ખેરાલુ સિવિલની જર્જરીત બિલ્ડીંગ મુદ્દે મુકેશભાઈ દેસાઈનો બળાપો
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ સિવિલ જર્જરીત થતા બે-ત્રણ વર્ષ અગાઉ કંડમ જાહેર કરાઈ હતી. આ બાબતે ભાજપના આગેવાનો સાથે વારંવાર સરકારમાં રજુઆત કરવામા આવી હતી. પરંતુ ખેરાલુના લોકોનો અવાજ હંમેશા વડનગરના વિકાસને ધ્યાને રાખીને દબાવી દેવામાં આવ્યો છે. અગાઉ પણ આજ રીતે સ્લેબ તુટી પડયો હતો. ડૉકટર કવોર્ટર અને સ્ટાફ કવાર્ટર તો કયારનોએ વપરાશ બંધ કરી દેવામા આવ્યો છે. છેલ્લા ચાર પાંચ વર્ષથી ખેરાલુ સિવિલને ઉતારી દઈ નવી બનાવવા વાતો ચાલે છે. વર્ષા પુર્વ ખેરાલુ સિવિલ અને કોર્ટ બિલ્ડીંગ એક સાથે બનાવવામા આવ્યા હતા. કોર્ટ બિલ્ડીંગ જર્જરીત થતા જાગૃત વકીલોને કારણે અદ્યતન બની રહી છે અને કદાચ આવતા વર્ષે અદ્યતન કોર્ટમાં કામકાજ પણ શરુ થશે. ખેરાલુ સિવિલને નવી બનાવવા માટે વખતો વખતના ડૉકટરો બ્લોક હેલ્થ ઓફિસરો અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ સરકારમાં જાણ કરી છે પરંતુ ખેરાલુ તાલુકાની વામણી નેતાગીરી નવી સિવિલ હોસ્પિટલ માટે સરકારમાંથી ગ્રાન્ટ મંજુર કરાવી શકતી નથી. ગત શનીવારે ખેરાલુ સિવિલના અધિક્ષક રૂમ અને જનરલ વોર્ડનો સ્લેબ તુટી પડતા ડૉકટર, સ્ટાફ અને દર્દીઓનો કુદરતી બચાવ થયો હતો. વારંવાર સ્લેબ તુટી પડવાના બનાવોને કારણે જિલ્લા આરોગ્ય અધિકારીએ પી.આઈ.યુ.યુનિટને જાણ કરી છતા કોઈ કાર્યવાહી ન કરાતા સિવિલ બંધ કરી દેવા સુચના આપી છે. જેના કારણે ડૉકટરે ૧૦૮ના ડ્રાઈવરોને સુચના આપી હતી. કે ખેરાલુ સિવિલમાં ઈમરજન્સી કેસ લાવવા નહી. નિયમિત સારવાર પણ ડૉકટરો શેડ નીચે બેસી કરી રહ્યા છે તે ખરેખર ભાજપ સરકારની અનેરી ઉપલબ્ધી કહેવાય.
• પડવાના વાંકે કંડમ જાહેર થયેલી સિવિલને ઁૈેંંએ ૭૦ લાખનો રિપેરીંગ ખર્ચ બતાવ્યો
• નવી સિવિલ બનાવવા ચારથી પાંચ કરોડનો ખર્ચ કરવા સરકાર તૈયાર નથી
• સિવિલમાં ઈમરજન્સી કેસ લેવાના બંધ કરાયા
• સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેટલી પણ સારવાર મળતી બંધ થઈ
• વડનગરમાં પ૦૦ કરોડનો આરોગ્ય માટે ખર્ચ ત્યારે ખેરાલુ માટે ચાર-પાંચ કરોડ સરકાર પાસે નથી
આ બનાવ બાબતે ખેરાલુ તાલુકા કોંગ્રેસના પુર્વે પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે હિન્દુસ્તાનમા લોકસભાની ચુંટણી થઈ જેમા ભાજપ સરકારનો વિજય થયો છે પરંતુ આ સરકારે આરોગ્ય, શિક્ષણ કે વિકાસ મુદ્દે મત માંગ્યા નથી પરંતુ માત્ર ને માત્ર રાષ્ટ્રવાદના મુદ્દે મત માંગ્યા છે અને લોકોએ મત આપ્યા છે તો આમ જનતાએ સિવિલના મુદ્દે કોઈ માંગણી સરકાર પાસે કરવાનો અધિકાર નથી. ફક્તને ફક્ત રાષ્ટ્રવાદ, પાકિસ્તાન, બાલાકોટની એર સ્ટ્રાઈકના મુદ્દે મત માંગ્યા છે. લોકોએ મત આપી દીધા છે. તો પછી મુજફરનગરના ૧૬ર બાળકો આઈ.સી.યુની સગવડ વગર મૃત્યુ પામે કે પછી ખેરાલુમાં ડૉકટરો, સ્ટાફ કે દર્દીઓને અકસ્માત થાય તો કોઈને બોલવાનો અધિકાર નથી. સરકારે તો માત્ર રાષ્ટ્રવાદના નામે મત માંગ્યા છે. સરકાર કશુ કરવા માંગતી નથી. ખેરાલુની સિવિલ માટે વારંવાર ડૉકટરોની માંગણી કરી છે. આજ સુધી કોઈ વાત સંભળાઈ નથી. છતા આ વિસ્તારના લોકોએ ખોબલે ખોબલે મત આપી ભાજપને જીતાડવાનુ કામ કરે છે તો આ સિવિલને નવુ બનાવવાની જવાબદારી કોની? વડનગરમાં પ૦૦ કરોડ ઉપરાંતનુ બિલ્ડીંગ બનાવ્યુ છે તેમા ખરેખર જરૂરી ડૉકટરો હાજર રહેતા નથી. ઈમરજન્સી સારવાર લેવા જનારને ગાંધીનગર સારવાર માટે ધકેલી દેવામા આવે છે. આમ જનતા તો છેતરાઈ ગઈ છે. ટાટા કંપનીને પ૦૦ કરોડની ટેન્ડર આપ્યુ તેણે ઈન્ફ્રાસ્ટકચર બનાવી કમાઈ ગયો. પ્રજાને પ૦૦ કરોડ ખર્ચ્યા છતા લાભ મળ્યો નથી. ખેરાલુ સિવિલને નવી બનાવવા પાંચ કરોડની જરૂર છે જો વડનગરમાં પ૦૦ કરોડ ન ખર્ચ્યા હોત તો ખેરાલુ જેવી ૧૦૦ સિવિલો ગામે ગામ બની શકી હોત ધારપુર મેડીકલ કોલેજ, સિધ્ધપુર મેડીકલ કોલેજમાં પણ ડૉકટર નથી. બિલ્ડીંગો બનાવી સરકારને ભ્રષ્ટાચાર કરવામા રસ છે. આ સરકારની મેડીકલક્ષેત્રે ઉદાસીનતા છે. ગરીબ માણસ દવા વગર મરે તેવી પોજીસન છે. પાંચ લાખનુ આયુષ્યમાન ભારતનુ કાર્ડ આપ્યુ છે. પણ ર૦૦ કે પ૦૦ /- રૂપિયાની રોજ બરોજની દવામા આ કાર્ડ ચાલતુ નથી. સર્જરી હોય ત્યારે જ કાર્ડ ચાલે છે. મનમોહનસિંહની સરકારનું આર.એસ.બી.વાયનું કાર્ડ હતુ. તેમા પરિવારના તમામ લોકોને વાર્ષિક ૩૦ હજાર સુધી કાર્ડમાં પ૦૦/- રૂપિયાની દવામા પણ ઉપયોગી હતુ. હાલના કાર્ડોમાં વિમા કંપનીઓ અને ડૉકટરોના સેટીંગ કરી પૈસા કમાય છે. જેમા લાખો કરોડોના ભ્રષ્ટાચાર ચાલે છે. હિન્દુસ્તાની પ્રજાએ આરોગ્ય શિક્ષણ, કે વિકાસ માટે મત આપ્યા નથી ફક્ત રાષ્ટ્રવાદના મુદ્દે મત આપ્યા છે. રાષ્ટ્રવાદની વાત કરો સિવિલ બનાવવાની વાત કરવાનો પ્રજાને અધિકાર નથી. લોકોને ગુમરાહ કરી મત લીધા છે. વાસ્તવિકતા ભુલી ગયા છે.નરેન્દ્રભાઈ મોદીએ ર૦૧૪ના વચન પ્રમાણે ૧પ લાખ આપ્યા નહી અને ર૦૧૯મા ન્યાય માટે ૭ર હજાર વાર્ષિક કોંગ્રેસ આપવાની હતી તે લોકોએ ગુમાવ્યા છે.
↧
ખેરાલુ સિવિલની જર્જરીત બિલ્ડીંગ મુદ્દે મુકેશભાઈ દેસાઈનો બળાપો
↧