Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

તંત્રી સ્થાનેથી…સત્તાધારી ભાજપના વિરોધપક્ષો શીખ લે હસતાં હસતાં હાર સ્વીકારે તે સાચો યોદ્ધો

$
0
0

તંત્રી સ્થાનેથી…
સત્તાધારી ભાજપના વિરોધપક્ષો શીખ લે

હસતાં હસતાં હાર સ્વીકારે તે સાચો યોદ્ધો

વર્ષો પહેલાં ભૂમિદળના યુદ્ધ થતાં હતા ત્યારે સાંજે યુદ્ધ વિરામ બાદ રણભૂમિવાળા મેદાનમાં બે પ્રતિદ્વન્દી લશ્કરોના યોદ્ધાઓ સાથે બેસી એકબીજાની લડવાની પદ્ધતિની ચર્ચા કરતા હતા. યોદ્ધાઓને તેમના દુશ્મનના વારને વખાણતા સહેજપણ ક્ષોભ થતો નહતો. આવી હતી યોદ્ધાઓની ખેલદીલી. પ્રવર્તમાન સંજોગોમાં ભૂમિદળની જગ્યાએ રાજકીય યોદ્ધાઓ મત વિસ્તારમાં સામસામે લડે છે. જો જીત થઈ તો પોતાની આવડતનું પરિણામ, હાર થઈ તો વિરોધીની ચાલાકીને લીધે થઈ કદિ પોતાની હાર ન સ્વીકારે તે સાચો રાજકારણી. આવું કંઈક દેશના રાજકારણમાં વિરોધ પક્ષ કોંગ્રેસમાં ચાલી રહ્યુ છે. પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીત થઈ ત્યારે ચુંટણી ઈવીએમથીજ થઈ હતી તે વખત ઈવીએમનો કોઈ વાંધો નહતો. દીલ્હીમાં આપ પાર્ટીની ચુંટણી પણ ઈવીએમથી થઈ હતી ત્યારે કેજરીવાલને કોઈ વાંધો નહતો તે વખતે કોંગ્રેસ અને આપ માટે ચુંટણી પંચ સારુ હતું પણ જ્યારે લોકસભાની ચુંટણી આવી ત્યારે આપ અને કોંગ્રેસને હાર દેખાઈ ગઈ એટલે કેન્દ્રમાં ભાજપની સરકાર છે તેથી ઈવીએમ મશીનોમાં ગેરરીતિ કરી ચુંટણી જીતે છે તેવી બુમરાણો ચાલુ કરી દીધી. ચુંટણી પંચ પણ વેચાઈ ગયું છે તેવા નિવેદનો કરાયા. ચુંટણી પંચ સમક્ષ રજુઆત કરવા જવામાં કોંગ્રેસ અને આપ પાર્ટી સહિત તમામ વિરોધપક્ષો પહોંચી ગયા કે ઈવીએમની સાથે જોડેલા વીવીપેટની પણ ગણત્રી થવી જોઈએ. વીવીપેટના મશીનમાંથી નીકળતી બધી ચબરખીઓની ગણતરી કરવાનું પૂછડુ વિરોધ પક્ષોએ ઝાલ્યુ હતું. ચુંટણી પંચે તેમની વાત ન સાંભળી એટલે આ પક્ષો સુપ્રીમ કોર્ટમાં ગયા તે વખતે એવી માંગણી કરી કે તમામ વીવીપેટ મશીનની ચબરખીઓ ગણવી. સુપ્રીમ કોર્ટે વિરોધ પક્ષની માગણી સ્વીકારી નહિ. પણ તેમને આશ્વાસન આપ્યું કે ચુંટણીની વિશ્વસનીયતા જળવાય તેટલા માટે એક વિધાનસભા મત વિસ્તાર દીઠ ગમે તે પાંચ ઈવીએમના વીવીપેટની ચબરખીઓ ગણવી. જોકે વિપક્ષોને સુપ્રીમના આ નિયમથી સંતોષ ન થતાં ચેન્નાઈની એક સંસ્થા પાસે વેકેશન બેચમાં અરજી કરાવી કે તમામ વીવીપેટની ગણતરી થવી જોઈએ. ચેન્નાઈની આ માગણી સુપ્રીમકોર્ટ સ્વીકારે તો એક લોકસભા મત વિસ્તારની ગણતરી પંદર દિવસ સુધી ચાલે સરકાર ખોટા ખર્ચના ખાડામાં ઉતરી જાય. ફરીવાર અરજી લઈને પહોચ્યા ત્યારે સુપ્રીમ કોર્ટ વિરોધપક્ષોને તતડાવી નાંખ્યા કે વારંવાર એકની એક વાત લઈને કોર્ટ સમક્ષ આવી કોર્ટનો સમય કેમ બગાડો છો? કોર્ટની ટીપ્પણી પછી પણ બધા જ વિરોધ પક્ષો ભેગા થઈ ચુંટણી પંચ સમક્ષ ગયા અને એનીએજ માંગણી ફરીથી કરી. ચુંટણી પંચે પહેલાની જેમ જ હાથ ખંખેરી દીધા. વિરોધ પક્ષો આવુ શા માટે કરી રહ્યા હતા તેના પાછળનું કારણ હતું. એક્ઝીટ પોલના પરિણામોથી બેબાકળા બનેલા વિરોધપક્ષોએ ખેલદીલી રાખી પોતાની હાર સ્વીકારવાની જગ્યાએ ભાજપ ઈવીએમમાં ગેરરીતિ કરીને જીતે છે તેવું ગાણું ચાલુ રાખી એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે પોતે તો હારે તેમ નથી પણ તેમને ખોટી રીતે હરાવવામાં આવ્યા છે. વિરોધપક્ષોને જો એમ લાગતું હોય કે ઈવીએમમાં ગરબડ થઈ શકે છે તો ચુંટણી પહેલાં શા માટે આ પ્રશ્ન ઉપાડવામાં ન આવ્યો? થોડા રાજકીય પક્ષોએ ઈવીએમનો મુદ્દો ઉપાડ્યો ત્યારે ચુંટણી પંચે વિવાદ કરનારને આવાહન આપ્યું હતું કે, જાતે આવીને ઈવીએમની ગેરરીતિ બતાવો ત્યારે એકપણ પક્ષ ગયો નહતો. આવુ થવા પાછળનું કારણ છે કેટલાક કોઈ જગ્યાએ ચાલે નહિ તેવા કરોડપતિઓના પુત્રોને રાજકારણના ધંધે લગાડી દીધા છે. તેથી તો તે ખેલદીલીપૂર્વક હાર સ્વીકારી શકતા નથી. આવુ નીચુ રાજકારણ ભારત દેશમાં છે. પાશ્ચાત્ય દેશોમાં ચુંટણી જીતનાર ઉમેદવારને હારનાર ઉમેદવાર જાહેરમાં ફુલહાર કરી અભિનંદન આપતા શરમ અનુભવતા નથી. ત્યારે તો એ લોકો આપણા કરતાં અનેકઘણા આગળ છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles