વિસનગર પાલિકાની દબાણ હટાવ કામગીરીમાં વહાલા દવાલાની નિતી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકા દ્વારા નુત્તન હાઈસ્કુલના ગેટ થી જ્યોતિ હોસ્પિટલના બિલ્ડીગ સુધી સી.સી.રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેમાં પાલીકા દ્વારા દુકાનો આગળ કરેલ દબાણો દુર કરવામાં વ્હાલા દવાલાની નીતી અપનાવવામાં આવતા વેપારીઓમાં નારાજગી ફેલાઈ હતી. જોકે આ અંગેની પાલિકાના કોર્પોરેટર જશુભાઈ પટેલને જાણ થતા તેમને સ્થળ ઉપર આવી દબાણ દુર કરવાની કામગીરી કરાવી હતી.
વિસનગર નગરપાલિકા દ્વારા શહેરની નુતન હાઈસ્કુલના ગેટથી જ્યોતિ હોસ્પિટલ સુધીનો આજુબાજૂનો રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકાના કોન્ટ્રાક્ટરે જ્યોતિ બિલ્ડીંગની દુકાનો આગળ ત્રણ મીટર પહોંળો રોડ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન કોન્ટ્રાક્ટરના માણસોએ રોડ પહોંળો કરવાના ખોંદકામમાં નડતરરૂપ દબાણમાં વહાલા દવાલાની નિતી અપનાવતા વેપારીઓમાં નારાજગી ઉભી થઈ હતી. આ બાબતની પાલીકા ચેરમેન કામીનીબેન પટેલના પતિ સુભાષભાઈ પટેલને જાણ કરવામાં તેમને આ બાબતે કોઈ ગંભીરતા ન લઈ આંખ આડા કાન કર્યા હતા. આ અંગેની જાણ વેપારીઓએ પાલિકા કોર્પોરેટર જશુભાઈ પટેલને કરતા તેમણે તાત્ત્કાલીક સ્થળ ઉપર આવી કોન્ટ્રાક્ટરોના માણસો પાસે માંપણી કરાવી વેપારીઓએ દુકાન આગળ ઉભી કરેલ લોખંડની થાંભલીઓ સાથેનુ વધારાનુ દબાણ દુર કરવા સુચના આપી હતી. પાલિકા કોર્પોરેટરની આવી નિષ્પક્ષ કામગીરી જોઈ આજુ બાજુના વેપારીઓ ખુશ થયા હતા. જ્યારે પાલિકા ચેરમેનના પતિ સુભાષભાઈ પટેલ સ્થળ ઉપર નહી આવતા વેપારીઓએ તેમની કામગીરી સામે શંકા વ્યક્ત કરી હતી.
↧
વિસનગર પાલિકાની દબાણ હટાવ કામગીરીમાં વહાલા દવાલાની નિતી
↧