નિર્દયી પિતાએ રોતી કણસતી દિકરીને સ્તનપાન પણ કરવા દીધુ નહી
આડા સબંધના ઝઘડામાં એક માસની બાળકીને પછાડતા મૃત્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ખેરાલુ રોડ ઉપર સત્યમ ગેસ્ટ હાઉસની પાછળ પડાવ નાખી રહેતા વાદી સમાજની વસાહતમાં ઘૃણાસ્પદ બનાવ બન્યો હતો. આડા સબંધની શંકામાં સાળા બનેવી વચ્ચે ઝઘડો થતા તેમાં પિતાએ એક માસની બાળકીને પછાડતા તેનુ મૃત્યુ થયુ હતુ. પોલીસને નિર્દયી પિતા વિરુધ્ધ ગુનો નોધી તેની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.
વિસનગરમાં ખેરાલુ રોડ ઉપર માટેલ હોટલની સામે, સત્યમ ગેસ્ટ હાઉસની પાછળના ભાગે મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મોચીવાડીયા ગામના ચકાભાઈ મગનભાઈ જેસંગભાઈ વાદી પરિવારની સાથે પડાવ નાખી સાવરણી બનાવવાનો અને વેચવાનો વ્યવસાય કરે છે. જેમની સાથે તેમનો ભાઈ સુરેશભાઈ વાદી પણ રહેતા હતા. ચકાભાઈ વાદીનો વડનગર ખાતે રહેતો સાળો રાયસંગભાઈ અરજણભાઈ વાદી તેની પત્ની રેખાબેન વાદી અને એક માસની બાળકી સાથે ત્રણ સંતાનોને લઈને વિસનગર રહેવા આવ્યો હતો. રાયસંગભાઈ વાદીનો ભાઈ સંજયભાઈ વાદી પણ સાથે આવ્યો હતો.
ચકાભાઈ વાદી પોતાના પડાવમા હતા ત્યારે ભાભર રહેતી તેમની સાળી અસ્મીતાનો ફોન આવ્યો હતો. જેમને એસ.ટી. સ્ટેન્ડ બોલાવ્યા હતા. ચકાભાઈ વાદીને સાળી જોડે પૈસા લેવાના નિકળતા હોઈ પૈસા લઈ પડાવ ઉપર પરત ફર્યા ત્યારે રાયસંગવાદી અને તેનો ભાઈ સંજયવાદીનો સુરેશભાઈ વાદી સાથે ઝઘડો ચાલતો હતો. ચકાભાઈ વાદીએ કેમ અંદરોઅંદર ઝઘડો છો તેમ કહેતા રાયસંગ વાદી ચકાભાઈ વાદી ઉપર ઉશ્કેરાઈ જઈ તુ કેમ અસ્મીતાને એકલો મળવા ગયો હતો. સાલા તુ નાલાયક છે તારા ધંધા સારા નથી, તુ મારી બહેન તેજલને પણ દગો કરે છે તને જોવો પડશે અને શબક શીખવાડવો પડશે તેમ કહી ગાળો બોલી હતી. બનેવી ઉપર ઉશ્કેરાયેલા રાયસંગ વાદીએ તેની પત્ની રેખાબેન વાદીએ તેડેલી એક માસની બાળકીને ખેચી બે હાથમાં પકડી ઉંચી કરીને જમીન ઉપર પછાડી હતી. ફુલ જેવી કોમળ બાળકી પછાડતા તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. રોતી કણસતી બાળકીને સ્તનપાન કરાવવા તેની માતાને સોપવા જણાવતા ઉશ્કેરાયેલા રાયસંગ વાદીએ બાળકીને તેની માતા સુધી જવા દીધી નહોતી.
બાળકી ખુબજ રોતી હોવાથી તેને પ્રથમ વિસનગર સિવિલમાં દાખલ કરાઈ હતી. માથામાં ઈજા હોવાથી તેમજ બાળકોના ર્ડાક્ટર નહી હોવાથી બાળકીને મહેસાણા રીફર કરાઈ હતી. જેમાં ફરજ પરના ર્ડાક્ટરે બાળકીને અમદાવાદ ખસેડવાનુ કહેતા અમદાવાદ લઈ જતા હતા. ત્યાં રસ્તામાં બાળકીનુ મૃત્યુ થયુ હતુ. પોલીસે પ્રથમ ચકાભાઈ વાદીની ફરિયાદ આધારે હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો દાખલ કર્યો હતો. બાળકીનુ સારવાર દરમ્યાન મૃત્યુ થતા હત્યાના ગુનાની કલમનો ઉમેરો કર્યો હતો. ફરિયાદ નોધાયા બાદ કેસની તપાસ કરતા પી.આઈ.એમ.આર.ગામેતી, પી.એસ.આઈ. એન.પી.રાઠોડ વિગેરે સ્ટાફે બાળકીનો હત્યારો પિતા રાયસંગ અરજણભાઈ વાદીને ગણતરીના કલાકોમાં શોધી ધરપકડ કરી હતી.
↧
નિર્દયી પિતાએ રોતી કણસતી દિકરીને સ્તનપાન પણ કરવા દીધુ નહી આડા સબંધના ઝઘડામાં એક માસની બાળકીને પછાડતા મૃત્યુ
↧