Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ખેરાલુ અને વડનગર નગરપાલિકા વિસ્તારના ખેડુતોએ ખેડુત નથી ? સરકારની બેધારી નિતીથી ખેડૂત સહાયમાં તાયફા

$
0
0

ખેરાલુ અને વડનગર નગરપાલિકા વિસ્તારના ખેડુતોએ ખેડુત નથી ?
સરકારની બેધારી નિતીથી ખેડૂત સહાયમાં તાયફા
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
કેન્દ્રની ભાજપ સરકારે લોકસભાની ચુંટણી પહેલા સમગ્ર દેશના કરોડો ખેડુતોને એક સાથે ખેડુત સહાયનો પ્રથમ હપ્તો ચુકવ્યો હતો. ત્યારે નગરપાલિકા વિસ્તારના ખેડુતોને પ્રથમ સહાયનો હપ્તો મળ્યો નહોતો તે સમયે લોકસભાની ચુંટણીની આચારસંહિતા પછી પ્રથમ હપ્તો ચુકવાશે તેવા વચનો ભાજપ દ્વારા અપાયા હતા. ર૩-પ-ર૦૧૯ના દિવસે લોકસભાનું રિઝલ્ટ આવ્યુ. ભાજપને સમગ્ર દેશમાં સ્પષ્ટ બહુમતી મળી જતા જે લોકોને ખેડુત સહાય મળી નહોતી તે ખુશ થયા હતા કે હવે સહાય ચોક્કસ મળશે. લોકસભાની ચુંટણીની આચાર સંહિતા ઉઠી ગયા પછી દોઢ મહિનો થયો છતા ખેડુત સહાય ન આવતા ખેડુતો અકળાયા છે. મહેસાણા જિલ્લાની વડનગર, ખેરાલુ નગરપાલિકા હદ વિસ્તારના ખેડુતોને ખેડુત સહાયના નાણા મળ્યા નથી જયારે વિસનગર નગર પાલિકા વિસ્તારના પ૦ ટકા ઉપરાંત ખેડુતોને ખેડુત સહાયના નાણા મળ્યા નથી. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ખેડુત સહાયના નાણા ચોક્કસ નગરપાલિકાઓને ટારગેટ બનાવી કેમ ચુકવાતા નથી ? આ બાબતે મહેસાણા કલેકટરશ્રી સમક્ષ રજુઆત કરાઈ છે. પરંતુ કલેકટરશ્રી પણ ખેડુત સહાય અપાવી શક્યા નથી તેવુ પાલિકા સભ્ય વિનુભાઈ ચૌધરી જણાવે છે. જિલ્લાના ભાજપના નેતાઓ સરકાર સામે ખેડુતોના મુદ્દે બાથ ભીડાવવા તૈયાર નથી પરંતુ કોંગ્રેસના આગેવાનો પણ કેમ ચુપ છે? કોંગ્રેસ દ્વારા લોકસભાની ચુંટણીના છ કે સાત મહિના પહેલા ખેડુતોના મસિહા બની વારંવાર આવેદન પત્રો આપવામા આવતા હતા. પરંતુ લોકસભામાં કારમી હાર પછી કોંગ્રેસના નેતાઓ ચુપ થઈ ગયા છે. ત્યારે સતલાસણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મહોબતસિંહ ચૌહાણે ગ્રામ્ય વિસ્તારોમા ખેડુતોને બીજો હપ્તો ન મળતા સરકાર સામે આંદોલન કરવા પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ છે. આંદોલન કયારે કરશે તે તો રામ જાણે પરંતુ ખેડુતો માટે સરકાર સામે બાંયો ચડાવવાની તૈયારી કરી તે પણ બીજા કોંગ્રેસી નેતાઓએ નોંધ લેવાની જરૂર છે.
• સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુત સહાયનો હપ્તો ચુકવાયો નથી- મહોબતસિંહ ચૌહાણ
• મોટાભાગના ખેડુતોને ગામડામાં ખેડુત સહાયનો હપ્તો ચુકવાયો છે-જયંતિભાઈ પટેલ
સતલાસણા તાલુકામાં ખેડુત સહાય બાબતે એડવોકેટ જયંતિભાઈ પટેલને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે સતલાસણા તાલુકાના ગામડાઓના ખેડુતોને બીજો હપ્તો ચુકવાઈ ગયો છે. પરંતુ કેટલાક અભણ ખેડુતો એવુ માને છે કે દર મહિને સરકાર બે હજાર આપશે જેથી લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. વાર્ષિક છ હજાર સરકાર આપશે જેથી દર ચાર મહિને બે હજાર સરકાર આપે તેવુ બની શકે છે. જેથી ખેડુતોની ખેતીની સીજન ટાણે બીયારણ લાવવામા મદદરૂપ સરકાર બની શકે. જે હોય તે પણ જિલ્લાની નગરપાલિકાઓમાં એક ને કંસાર અને એકને થુલી જેવો ઘાટ ઘડાયો છે. તે દુર થવી જોઈએ. આગામી ખેરાલુ વિધાનસભાની ચુંટણીમાં ખેડુત સહાયનો મુદ્દો કોંગ્રેસનુ મુખ્ય હથિયાર હશે તેવુ લાગે છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles