Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

શેર બજારના એડવાઈઝર તરીકે ઓળખાણ આપી રોકાણકારને બાટલીમાં ઉતાર્યા દિલ્હીના બેંક મેનેજર સાથે રૂા.૨૦.૩૯ લાખની ઠગાઈ

$
0
0

શેર બજારના એડવાઈઝર તરીકે ઓળખાણ આપી રોકાણકારને બાટલીમાં ઉતાર્યા
દિલ્હીના બેંક મેનેજર સાથે રૂા.૨૦.૩૯ લાખની ઠગાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી શેર બજારના ટ્રેડર્સ તરીકે દિલ્હીના એક બેંક મેનેજરનો સંપર્ક કરાયો હતો. જે ટ્રેડર્સ શેરમાં રોકાણ કર્યુ હોવાનુ જણાવી બેંક મેનેજર પાસેથી પૈસા મંગાવ્યા હતા. ટ્રેડર્સ તથા તેની ટોળકીએ રોકાણકાર બેંક મેનેજરને પૈસા પાછા નહી આપતા વિસનગર પોલીસ સ્ટેશને રૂા.૨૦,૩૯,૫૦૦/- ની છેતરપીંડીની ફરિયાદ કરવામાં આવી છે. દલાલ મર્ચન્ડાઈઝ એડવાઈઝરી પ્રા.લી.ના ડાયરેક્ટર હિમાંશુભાઈ ભાવસાર આ કેસમાં ફસાતા તેમણે જણાવ્યુ છેકે જે વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ છે તે વ્યક્તિઓ ક્યારનાય છુટા થઈ ગયા છે. પૈસા પણ બીજા લોકોના ખાતામાં જમા થયા છે. તેની સાથે કોઈ લેવા દેવા નથી. ફરિયાદીએ કઈ રીતે નામ લખાવ્યુ છે તે સમજાતુ નથી. અમારી ખોટી સંડોવણી કરી છે તે અંગે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ.
ઉત્તરપ્રદેશના ગાજીયાબાદના પ્રવિણકુમાર પ્રેમચંદ ગુપ્તા દિલ્હીમાં રહે છે અને પંજાબ નેશનલ બેંકમાં આસીસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. સાત માસ પહેલા સુરતથી અતુલ પટેલ બોલુ છું, શેર બજારના ટ્રેડર્સ તરીકે કામ કરું છું અને શેર બજારમાં લાભ થાય તેવી ટીપ્સ આપવાનુ કામ કરું છું. તમે રોકાણ કરશો તો વધારેમાં વધારે નફો કરી આપીશ તેમ કહી વિશ્વાસમાં લઈ બેંક મેનેજરને રોકાણ કરવા સંમત કર્યા હતા. બેંક મેનેજરે તેમના નામનુ ડીમેટ એકાઉન્ટ ખોલવા જણાવેલ ત્યારે અતુલ પટેલે અમારી કંપની સેબીમાં રજીસ્ટર થયેલ છે. અમારી કંપની તમારા નામથી ખાતુ ખોલી ટ્રેડીંગ કરીએ છીએ તેમ કહી ફી પેટે રૂા.૧૫,૦૦૦/- મંગાવતા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ બીજા રૂા.૧૨,૦૦૦/- પ્રભુજીત કોરના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. અતુલ પટેલજ જુદા જુદા એકાઉન્ટની વિગત મોકલતો હતો. તેમાં બેંક મેનેજર પૈસા ટ્રાન્સફર કરતા હતા.
અતુલ પટેલે હેઘ કંપનીના શેર ખરીદવાનુ કહેતા બેંક મેનેજરે દિલ્હીમાં શેર ખરીદ્યા હતા. જેમાં રૂા.૧,૪૦,૦૦૦ નુ નુકશાન થયુ હતુ. જે બાબતે બેંક મેનેજરે નુકશાન થાય તેવી કેમ ટીપ્સ આપો છો તેમ કહેતા તમારૂ નુકશાન ભરપાઈ કરી આપીશુ તેમ કહી કબીરખાન સાથે વાત કરાયેલ. કબીરખાને સંજય ગુપ્તા નામના શખ્સ સાથે વાતચીત કરાવી હતી. સંજય ગુપ્તાએ તમે પૈસા વગર શેર ખરીદી શકો અને વેચાણ કરી શકો તેમ જણાવેલ. સંજય ગુપ્તાએ હેઘ કંપનીના ૪૦૦ શેર ખરીદ્યા હોવાનુ જણાવી રૂા.૮,૧૦,૦૦૦ મંગાવ્યા હતા. વડગામ તાલુકાના છાપી ગામના અકીલ આર. કુંભારના જીમ્ૈં ના ખાતાની વિગત આપતા જે એકાઉન્ટમાં બેંક મેનેજરે રૂા.૮,૧૦,૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા. બેંક મેનેજરે તેના નામથી જે ખાતુ ખોલ્યુ હોય તેની વિગતો માગતા સંજય ગુપ્તાએ કંપનીમાં બે નંબરમાં કામ થાય છે તેમ જણાવતા બેંક મેનેજરને આ લોકો ફ્રોડ કરતા હોવાનો શક પડ્યો હતો. પરંતુ પૈસા પાછા મેળવવા સંપર્ક ચાલુ રાખ્યો હતો.
પૈસા પાછા મેળવવાની લાલચમાં બેંક મેનેજરે સંજય ગુપ્તાને ફોન કરી એમ.આર.એફ.ના ૧૦૦૦ શેર ખરીદવા જણાવ્યુ હતુ. જે શેર ખરીદી તેની રૂા.૫,૦૦,૦૦,૦૦૦/- થાય છે તેમ જણાવેલ. થોડા દિવસ બાદ સંજય ગુપ્તાએ બેંક મેનેજરનો સંપર્ક કરી એમ.આર.એફ.ના શેર ખરીદી સામે રૂા.૨૫,૦૦,૦૦૦/- ભરપાઈ કરવાના થાય છે તેમ કહી પૈસા મંગાવ્યા હતા. સંજય ગુપ્તા હરેશ મહેરાના મોબાઈલ નંબર ઉપરથી અવાર નવાર બેંક મેનેજર પાસે ઉઘરાણી કરતો હતો. વારંવારની ઉઘરાણી કરતા બેંક મેનેજરે અકીલ કુંભારના ખાતામાં બીજા રૂા.૫,૦૦,૦૦૦ મોકલી આપ્યા હતા. રૂા.૨૫ લાખ પેટે બીજા પૈસાની ઉઘરાણી કરતા રૂા.૧૨,૦૦,૦૦૦/- આગડીયા પેઢી દ્વારા મોકલી આપ્યા હતા. એક વખત તો અતુલ પટેલ સાથે ફોન ઉપર વાત કરતા સંજય ગુપ્તાનો અવાજ સંભળાયો હતો. જેથી બેંક મેનેજરને શંકા પડી ગઈ હતી કે આ બધા એકજ સ્થળે છે. ત્યારબાદ અતુલ પટેલ શેરની જે ટીપ્સ આપે તેનાથી વિરુધ્ધનુ કામ કરતા બેંક મેનેજરને રૂા.૬૦,૦૦,૦૦૦/- લેવાના નીકળતા હતા. બેંક મેનેજરે નફાની ઉઘરાણી કરતા આનાકાની કરવા લાગ્યા હતા. નફો નહી આપતા છેવટે મૂડીના રૂા.૨૫,૦૦,૦૦૦/- પાછા માગતા રૂા.૫,૦૦,૦૦૦/- અકીલ કુંભારના ખાતામાંથી બેંક મેનેજરને મોકલી આપ્યા હતા.
બેંક મેનેજર બીજા પૈસાની ઉઘરાણી કરતા આ ઠગ ટોળકી તમારે હજુ એક કરોડ આપવાના થાય છે તેમ કહી ઉઠાવી લેવાની ધમકી આપી હતી. બેંક મેનેજરે અતુલ પટેલને ફોન કરી દિલ્હીમાં ફરિયાદ કરવાનુ જણાવતા અતુલ પટેલે જણાવેલ કે, અમો બધા દલાલ મર્ચન્ડાઈઝ એડવાઈઝરી પ્રા.લી.કાું. વિસનગરમાં કામ કરીએ છીએ. તેના માલિક હિમાંશુ ભરતકુમાર ભાવસાર તથા પીનલબેન હિમાંશુભાઈ ભાવસારના ત્યાં નોકરી કરીએ છીએ. અતુલ પટેલે વિશ્વાસ સ્ટોક રીસર્ચ પ્રા.લી.વિસનગર, દેવકી સ્ટોક પ્રા.લી. વડનગર, દૅશ ટેક્નો.કન્સલ્ટીંગ પ્રા.લી. વિસનગર એમ અલગ અલગ નામથી કંપનીનું રજીસ્ટ્રેશન કરાવી ધંધો કરતા હોવાનુ જણાવેલ. બેંક મેનેજરે જણાવેલ કે, હિમાંશુભાઈ ભાવસાર સાથે અવાર નવાર વાત કરતા પહેલા કોઈ વાત સ્વિકારેલ નહી. ત્યારબાદ વિસનગર પૈસા લેવા આપવા બોલાવેલ પરંતુ વિશ્વાસ નહી આવતા વિસનગર આવેલ નહી.
અતુલ પટેલ, સંજય ગુપ્તા તથા કબીરખાન નામના શખ્સોએ બેંક મેનેજર સાથે વાત કરી શેર ખરીદવાના નામે પૈસા મંગાવી છેતરપીંડી કરતા વિસનગર પોલીસે અતુલ પટેલ, સંજય ગુપ્તા, કબીરખાન, અકીલ આર.કુંભાર, હિમાંશુ ભરતકુમાર ભાવસાર તથા પીનલબેન હિમાંશુકુમાર ભાવસાર વિરુધ્ધ રૂા.૨૦,૩૯,૫૦૦/- ની છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles