કાંસાના યુવાનના શરમજનક કરતૂત
સૂરતમાં કળીયુગના શ્રવણે ૧૦ લાખ આપી પિતાનુ મર્ડર કરાવ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના કાંસા ગામના યુવાને સૂરતમાં દસ લાખ રૂપિયાની સોપારી આપી ધંધો હસ્તગત કરવા માટે પિતાની કરપીણ હત્યા કરાવી લાશને દાટી દઈ પોલીસમાં પિતા ગૂમ થયાની ફરીયાદ આપી હતી. ત્યારે પોલીસે શકના આધારે પુત્રને પકડી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પુરુષ પ્રધાન દેશમાં દરેક દંપત્તિ એવી ઈચ્છા રાખતા હોય છેકે પોતાની કુખે પુત્ર જન્મ થાય, દંપત્તિ પુત્રને કુળદિપક, ઘડપણની લાઠી સમજી આવી ઈચ્છા રાખતા હોય છે. તાલુકાના કાંસા ગામના પટેલ પ્રહેલાદભાઈ ત્રિભોવનદાસ(છોગાળીયા) ઉં.વર્ષ ૭૦ વર્ષો પહેલા સૂરતમાં ધંધાર્થે જઈ લુમ્સ તથા પ્લાસ્ટીક દાણાની ફેક્ટરી બાપા સીતારામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નાંખી હતી. પુત્ર જીતેશ પિતાની સાથે કામ કરતો હતો. જીતેશ અવળા રસ્તે ચડ્યો હોવાથી પિતા પ્રહેલાદભાઈએ છેલ્લા આઠ મહિનાથી ધંધાની તમામ જવાબદારી પુત્ર પાસેથી લઈ લીધી હતી. પુત્ર જીતેશને જરૂરી પૈસા ધંધામાંથી પિતા આપતા નહતા જેથી જીતેશે પિતાનું મર્ડર કરવાનો પ્લાન બનાવી બાજુની ફેક્ટરીના બે માણસોને પિતાના મર્ડરની દસ લાખની સોપારી આપી મર્ડર કરાવી લાશ ફેક્ટરીમાં દફનાવી દઈ પુત્રએ પોલીસમાં ફરીયાદ આપી કે બે લાખ લઈ પિતા ગુમ થયા છે. પોલીસને પુત્ર જીતેશનું વર્તન સારુ ન લાગતા શકના આધારે પોલીસે જીતેશની પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સઘળી હકીકત જણાવી હતી. જીતેશ તથા સોપારી લેનાર સલમ હજરત શેખ અને સંજય તુકારામ રામરાજની ધરપકડ કરી છે.
↧
કાંસાના યુવાનના શરમજનક કરતૂત સૂરતમાં કળીયુગના શ્રવણે ૧૦ લાખ આપી પિતાનુ મર્ડર કરાવ્યુ
↧