લોકસભામાં ભાજપને વોટ આપેલો ફળ્યો-મોદી હૈ તો મુમકીન હૈ, શાહ હૈ તો આસાન હૈ
છપ્પનની છાતીનો હિમ્મતપૂર્વકનો નિર્ણય-૩૭૦ ઉખાડી ફેકી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકસભાની ચુંટણી બાદ આપેલા વચન પ્રમાણે ૧૦૦ દિવસની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃૃહમંત્રી અમીતભાઈ શાહના છપ્પનની છાતીવાળા નિડરતાભર્યા નિર્ણયને સમગ્ર દેશની જનતાએ વધાવ્યો છે. વર્ષોથી ગુંચવાયેલ પ્રશ્ન કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ ૩૭૦ અને ૩૫છ રદ કરવાનુ બીલ લાવી રાજ્યસભા અને લોકસભામાં મંજુર થતાજ વિસનગર ભાજપ દ્વારા આતશબાજી કરી વિજયઘોષ કર્યો હતો.
વિસનગર ભાજપે આતશબાજી કરી કલમ ૩૭૦ અને ૩૫છ રદ કરવાના બીલને વધાવ્યુ
કાશ્મીર ખીણ પ્રદેશને અરાજકતામાં ધકેલનાર, આતંકવાદને પોષનાર અને કાશ્મીરના ત્રણ પરિવારોને રજવાડા જેવી સત્તા આપનાર કલમ ૩૭૦ અને ૩૫છ સમગ્ર દેશ માટે ચીંતાનો વિષય હતો. જમ્મુ કાશ્મીરજ નહી પરંતુ સમગ્ર દેશમાં આતંકવાદ ફેલાવવા માટે જવાબદાર ૩૭૦ ની કલમ રદ કરવા છેલ્લા ઘણા વર્ષોથી માગણી હતી. પરંતુ કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ અને કાશ્મીરના બે મુસ્લીમ પરિવારો વચ્ચેના ગાઢ સબંધના કારણે ૩૭૦ ની કલમ હટાવવાનો પ્રયત્ન કરાતો નહોતો. ત્યારે બીજી બાજુ આ કલમના કારણે ખીણ પ્રદેશ તથા લદ્દાખનો વિકાસ અટકી ગયો હતો. આ કલમના કારણે ખીણ પ્રદેશના ગામમાં લાઈટ, શાળા, રોડ, રેશનીંગ, તબીબી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થતી નહોતી. લોકો ગરીબીમાં જીવતા હતા. ત્યારે પોતાનુ રજવાડુ ચલાવવા માગતા બે પરિવારના નેતાઓ કાશ્મીરના લોકોને ભરમાવતા હતા કે ૩૭૦ ની કલમ દુર થશે તો તમારૂ અને કાશ્મીરનુ અસ્તીત્વ પુરૂ થઈ જશે. ૩૭૦ ના કારણે રોજગારી નહી હોવાથી ખીણ પ્રદેશના ગરીબ લોકો આતંકવાદ તરફ પ્રેરાતા હતા. કાશ્મીર ભારત માતાનુ તિલક છે. ભારત દેશનો મુઘટ છે. ત્યારે ૩૭૦ ની કલમના કારણે દેશનો એક ભાગ હોવા છતાં કાશ્મીર અલગ પ્રદેશ હોવાનો અહેસાસ થતો હતોે.
વર્ષ ૨૦૧૪ ની લોકસભાની ચુંટણીમાં ૩૭૦ ની કલમ હતો. પરંતુ કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ રાજ્યસભામાં બહુમતી નહી હોવાથી આ કલમ રદ કરવાના બીલને મંજુરી મળતી નહોતી. ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં ભાજપે વચન આપ્યુ હતું કે, સત્તામાં આવ્યા બાદ ૧૦૦ દિવસની અંદર ૩૭૦ ની કલમ રદ કરીશુ. કાશ્મીરના ટુકડા કરશે તેના ટુકડા થઈ જશે અને ૩૭૦ ને અડશે તો બારૂદને અડ્યા બરાબર થશે તેવી ધમકીઓ વચ્ચે પણ દેશદાઝ અને પ્રબળ રાષ્ટ્રવાદ જેમની રગેરગમાં છે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમીતભાઈ શાહની આ છપ્પનની છાતીવાળી ખમીરવંતા ગુજરાતની બેલડીએ ૩૭૦ અને ૩૫છ ની કલમ રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરની જનતાએ પણ ફટાકડા ફોડી, મોં મીઠુ કરી અને કરાવી કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો.
તા.૫-૮-૨૦૧૯ ને સોમવારના દિવસે ગૃહમંત્રી અમીતભાઈ શાહે રાજ્યસભામાં આ બીલ રજુ કરતા બહુમતીથી મંજુર થતાજ વિસનગર ભાજપ દ્વારા ત્રણ દરવાજા ટાવર ચોકમાં આતશબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ અને ભાજપના કાર્યકરોની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં આતશબાજી કરવામાં આવી હતી. કાર્યકરોએ પેંડા વહેચી મોં મીઠુ કરાવ્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે ધાક જમાવી શકે છે તેજ રીતે લોકોના દિલ પણ જીતી શકે છે. ૩૭૦ અને ૩૫છ ની કલમ રદ કરી, જમ્મુ-કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો આપી તેમજ લદ્દાખને કેન્દ્રશાસીત પ્રદેશનો દરજ્જો આપી, આઝાદી બાદ ૭૨ વર્ષથી વિકાસ તથા સુવિધાઓથી વંચીત આ વિસ્તારનો અભૂતપૂર્વ વિકાસ કરી વડાપ્રધાન મોદી ખાસ કરીને કાશ્મીર ખીણ પ્રદેશના મુસ્લીમોના દિલ જીતી લેશે તો ચોક્કસ વાત છે.હટાવવા તથા રામ મંદિર બનાવવા ભાજપનો પ્રમુખ ચુંટણી ઢંઢેરો
↧
લોકસભામાં ભાજપને વોટ આપેલો ફળ્યો-મોદી હૈ તો મુમકીન હૈ, શાહ હૈ તો આસાન હૈ છપ્પનની છાતીનો હિમ્મતપૂર્વકનો નિર્ણય-૩૭૦ ઉખાડી ફેકી
↧