્ત અધિકારી આર.કે. બેનીવાલને ખખડાવ્યા હતા. ત્યારે આવા નિખાલસ પ્રતિનિધિ વિસનગર તાલુકાની પ્રજાને ક્યારેય નહી મળે. જ્યારે વિસનગર વેપારી મંડળના પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, પ્રહલાદભાઈ સાથે મને કામ કરવાની તક અને લ્હાવો મળ્યો છે. જેઓ સમાજની બહેનોની બહુ ચિંતા કરતા હતા. ત્યારે આવા નિડર અને નિખાલસ વ્યક્તિને કાયમી જીંવત રાખવા હોય તો તેમના અધુરા કામો પુરા કરવા પડશે અને તેમના પરિવારના દરેક કાર્યમાં દિવાલની જેમ ઉભા રહી મદદરૂપ થવાની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે કમાણાના પૂર્વ ડેલીગેટ અને પ્રહલાદભાઈના નજીકના મિત્ર ગણાતા મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ભોળપણનો પર્યાય એટલે પ્રહલાદભાઈ ગોસા. જેમનો જીવનમાં કીડી, મકોડા અને ભમરાએ ડંખ માર્યો હોય તો પણ પોતાનુ સ્વમાન ગુમાવ્યુ નથી અને પરિવાર કેવી પરિસ્થિતિમાં છે તેની પરવા કર્યા વગર સમાજ અને વિસનગર તાલુકા માટે કામો કર્યા છે. જેમની ખોટ સમાજ અને તાલુકામાં ક્યારેય નહી પુરાય. જ્યારે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ હતુ કે, પ્રહલાદભાઈ એવા વ્યક્તિ હતા કે, તેઓ પોતાનું કામ મુકીને બીજાનું કામ કરતા હતા. જોકે પ્રહલાદભાઈના કડક સ્વભાવના કારણે અમારે તેમનું કોઈ કામ હોય તો તેમની પાસે જતા ડરતા હતા. પરંતુ પ્રહલાદભાઈ અમારા રાજકીય અને સામાજીક સલાહકાર હતા. જ્યારે બચુભાઈ નાયકે જણાવ્યુ હતું કે, પ્રહલાદભાઈ પાટીદાર સમાજનો આખો પટેલ હતો. જેમનુ હૃદય એકદમ શુધ્ધ અને પવિત્ર હતુ. તેઓ કોઈના પ્રત્યે રાગદ્વેષ રાખતા નહતા. નાના સમાજ માટે તેમની સારી લાગણી હતી. જ્યારે પ્રચાર સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટે ભાવુક બની જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં કોઈપણ એવો ધારાસભ્ય નહી હોય કે જેમને ધારાસભ્ય બન્યા પછી પોતાના ઘરના રૂપિયા ગુમાવ્યા હોય. આજે પાલિકા પ્રમુખની પણ એક વર્ષમાં આર્થિક સ્થિતિ સારી થઈ જાય છે. જોકે પ્રહલાદભાઈએ ભાજપને આગળ લાવવા અને કોંગ્રેસને પતાવવા પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે તેમ જણાવી પ્રહલાદભાઈના જુના સંસ્મરણો યાદ કર્યા હતા. જ્યારે પૂર્વ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ પ્રહલાદભાઈના અવસાનના સમાચાર સાંભળી મને ઘણો આઘાત લાગ્યો હતો. કારણકે પ્રહલાદભાઈ મને નાની બેનની જેમ રાખતા હતા. સરકારી કચેરીઓમાં આજેપણ કર્મચારીઓ મને પ્રહલાદભાઈની બહેન તરીકે ઓળખે છે. વધુમાં શકુન્તલાબેને ભાજપના ધારાસભ્યો અને નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતું કે, પ્રહલાદભાઈ જેવા ભાજપના પાયાના કાર્યકરની અંતીમયાત્રામાં માત્ર એક-બે ધારાસભ્યો હાજર રહે તે દુઃખની બાબત કહેવાય. આમ તો ભાજપના ટોચના નેતાઓ અને બીજા ધારાસભ્યો તેમની અંતીમયાત્રા અને શ્રધ્ધાંજલીના કાર્યક્રમમાં હાજર રહેશે તેવી બધાને આશા હતી. જ્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ લાલાભાઈ રબારીએ પ્રહલાદભાઈના શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં જણાવ્યુ હતું કે, પ્રહલાદભાઈ ગોસાના કારણે જ હું વિસનગર નગરપાલિકાનો પ્રમુખ બન્યો હતો. પ્રહલાદભાઈએ મને સપોર્ટ ન કર્યો હોત તો હું ક્યારેય પ્રમુખ ન બન્યો હોત. આમ પ્રહલાદભાઈ તેમની સાથે રહેતા કાર્યકરોને રાજકીય રીતે આગળ લાવવાની લાગણી રાખતા હતા. જ્યારે કોંગ્રેસ અગ્રણી નિમેષભાઈ તાવડાવાળાએ જણાવ્યું હતુ કે, આ શ્રધ્ધાંજલી સભામાં પ્રહલાદભાઈ માટે સાંભળેલા એક-એક શબ્દો ભલભલાના રૂવાડા ખડા કરે તેવા હતા. વિસનગર શહેર અને તાલુકાના લોકો પ્રહલાદભાઈના નિખાલસ રાજકારણને સમજી શક્યા નહતા. પ્રહેલાદભાઈની નસેનસમાં નિખાલસતા હતી. આવા નિખાલસ, આખાબોલા, નિડર વ્યક્તિની ચિર વિદાયથી સમાજ અને તાલુકામાં ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે. કાર્યક્રમના અંતમાં સમાજના યુવા આગેવાન ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટે બાવીસી તળ કડવા પાટીદાર સમાજનો શોક સંદેશો વાંચ્યા બાદ પ્રહલાદભાઈ ગોસાના સમાજ સેવાના અધુરા કામો પુરા કરવાની ખાત્રી આપી હતી અને તેમના સિધ્ધાંતો યાદ રાખી તળ સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે સમાજના અગ્રણી બાબુભાઈ પટેલ(બેન્કર) અને વસંતભાઈ પટેલ(સીએ) સહિતે પ્રહેલાદભાઈ ગોસાને શ્રધ્ધાંજલી આપી તેમના સંસ્મરણો યાદ કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ પ્રહલાદભાઈ ગોસાના પરિવારજનોએ તળ કડવા પાટીદાર સમાજના આયોજકોનો આભાર માન્યો હતો.
રાજકીય અને સામાજીક પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતી વિવિધ તસ્વીરોનુ બેનર લગાવવામાં આવતા પ્રહલાદભાઈનું રાજકીય કદ કેટલુ મોટુ હતુ તે જોઈ શકાતુ હતુ