Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વિસનગરમાં નોટરીના સિક્કાનો દુર ઉપયોગ થતો હોવાની ચર્ચા

$
0
0

વિસનગરમાં નોટરીના સિક્કાનો દુર ઉપયોગ થતો હોવાની ચર્ચા
સ્ટેમ્પ વેન્ડરો નોટરીના સિક્કાનો ઉપયોગ કરી પોતાની સહીથી સોગંધનામુ અને ટ્રુ કોપી કરી તંત્રની આંખમાં ધૂળ નાખી રહ્યા હોવાની ચર્ચા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનના સંકુલમાં ઈ-ધરા કેન્દ્ર પાસે બેસતા સરકાર માન્ય સ્ટેમ્પ વેન્ડરોમાં એક સ્ટેમ્પ વેન્ડર સંકુલની બહાર એક ઓફીસમાં બેસતા ભારત સરકાર માન્ય નોટરીના સિક્કાનો ઉપયોગ કરી પોતાની સહીથી દસ્તાવેજી પુરાવામાં ટ્રુ-કોપી અને નોટરી કરી તંત્રની આંખમાં ધુળ નાખતા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યુ છે. ત્યારે સરકારી સંકુલમાં બેસી જાહેરમાં તંત્રની આંખમાં ધૂળ નાખતા આ સ્ટેમ્પ વેન્ડર સામે મામલતદાર અને પ્રાન્ત અધિકારી કાર્યવાહી કરશે ખરા? જોકે વિસનગર શહેરમાં આવા કેટલાય નોટરીના સિક્કાનો દુર ઉપયોગ થતો હોવાનુ પણ ચર્ચાય છે. તંત્રએ તેમની સામે પણ પગલા લેવા જોઈએ.
સરકારી કચેરીઓમાં કોઈપણ વ્યક્તિ પોતાના ફાયદા માટે દસ્તાવેજી પુરાવામાં ખોટી સહી કે ચેડા કરે તો વહીવટી તંત્ર દ્વારા તેના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. કેટલાક ગંભીર પ્રકારના કેસમાં પોલીસ કેસ કે કોર્ટમાં ફરિયાદ પણ નોધાય છે. વિસનગર તાલુકા સેવાસદનમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરી, સીટી સર્વે કચેરી, પુરવઠા વિભાગ, જનસેવા કેન્દ્ર, ઈ-ધરા કેન્દ્ર, મહેસુલ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, તથા પ્રાન્ત કચેરીના વિવિધ વિભાગોમાં રજુ કરવામાં આવતા દસ્તાવેજી પુરાવાઓમાં નોટરી સમક્ષ સોગંદનામુ અને ગેજેટેડ ઓફીસર સમકક્ષના હસ્તે ટ્રુ-કોપી કરેલા કાગળો જરૂરી હોય છે. જેમાં સરકારની વિધવા સહાય, વૃધ્ધ સહાય, જાતિનો દાખલો, નોન ક્રિમીલેયર સર્ટિફીકેટ, રેશનકાર્ડની લગતી કામગીરી તથા જમીનને લગતા કેસોમાં અરજદારોને સ્ટેમ્પ ઉપર લખાણ કરાવી સરકાર માન્ય નોટરી પાસે સહી સિક્કા અને ઝેરોક્ષમાં ટ્રુ-કોપી કરાવેલ જરૂરી કાગળો પુરાવા તરીકે રજુ કરવાના હોય છે. અત્યારે રાજ્યની દરેક મામલતદાર કચેરીના સંકુલમાં ટાઈપ રાઈટરો અને સ્ટેમ્પ વેન્ડરો બેસે છે. જેમાં વિસનગર તાલુકા સેવાસદનના સંકુલમાં ઈ-ધરા કેન્દ્ર પાસે સરકાર માન્ય સ્ટેમ્પ વેન્ડરો અને ટાઈપ રાઈટરો ઘણા વર્ષોથી બેસે છે. જેઓ પોતાની પાસે આવતા અરજદારોનું સંતોષકારક કામ કરીને તેમની પાસેથી વ્યાજબી ફી વસુલતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી તાલુકા સેવાસદનમાં બેસતા સરકાર માન્ય સ્ટેમ્પ વેન્ડર ઝડપી રૂપિયા કમાવવાની લ્હાયમાં પોતાની પાસે નોટરી કરવાની કોઈ સત્તા ન હોવા છતાં બીજા નોટરીના સિક્કાનો ઉપયોગ કરી પોતાની સહીથી સ્ટેમ્પ ઉપર નોટરી અને ઝેરોક્ષ ઉપર ટ્રુ-કોપી કરી અરજદારો પાસેથી ઉઘાડી લુંટ ચલાવી રહ્યા હોવાનું ચર્ચાય છે. આ સ્ટેમ્પ વેન્ડર ઘણા સમયથી સરકારી પ્રિમાઈસીસમાં બેસી સરકારી ખાતામાં રજુ કરવાના દસ્તાવેજી પુરાવામાં પોતાને નોટરી કે ટ્રુ-કોપી કરવાની કોઈ સત્તા ન હોવા છતાં બિન્દાસ જાહેરમાં ખોટુ કરી રહ્યા હોવા છતાં મામલતદાર એ.એન. સોલંકી કે પ્રાન્ત અધિકારી કે.પી. પાટીદારને આ બાબતની ગંધ કેમ નથી આવી? આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે મામલતદાર અને પ્રાન્ત અધિકારી કચેરીમાં આવતા અરજદારોના હિતમાં આ સ્ટેમ્પ વેન્ડર સામે કડક પગલા ભરી નોટરીનો સિક્કો આપનાર સરકાર માન્ય નોટરી ધરાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને પાઠ ભણાવવા જોઈએ.
અત્રે નોધપાત્ર બાબત છેકે અત્યારે વિસનગર શહેરમાં ઘણા વકીલોને સરકારે નોટરી કરવાની સત્તા આપી છે. જેમાં કેટલાક નોટરી વકીલો પોતાના આર્થિક ફાયદા માટે દસ્તાવેજી કામ કરનાર સ્ટેમ્પ વેન્ડરોને નોટરીના સિક્કા આપી નોટરીના સિક્કાનો દુરઉપયોગ કરી તંત્રની આંખમાં ધુળ નાખતા હોવાથી તંત્રએ ગુપ્ત તપાસ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles