ગરીબ ખેડૂતો માટે શ્રીમંત ખેડૂતોને સંદેશો આપતુ સ્તૃત્ય પગલુ
જીતુભાઈ પટેલે પરિવારના ૮ ખેડૂતોની સહાય પરત કરવા કલેક્ટરને પત્ર લખ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂત સહાય મેળવવામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને રૂા.૬૦૦૦ની સહાય આપવામાં આવે છે. શ્રીમંત ખેડૂતો માટે સહાયની આ રકમનુ કોઈ મહત્વ નથી. શ્રીમંત ખેડૂત આ સહાય જતી કરે તો દેશના અતિ ગરીબ ખેડૂતોને સરકાર એટલી વધારાની સહાય આપી શકે તેવા ઉમદા આશયથી પર્યાવરણપ્રેમી તિરૂપતી નેચરલ પાર્કવાળા જીતુભાઈ પટેલે તેમના પરિવારના ૮ ખેડૂતોની સહાય સરકારને પરત કરવા માટે કલેક્ટરને પત્ર લખી વિનંતી કરી છે. જીતુભાઈ પટેલનુ આ પગલુ ગરીબ ખેડૂતોના હિતમાં તેમજ શ્રીમંત ખેડૂતો માટે માર્ગદર્શક છે.
પર્યાવરણ પ્રેમી, તિરૂપતી નેચરલપાર્ક વાળા જીતુભાઈ ઈશ્વરભાઈ પટેલની કામગીરી હંમેશા સમાજ માટે માર્ગદર્શક અને સમાજસેવાની રહી છે. જીતુભાઈ પટેલ દ્વારા જીલ્લા કલેક્ટર તથા વડાપ્રધાન કાર્યાલયમાં એક પત્ર લખવામાં આવ્યો છેકે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂત સહાય યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત ખાતેદારને રૂા.૬૦૦૦ ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનામાં અમો ખેડૂતો પટેલ જીતેન્દ્રકુમાર ઈશ્વરલાલ, પટેલ શર્મિષ્ઠાબેન જીતેન્દ્રકુમાર, પટેલ ચીંતનકુમાર જીતેન્દ્રકુમાર, પટેલ રવિ જીતેન્દ્રકુમાર, પટેલ બાબુલાલ ઈશ્વરલાલ, પટેલ બબીબેન બાબુલાલ, પટેલ સોહમ બાબુલાલ તથા પટેલ રિધ્ધિ સોહમ એમ ૮ ખેડૂત ખાતેદાર સધ્ધર હોવાથી વડાપ્રધાનની સહાય સાદર પરત કરીએ છીએ. સરકાર દેશના ગરીબ ખેડૂતોને વધારે આર્થિક લાભ આપી શકે તે આસયથી આ સહાય પરત કરીએ છીએ.
જીતુભાઈ પટેલની દેશમાં એવા ઘણા ખેડૂતો છેકે જે આર્થિક સધ્ધર છે. સરકારની રૂા.૬૦૦૦ ની સહાય આ શ્રીમંત ખેડૂતો માટે કોઈ કિંમત નથી. શ્રીમંત ખેડૂતો પોતાને મળતી સહાય જતી કરે તો આ વધેલી રકમમાંથી ગરીબ ખેડૂતોને વધારે સહાય કરી શકાય. જીતુભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, દેશના સુખી સંપન્ન લોકોને ગેસ સીલીંડરની સબસીડી જતી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગીવ અપ યોજના મુકી હતી. વડાપ્રધાનની આ યોજનાથી પ્રેરાઈ દેશના ઘણા ગેસ ગ્રાહકોએ સબસીડી જતી કરતા આ બજેટમાંથી ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ પરિવારોને મફતમાં ગેસના કનેક્શન આપ્યા. આમ શ્રીમંત ખેડૂતો સહાય જતી કરે તો વધેલા ભંડોળમાંથી ગરીબ ખેડૂતોને વધુ સહાય કરવાનું સરકાર વિચારી શકે.
↧
ગરીબ ખેડૂતો માટે શ્રીમંત ખેડૂતોને સંદેશો આપતુ સ્તૃત્ય પગલુ જીતુભાઈ પટેલે પરિવારના ૮ ખેડૂતોની સહાય પરત કરવા કલેક્ટરને પત્ર લખ્યો
↧