તંત્રી સ્થાનેથી…
૭૨ વર્ષથી કાશ્મીરના મુદ્દે હેરાન કરનાર
પાકિસ્તાન સાથે હિસાબ ચુકતે કરવાનો સમય પાકી ગયો છે
કુટુંબમાં ઘટેલી ઘટનાઓ તે આંતરીક પ્રશ્ન છે. આવા આંતરિક પ્રશ્નોમાં પડોશીઓએ દખલ કરવાની આવતી નથી. અને પડોશી કુટુંબના આંતરિક ઝગડામાં ડખલગીરી કરે તો એવું માની શકાય કે આ પડોશી જ કૌટુંબિક ઝગડાનું કારણ છે. આવું કઈક કાશ્મીરના પ્રશ્નમાં છે. ૩૭૦ ની કલમ એ ભારત સરકાર દ્વારા પોતાના એક રાજ્યને આપેલો વિશેષ અધિકાર હતો. કાશ્મીર એ ભારતનું બીજા રાજ્યો જેવું જ રાજ્ય છે. જે તે સમયે ભારત સરકારને યોગ્ય લાગ્યું ત્યારે કાશ્મીરને વિશેષ અધિકાર આપ્યો. અને જ્યારે દેશને લાગ્યુ કે હવે વિશેષ અધિકાર આપવાની જરૂર નથી ત્યારે પાછો ખેંચી લીધો. કાશ્મીર સાથેનો ભારત સરકારનો વિવાદ એ કૌટુંબિક જેવો વિવાદ છે. તેમાં પડોશી પાકિસ્તાનને દખલગીરી કરવાનો અધિકાર પહોંચતો ન હતો છતાં પાકિસ્તાને ૩૭૦ ની કલમ પાકિસ્તાનમાંથી જ રદ કરી હોય તે રીતે દખલગીરી ચાલુ કરી એટલે એમાં ચોક્કસ સાબિત થાય છેકે ૭૨ વર્ષથી ભારતની આઝાદી પછી કાશ્મીરીઓને ભારત તરફ લાગણી કે પ્રેમ ઉત્પન્ન નહિ થવા દેવા પાછળ પાકિસ્તાન તરફથી થતો અપપ્રચાર જવાબદાર ગણી શકાય. ભારતની કેન્દ્ર સરકારે ૩૭૦ ની કલમ પાકિસ્તાનમાંથી દૂર કરી હોય તેમ ૩૭૦ ની કલમ દૂર થયા પછી કાશ્મીરમાંથી ઓછી પ્રતિક્રિયાઓ મળી પણ પાકિસ્તાન ધુઆંપુઆં થઈ ગયું કે હવે આપણા હાથમાંથી કાશ્મીર ગયું. જેથી પાકિસ્તાને પ્રથમ પગલાં તરીકે ભારત સાથેનો વેપારી સંબંધ બંધ કરી દીધો. બેન્ક વહેવારો અટકાવી દીધા. પાકિસ્તાનમાંથી ઘણી ઓછી વસ્તુ આયાત થાય છે. મોટા ભાગે ભારતમાંથી પાકિસ્તાન કેમીકલ ને રસાયણ જાય છે. એટલે બેન્ક વહેવાર અટકાવી દેતાં ભારતના નિકાસકારોના એક હજાર કરોડ રૂપિયાનું પેમેન્ટ સલવાઈ ગયું. બે હજાર કરોડના ઓર્ડર પેન્ડીંગ છે. જેને કારણે ચોક્કસ બજારોમાં ભારતમાં તેમાં ખાસ કરી ગુજરાતમાં માલ ભરાવો અને મંદી જેવી પરિસ્થિતિ ઉભી થઈ. સામે સામે પાકિસ્તાનમાં ભારતમાંથી નિકાસ થતી ચીજ વસ્તુઓના કાળાબજાર થયા. ત્યારબાદ સમઝોતા એક્સપ્રેસ રદ કરી. સમઝોતા એક્સપ્રેસની એક ટ્રીપ પુરી થયા પછી ટ્રેન રદ કરી હોય તો ચાલત પણ સમઝોતા એક્સપ્રેસ ટ્રેન અટારી રેલ્વે સ્ટેશને અટકાવી દીધી. ભારતના એન્જીન ડ્રાયવરો હેલ્પર જઈ ટ્રેન ભારતમાં લાવ્યા. થરૂર એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરી નાંખી. ભારતીય ફીલ્મોનું પ્રસારણ અટકાવ્યું. ત્યારબાદ પાકિસ્તાન પોતાને પ્રશ્ન હોય તેમ યુનોમાં રશિયા, ચાયના જેવા દેશોને ૩૭૦ ની કલમ માટે દરમ્યાનગીરી કરવાની રજુઆત કરી કોઈ દેશ પાકિસ્તાનની મદદે ન આવ્યો. પાકિસ્તાનની આવી મુર્ખામી કેમ? પ્રશ્ન ભારતના એક રાજ્ય અને સરકાર વચ્ચેનો એટલે ભારત દેશનો ઘરેલુ મામલો કહી શકાય. ભારત દેશમાં ગમે તે થાય તો તેમાં પાકિસ્તાનને શું લેવાદેવા? તો શા માટે ૩૭૦ ની કલમ માટે પાકિસ્તાને આટલા બધા ધમપછાડા કર્યા. એટલે એવું કહી શકાય કે કાશ્મીરને ભડકાવી ભારતમાં અને કાશ્મીર વિસ્તારમાં અંધાધૂંધી થવા પાછળ પાકિસ્તાનનોજ હાથ છે. પાકિસ્તાન(ર્ઁંદ્ભ) આતંકવાદીઓની પાઠશાળા છે. તે પાઠશાળામાં અભ્યાસ કરી કાશ્મીરમાં અને દેશના અન્ય રાજ્યોમાં આવી આતંકવાદીઓએ આતંક મચાવી દેશના હજ્જારો જવાનોને શહીદ બનાવે છે. હવે કાશ્મીરનો પ્રશ્ન રહ્યો નથી. તે પૂર્ણ થઈ જવાનો છે. થોડા સમયમાં કાશ્મીરમાં શાંતિ છવાઈ જશે ત્યારબાદ ભારતે પાકિસ્તાન પાસે અત્યાર સુધી કાશ્મીરમાં જે ગતિવિધિઓ કરી ભારતને હેરાન કર્યુ છે. સંરક્ષણ ફંડનો ખર્ચ કરાવ્યો છે. હજ્જારો જવાનો શહીદ થયા છે તેનો જવાબ માંગવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનની ઈમરાન સરકાર નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાનમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. પાકિસ્તાનના અન્ય રાજ્યો સ્વતંત્ર થવા માંગે છે. ઈન્દીરા ગાંધીએ બાંગલાદેશ જૂદુ પાડ્યુ તેમ હાલ જે પાકિસ્તાન છે તેના ભાગલા પાડી પાકિસ્તાનની શક્તિ ઓછી કરી ર્ઁંદ્ભ ઉપર કબજો મેળવી લેવા સમય પાકી ગયો છે. આતંકવાદી કેમ્પો ર્ઁંદ્ભના જંગલમાં છે. ર્ઁંદ્ભનો કબજો આતંકીઓ ઉપરનો સકંજો ગણાશે.