Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ફાયનાન્સ પેઢીના ભાગીદારીના વિવાદથી છેલ્લા ઘણા સમયથી માનસીક તણાવ અને ભયમાં રહેતા ફાયનાન્સર વિજયભાઈ પટેલની રીવોલ્વોરના ધડાકે આત્મહત્યા

$
0
0

ફાયનાન્સ પેઢીના ભાગીદારીના વિવાદથી છેલ્લા ઘણા સમયથી માનસીક તણાવ અને ભયમાં રહેતા
ફાયનાન્સર વિજયભાઈ પટેલની રીવોલ્વોરના ધડાકે આત્મહત્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિજયભાઈ દાઢીના હુલામણા નામથી ઓળખાતા વિસનગરના આ ફાયનાન્સરે કડા રોડ ઉપર આવેલા તેમના ખેતરમાં પોતાની રીવોલ્વોરથી માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. ભાગીદારી પેઢીના વિવાદને લઈ વિજયભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી માનસીક તણાવ અને ભયમાં હતા. પોલીસે વિદેશી બનાવટની રીવોલ્વોર કબજે કરી, પેનલ ર્ડાક્ટરમાં પી.એમ. કરાવી શંકાસ્પદ સંજોગોમાં થયેલી આત્મહત્યાની તપાસ હાથ ધરી છે. મૃતકના કાકાના નિવેદન આધારે પોલીસે હાલ પૂરતી એડી નોધ કરી છે.
વિસનગરમાં ગોવિંદચકલા ચાર રસ્તા પાસે આવેલ શહેરની જાણીતી ફાયનાન્સ પેઢી આર.કે.ફાયનાન્સનો વિવાદ છેલ્લા એકાદ વર્ષથી ચાલતો હતો. ફાયનાન્સ પેઢીનુ સંચાલન વિજયભાઈ શીવાભાઈ પટેલ કરતા હતા. પરંતુ પેઢીના વિવાદના કારણે છેલ્લા ઘણા સમયથી ઘરે રહેતા હતા. વર્ષોથી દાઢી રાખવાના કારણે વિજયભાઈ દાઢીના હુલામણા નામથી પરીચીત હતા. ફાયનાન્સ પેઢીના ટેન્શનના કારણે વિજયભાઈ પટેલ એકલા ફરતા નહોતા. તેમની સાથે કોઈને કોઈ રહેતુ હતુ. ત્યારે તા.૭-૩-૨૦૧૯ ના રોજ બપોરે લગભગ ૧૨-૩૦ કલાકે પોતાનુ બુલેટ લઈને ઘરેથી એકલા નીકળ્યા હતા. જેઓ કડા રોડ ઉપર ગાયત્રી મીનરલની પાછળ આવેલ તેમના ખેતરમાં ગયા હતા. બપોરે લગભગ એક થી સવા કલાકના સુમારે ખેતરમાં ત્રણ ધડાકા થતા, ખેતરની બાજુની ઓરડીમાં રહેતા શ્રમીકો શેનો અવાજ આવ્યો તે જોવા જતા વિજયભાઈ પટેલ ખેતરના સેઢા ઉપર સરકારી બોરની નજીક લીમડાના ઝાડ પાસે પડેલા હતા. ડાબી સાઈડના માથાના ભાગેથી લોહી નીકળતુ હતુ. આ પરિસ્થિતિ જોઈ ગભરાયેલા શ્રમીકોમાંથી કોઈએ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ના ડ્રાઈવર તથા ર્ડાક્ટર તાત્કાલીક સ્થળ ઉપર પહોચતા વિજયભાઈ પટેલ મૃત હાલતમાં હતા. બનાવની જાણ થતાંજ વિજયભાઈ પટેલના સબંધીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોચી ગયા હતા. સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.આર. ગામેતી, પી.એસ.આઈ.ભૂંગોર તથા સ્ટાફે વિજયભાઈ પટેલે પહેરેલા કપડાના ખીસ્સામાં તપાસ કરતા પેન્ટના ખીસ્સામાંથી રીવોલ્વોરની ખાલી કાર્ટીઝ, રૂમાલ તથા બુલેટની ચાવી મળી આવી હતી. તે સીવાય ખીસ્સામાં કંઈ જોવા મળ્યુ નહોતુ. ડાબી બાજુ કમ્મર તરફ ડાબા હાથ પાસે રીવોલ્વોર પડી હતી. મૃતકને સિવિલ હોસ્પિટલમાં લાવી ર્ડાક્ટરની ડબલ પેનલમાં પી.એમ. કરવામાં આવ્યુ હતુ. મૃતકના કાકા કાન્તીભાઈ કચરાભાઈ પટેલના નિવેદન આધારે પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બનાવ સ્થળ ઉપર ચાલતી ચર્ચા પ્રમાણે વિજયભાઈ પટેલે રીવોલ્વોરથી પ્રથમ બે ધડાકા કરી ત્રીજી ગોળી માથાના ભાગે મારી હતી. વિજયભાઈ પટેલ ગળામાં સોનાનો ભારે દોરો અને હાથમાં સોનાની ભારે વીટીંઓ પહેરવાના શોખીન હતા. પરંતુ બનાવના દિવસે ઘરેથી નીકળ્યા તે વખતે સોનાનો દોરો અને વીંટીઓ ઉતારીને નીકળ્યા હતા. વિજયભાઈ પટેલના પિતા સમાજમાં મોભાનુ સ્થાન ધરાવતા પટેલ શીવરામભાઈ ફોજદારે ઝેરી દવા પિતા તા.૨૨-૧૧-૨૦૧૮ ને ગુરુવારના દિવસેજ આત્મહત્યા કરી તે જોગાનુ જોગ કહી શકાય. વિજયભાઈ પટેલના પુત્ર કર્ણ પટેલના લગ્ન તા.૨૨-૨-૨૦૧૯ ના રોજ થયા હતા. તા.૨૩-૨ ના રોજ રીશેપ્સન હતુ. વિજયભાઈ પટેલ કોઈ અગમ્ય કારણોસર ભયમાં હોવાથી પુત્રના લગ્નપ્રસંગે પોલીસ બંદોબસ્ત માગ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે લગ્નપ્રસંગ યોજ્યો હતો. વિસનગરના આ યુવાન ફાયનાન્સરે માથામાં ગોળી મારી આત્મહત્યા કરતા અનેક રહસ્યો સર્જાયા છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles