Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

પી.આઈ.વી.પી.પટેલ કોના ઈશારાથી અસમાજીક તત્વોને છાવરી રહ્યા છે પેરોલ સ્કવોર્ડની સતત બીજી રેડમાં ૭ જુગારીયા ઝડપાયા

$
0
0

પી.આઈ.વી.પી.પટેલ કોના ઈશારાથી અસમાજીક તત્વોને છાવરી રહ્યા છે
પેરોલ સ્કવોર્ડની સતત બીજી રેડમાં ૭ જુગારીયા ઝડપાયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં વિધાનસભાની ચુંટણી બાદ અસમાજીક તત્વોને જાણે છાવરવામાં આવતા હોય તેમ શહેરમાં અસમાજીક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. શહેરના એક નહી અનેક વિસ્તારમાં જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે. કોઈની છત્રછાયા હોય તેમ બુટલેગરો એટલા બીન્દાસ્ત બની ગયા છેકે પોલીસની રેડ પડવા છતા જુગારધામ બંધ કરતા નથી. પેરોલ ફરલો સ્કવોર્ડે એકજ સ્થળે બે દિવસ બાદ સતત બીજી રેડ કરી રૂા.૨.૩૩ લાખના મુદ્દામાલ સાથે સાત જુગારીયાઓને ઝડપતા આ રેડથી શહેરમાં ભારે ચકચાર જાગી છે. શહેરમાં ચર્ચા ચાલી રહી છેકે વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલ કોના ઈશારાથી અસમાજીક તત્વોને છુટો દોર આપ્યો છે. વિધાનસભાની ચુંટણી બાદ જુગારના અડ્ડા ધમધમવા પાછળનુ કારણ શુ?
વિસનગરમાં મહેસાણા પેરોલ ફરલો સ્કવોર્ડ દ્વારા તા.૧૧-૩-૨૦૧૮ ની રાત્રે વિજાપુર રોડ રામાપીર મંદિર અમથેર માતાના મંદિર પાસે રેડ કરી ૮ જુગારીયાઓને રૂા.૭૮,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. આમતો પોલીસની આવી રેડ બાદ જ્યા જુગાર રમાતો હોય ત્યાં એકાદ માસ માટે જુગાર રમવાનુ બંધ થઈ જાય છે. પરંતુ વિજાપુર રોડ ઉપર અસમાજીક તત્વોને જુગારનો અડ્ડો ચાલુ રાખવાનુ લાયસંસ મળી ગયુ હોય તેમ રેડના બીજાજ દિવસથી ફરીથી બાજીપત્તાનો જુગાર ધમધમતો કરી દીધો હતો. પેરોલ ફરલો સ્કવોર્ડના પી.એસ.આઈ.કે.ડી.બારોટ, વિસનગર સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.કૈલાશગીરી બળદેવગીરી તથા સ્ટાફે તા.૧૩-૩-૨૦૧૮ ની રાત્રે વિજાપુર રોડ અમથેર માતાના મંદિર પાછળ સંયુક્ત રેડ કરી હતી. જેમાં ઠાકોર રઘાજી સબાજી રહે. વોહના છાપરા, શાહ અજયકુમાર બાબુલાલ દિપરા દરવાજા, ઠાકોર વિજયજી સોમાજી ફતેહ દરવાજા, ચૌહાણ ઈમરાનભાઈ ઈકબાલભાઈ કડા દરવાજા, બાથમ આનંદકુમાર શ્રીકૃષ્ણ ભાલેસરા ઠાકોરવાસ વડનગર, સીંધી દિપક વાસુમલ ગુરૂનાનક સોસાયટી તથા ઠાકોર વિક્રમજી અમરતજી કાનકુવાવાસ એમ કુલ સાત જુગારીયાઓને ઝડપ્યા હતા. પોલીસે રેડમાં રોકડ, ચાર મોબાઈલ તથા ચાર મોટર સાયકલ સાથે કુલ રૂા.૨,૩૩,૦૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એકજ સ્થળે બેજ દિવસના અંતરમાં પેરોલ ફરલો સ્કવોર્ડ સતત બીજી રેડ કરી જુગારીયા ઝડપતા વિસનગર પી.આઈ.પટેલની કામગીરી ઉપર અનેક શંકાઓ સેવાઈ રહી છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles