તંત્રી સ્થાનેથી
ધારાસભ્યો સેવા કરવા ગયા છે તો
મીનીસ્ટ્રીમાં સારા ખોટાખાતાની માગણી શા માટે?
સેવા કરવાના ધ્યેય સાથે પ્રજા પાસે સેવા કરવાનુ વચન આપી ચુંટાયેલ ધારાસભ્ય મીનીસ્ટર બનવાની ખેવના રાખતા હોય છે.ે જે ધારાસભ્ય મીનીસ્ટર પદ મળ્યુ છે તે ધારાસભ્ય સારા ખાતા માટે આશા રાખતા હોય છે. જેમને સારુ ખાતુ મળ્યું નથી તે પ્રજાની સેવાના નામે બીજું ખાતુ માગી રહ્યા છે. આ ન સમજાય તેવી સમસ્યા છે. ડેપ્યુ.સી.એમ.નીતિનભાઈ પટેલ સાથે ભાજપ સંગઠને તેમનુ અપમાન થાય તેવું વર્તન કર્યુ હતુ. નીતિનભાઈ પટેલે ભાજપની શિસ્ત અનુસાર જે ન કરવું જોઈએ તે તેમણે અગાઉની ટર્મમાં મળેલા ખાતા માટે આગ્રહ રાખી મૌન સેવતા છેવટે રાષ્ટ્રીય અધ્યક્ષે તેમને નાણાં ખાતુ આપ્યુ. નીતિનભાઈ પટેલે આ લડાઈને સ્વમાનની લડાઈ ગણાવી. નીતિનભાઈ મોટા કદના નેતા છે. જેથી તેમની લડાઈ વ્યાજબી ગણવી પડે. નીતિનભાઈના પગલે મત્સ્ય ઉદ્યોગમંત્રી પરષોત્તમભાઈ સોલંકીએ માંગણી કરી કે મત્સ્ય ઉદ્યોગ ખાતુ નાનુ હોવાથી લોકોની સેવા કરી શકુ તેવું ખાતુ આપો. ત્યારબાદ ધારાસભ્ય ભવાન ભરવાડે પરોક્ષ રીતે માંગણી મૂકાવી કે તેમને મંત્રી પદ મળવુ જોઈએ. પાછળથી તેમને કોઈ જોઈતુ નથી તેવી સુફીયાણી વાતોનું નિવેદન આપ્યુ. પ્રજાને પ્રશ્ન થાય છેકે ભાજપના સુપ્રીમો પી.એમ.નરેન્દ્રભાઈ મોદીનુ સુત્ર છેકે ખાતો નથી ખાવા દેતો નથી એટલે મુખ્ય ગુરૂના પગલે ચેલાઓ તો ગુરૂના જ પગલેજ ચાલવાના જ તો સારા ખોટા ખાતા માટે આગ્રહ કેમ? મીનીસ્ટર બન્યા વિના ધારાસભ્ય પ્રજાની સેવા ન કરી શકે? ધારાસભ્ય સેવા ન કરી શકતા હોય તો તેમના પદેથી રાજીનામુ આપવુ જોઈએ. જ્યારે સેવા કરવાનો ભેખધારી પ્રજાને સેવા કરવાનું વચન આપી ધારાસભ્ય બન્યા હોય, સરકારમાં વહીવટથી કામગીરી માટે મીનીસ્ટર બનાવ્યા હોય તો મીનીસ્ટરે જે ખાતુ અપાય તેમાં સારુ ખોટુ ન કરવુ જોઈએ. અમારે ખાવુ નથી ખાવા દેવુ નથી તો જે મળ્યું તેનાથી સંતોષ કેમ માનવામાં ન આવે. પરષોત્તમ સોલંકીએ મત્સ્ય ઉદ્યોગ ખાતામાં કામગીરી ઓછી હોય તો આનંદ માનવો જોઈએ કે સરકારે ફરવા ગાડી આપી ગાડી ચલાવવા ડ્રાયવર આપ્યો રહેવા નોકરો સાથેનું ઘર આપ્યુ. આ બધુ આપ્યુ છે તો ખાતામાંથી ફાજલ સમય મળશે તો પ્રજાની સેવા સારી થઈ શકશે. કોઈપણ ધાર્મિક સંસ્થાના રસોડામાં પીરસવા વોલીન્ટીયર તરીકે સેવા કરનાર વ્યક્તિને પીરસવા માટે મીઠાઈ મળે કે પાણી મળે જે મળે તે સ્વીકારી લેવુ જોઈએ. ઓછી કામગીરીવાળુ પાણી પીરસવા મળ્યું છે તેને આનંદ કરવો જોઈએ કે જમ્યા પછી એકવાર પાણી આપવાની કામગીરી ઓછી છે. મીઠાઈ વારંવાર પીરસવી પડે. મીનીસ્ટરને નાનુ ખાતુ મળે કે મોટુ ખાતુ તો મોટા ખાતા માટે લડાઈ શાની? આ લડાઈ જ શંકાને જન્મ આપે છે. હાથ જોડી મત માગતા આપણા નેતાઓ ધારાસભ્ય બન્યા પછી તે પ્રજા ભૂલી પોતાની સેવામાં પડી જતા હોય છે. ત્યારે તો સારા ખોટા ખાતા કરતા થઈ જાય છે. ૨૨ વર્ષ પછી ભાજપની સીટો બોર્ડર લાઈન ઉપર આવી છે. તેને લઈ ચુંટાયેલા સભ્યો સંગઠનને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરષોત્તમ સોલંકી, ભવાન ભરવાડ બાદ વડોદરાના સુરેશ પટેલ જેવા નેતાઓ નિવેદનો કરતા રહેવાના અને સરકારને બાનમાં રાખવાના પ્રયત્નો કરવાના. આ બધુજ ભાજપ દયનીય સ્થિતિમાં મૂકાઈ છે તેનુ કારણ છે.