Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ખેરાલુ તાલુકાના ૨૨ તળાવોમાં નર્મદાનું પાણી નંખાયુ

$
0
0

ભરતસિહ ડાભીના પ્રયત્નોથી પીયજ અને મોઢેરા પાઈપલાઈન દ્વારા

ખેરાલુ તાલુકાના ૨૨ તળાવોમાં નર્મદાનું પાણી નંખાયુ

તાલુકા ભાજપ પ્રમુખે તુટેલી પાઈપ લાઈન યુધ્ધના ધોરણે રીપેર કરાવી

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ તાલુકામાં નહીવત વરસાદ થતા ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ અને ખેરાલુ પાલિકા દ્વારા તળાવો ભરવા સાંસદ ભરતસિંહ ડાભી સમક્ષ રજુઆત કરી હતી. ભરતસિંહ ડાભી પોતાની સાથે તાલુકાના ભાજપ અગ્રણીઓની ટીમ લઈ ગાંધીનગર પહોચ્યા હતા. જ્યા પીયજ અને મોઢેરાની નર્મદા પાઈપ લાઈન દ્વારા ધરોઈમાં પાણી નાંખવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી. આ મુદ્દો ભાજપની કેબીનેટ બેઠકમાં પણ ચર્ચાયો હતો. જેથી ગુજરાત સરકાર દ્વારા એક પળનો પણ વિલંબ કર્યા વગર નર્મદા પાઈપ લાઈનથી તળાવો ભરવા મંજુરી આપતા ખેરાલુ તાલુકાના ૨૨ તળાવો ભરવા પાણી છોડવામાં આવ્યુ છે. ખેરાલુ તાલુકાના ચિમનાબાઈ સરોવરમાં પાણી નાંખવા રજુઆત કરાઈ હતી. ઘઉ સાથે ચીલ પણ પાણી પીએ તે કહેવત ખેરાલુ તાલુકાના ૧૩ ગામોના તળાવો માટે સાચી ઠરી હતી. સરકારે વર્ષો પુર્વે ચિમનાબાઈ સરોવરને પાણીથી ભરવા કુડા ફીડરથી વ્યવસ્થા કરી હતી તે રીતે ૧૩ ગામોના તળાવો પણ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. પીયજ પાઈપ લાઈનથી પાણી છોડવામાં આવતા ચાડાના અમરપુરા પાસે પાઈપ લાઈન તુટી હતી.જે બાબતે ચાડાના સરપંચ બાબુજી ઠાકોરે તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ ચૌધરી (વઘવાડી)ને જાણ કરી હતી. કેશુભાઈ ચૌધરીએ સાંસદ ભરતસિંહ ડાભીને જાણ કરી હતી. સાંસદ ભરતસિંહ ડાભીએ સુજલામ સુફલામ ના અધિકારીઓને રજુઆત કરતા પાણી બંધ કરી ગણત્રીના કલાકોમાં પાઈપ રીપેરીંગ કરી દેવાઈ હતી.
ભરતસિંહ ડાભીને યોગ્ય સમયે નર્મદા ના પાણીથી તળાવો ભરવાની રજુઆતથી સરકારે પીયજ અને મોઢેરા પાઈપલાઈન દ્વારા તળાવો ભરવાની શરૂઆત કરી હતી. મોઢેરા-ધરોઈ પાઈપ લાઈનથી કેટલાક ગામોના તળાવોે ભરાયા તે જોઈએતે સદીકપુર નું એક તળાવ, સમોજાના બે તળાવ, ગઠામણનું એક તળાવ, અંબાવાડાને બે તળાવ, ગોરીસણાના બે તળાવ, દેલવાડાનું એક તળાવ, મલારપુરના બે તળાવ, ચોટીયાનુ એક તળાવ, રહેમાનપુરાના ત્રણ તળાવ,વડનગર તાલુકાના સિપોરના બે તળાવ અને ખટાસણાના બે તળાવો નર્મદાના પાણીથી ભરવાની શરૂઆત કરાઈ છે. તેમજ કુડા ફીડરથી ચિમનાબાઈ સરોવરમાં ૫૦ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાઈ હતી. કુડા ફીડરથી પાણી છોડ્યા પછી ચાર દિવસે પાણી ચિમનાબાઈ સરોવરમા પહોચ્યુ હતુ. પરંતુ તે પાણી ખુબજ ઓછુ હોય તેવુ લાગતુ હતુ. કારણકે રસ્તામાં પાણી જમીનમાં ઉતરી ગયુ છે. પીયજ પાઈપ લાઈનથી મઢાસણા અને વઘવાડી ગામના તળાવો ભરવાની શરૂઆત કરાઈ છે. ધરોઈ ડેમમાં શુક્રવારે સાંજે ૫૭ હજાર ક્યુસેક ની આવક હતી તેમજ ધરોઈ ડેમનું લેવલ ૫૯૬ ફૂટ હતું. ધરોઈ ડેમમાં ૨૮% પાણી છે.
કેટલાક લોકોએ વ્હોટસએપ પર ધરોઈમાં આવતા પાણીનો વિડીયો બનાવી ફરતો કર્યો જેમા જણાવ્યુ હતુ કે ધરોઈ ડેમ સાંજ સુધીમાં ભરાઈ જશે. આ બાબતે ધરોઈના ડેપ્યુટી એન્જીનીયર હરપાલસિંહે જણાવ્યુ હતુ કે પાણીની આટલી આવકથી ડેમ ભરાય નહી. લાખથી દોઢલાખ ક્યુસેક પાણીના આવક હોય તો પણ ધરોઈ ડેમ ભરતા ૧૫ થી ૨૦ દિવસ નીકળી જાય, એક તરફ મોઢેરા અને પીયજથી ધરોઈમાં પાણી નાંખી ભરવાની શરૂઆત કરાઈ અને ત્રીજા દિવસે ગુરુવારે રક્ષાબંધનના દિવસે સવારથી ધીમી ધારે વરસાદ થતા ગુજરાત સરકાર અને કુદરત બંન્ને ખેરાલુ તાલુકા ઉપર મહેરબાન હોય તેવું લાગતુ હતું. તળાવો ભરવાથી લોકોમાં આનંદ જોવા મળતો હતો.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles