Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વિસનગર પોશ વિસ્તારમાં હવસખોર પ્રોફેસરના ત્રાસથી શિક્ષિત મહિલા ત્રસ્ત

$
0
0

વિસનગર પોશ વિસ્તારમાં હવસખોર પ્રોફેસરના ત્રાસથી શિક્ષિત મહિલા ત્રસ્ત

એક તરફી પ્રેમમાં પાગલ પરણિત યુવકે પોતાની હવસ સંતોષવા મહિલાના મોબાઈલ ઉપર અવાર-નવાર મેસેજ મોકલી માનસીક ત્રાસ આપતો હતો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના પોશ વિસ્તારમાં રહેતા અને શહેરની જાણીતી શૈક્ષણીક સંસ્થામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા વિકૃત મગજના પટેલ સમાજના પરણીત યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બની પોતાની પડોશમાં રહેતી એક અપરણીત નોકરી કરતી મહિલાને છેલ્લા ત્રણ વર્ષથી ફોન, મેસેજ તથા અશ્લીલ ફોટા મોકલી વારંવાર બિભીત્સ માગણી કરતો હતો. ત્યારે આ હવસખોરના રોજીંદા ત્રાસથી કંટાળેલી મહિલાએ વિસનગરમાં રહેતા રાજ્ય મહિલા સુરક્ષાના ડિરેક્ટર વર્ષાબેન પટેલનો સંપર્ક કરતા તેમને આ વિકૃત મગજના નબિરાને બોલાવી ઉધડો લેતા તેને માફીપત્ર લખી માફ કરવા વિનંતી કરી છે. ત્યારે વર્ષાબેન આ હવસખોર નબિરાને માફ કરે છે કે પછી તેની વિરૂધ્ધ કાયદાકીય પગલા ભરે છે તે જોવાનુ જ રહ્યું ?
સરકારે મહિલાઓની સુરક્ષા માટે વિવિધ મહિલા હેલ્પ લાઈન તથા મહિલા અત્યાચાર વિરોધી સંસ્થાઓ શરૂ કરી છે. જેના માધ્યમથી આજે મહિલાઓ પોતાનો ન્યાય મેળવી રહી છે. પરંતુ હજુ પણ કેટલીક મહિલાઓ પોતાની તથા પોતાના પરિવારની આબરૂ જવાની બીકે ટેલીફોન રોમીયો અને હવસખોરોનો ત્રાસ સહન ન થતા છેવટે આત્મહત્યા કરવા મજબુર બને છે. વિસનગરના પોશ વિસ્તારમાં રહેતો અને શહેરની જાણીતી શૈક્ષણીક સંસ્થામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતો પટેલ સમાજનો પરણિત યુવાન તેના પડોશમાં રહેતી બીજા સમાજની શિક્ષિત અપરણીત મહિલા પાસે છેલ્લા ત્રણ વર્ષથી બિભિત્સ માંગણીઓ કરતો હતો. છતાં આ મહિલા પોતાની તથા પરિવારની આબરૂ જવાની બીકે આ યુવકનો ત્રાસ સહન કરતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ યુવક એક તરફી પ્રેમમાં પાગલ બની પોતાની હવસ સંતોષવા માટે આ મહિલાના મોબાઈલ ઉપર બિભિત્સ મેસેજ તથા અશ્લીલ ફોટા મોકલી માનસીક ત્રાસ આપતો હતો. ત્યારે આ મહિલા બંન્ને પરિવારો વચ્ચેના પારિવારીક સંબંધો ન બગડે તે માટે તે યુવકને આવી બિભીત્સ માંગણીઓ નહી કરવા વિનંતી કરી હતી. છતાં આ યુુવકે મહિલાની વિનંતીને કમજોરી સમજી તેમના મોબાઈલમાં ન જોઈ શકાય તેવા અશ્લીલ ફોટા અને મેસેજ મોકલી પોતાની માંગણી પુરી નહી કરે તો જોઈ લેવાની ધમકીઓ આપતો હતો. આ યુવકના રોજીંદા ત્રાસથી છુટકારો મેળવવા મહિલાએ સ્યુસાઈડ કરવાની વાત કરી હતી. છતાં આ વિકૃત મગજના યુવકે મહિલાને માનસીક ત્રાસ આપવાનું ચાલુ રાખતા છેવટે કંટાળેલી મહિલાએ વિસનગરમાં રહેતા રાજ્ય મહિલા સમાજ સુરક્ષાના ડિરેક્ટર વર્ષાબેન પટેલ અને ગુજરાત રાજ્યના મહિલા અને બાળમિત્ર સી.આઈ.ડી.ક્રાઈમ (હ્લહ્લઉઝ્ર) ના પ્રતિનીધી હર્ષદભાઈ પટેલનો સંપર્ક કરી પોતાના મોબાઈલ ઉપર આવેલ બિભિત્સ મસેજ અને અશ્લીલ ફોટા સાથેના પુરાવા બતાવતા વર્ષાબેન પટેલે આ વિકૃત મગજના એક તરફી પ્રેમમાં પાગલ યુવક વિરૂધ્ધ કડક પગલા ભરવાનુ નક્કી કર્યુ હતું. બીજા દિવસે વર્ષાબેન તથા તેમના પતિ હર્ષદભાઈએ આ યુવકને ફોન કરી તાલુકા પંચાયત સામે આવેલ સખી ફાઉન્ડેશન નામની ઓફીસમાં બોલાવી ઉધડો લેતા યુવકે માફીપત્ર લખી પોતાને માફ કરવા વિનંતી કરી હતી. જોકે યુવકની વિકૃત માનસીક્તા અને તેની કરતુતોને જોઈને વર્ષાબેન પટેલ આ યુવક ફરીથી આ મહિલા પાસે બિભીત્સ માંગણીઓ કરી માનસીક ત્રાસ ન આપે તે માટે કાયદાકીય પગલા લેવાનું વિચારી રહ્યા છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles