Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વડનગર પાલિકા કમિટિઓની રચનામાં મહિલાઓની બાદબાકી

$
0
0

વડનગર પાલિકા કમિટિઓની રચનામાં મહિલાઓની બાદબાકી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
વડનગર પાલિકામાં કારોબારી સમિતિની રચના તા.૪-૪-ર૦૧૮ના રોજ ૩-૩૦ કલાકે કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૧ સભ્યોની કારોબારી સમિતીની રચના કરાઈ છે. ત્યારે કોંગ્રેસના એકમાત્ર સભ્ય ગીરીશભાઈ પટેલે જણાવ્યુ છેકે કુલ ર૭ સભ્યોમાંથી એકપણ મહિલા ચેરમેન તરીકે રહેવા લાયક નથી તેવુ ભાજપના મોવડીઓ સમજતા હોય તેવુ લાગે છે. કારોબારી સમિતિ, ટાઉન પ્લાનીંગ સમિતિ, બાંધકામ સમિતિ, વોટરવર્કસ સમિતિ, ગુમાસ્તા ધારા સમિતિ, આરોગ્ય સમિતિ અને લાઈટ સમિતિના ચેરમેનો પુરૂષોને જ બનાવ્યા છે. મહિલાઓને માત્ર સમિતિઓના સભ્ય તરીકે શોભાના ગાંઠીયાની જેમ ગોઠવી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહિલા શસક્તિકરણની વાતો કરે છે ત્યારે તેમના માદરે વતન વડનગરમાં એકપણ મહિલાને ચેરમેનપદ અપાયુ નથી. તે વ્યાજબી તો ન કહેવાય તેવુ ગીરીશભાઈ પટેલ જણાવે છે.કઈ સમિતિમાં કોની નિમણુંક કરી છે તે જોઈએ તો કારોબારી સમિતિના ચેરમેન તરીકે વડનગરના લોકોની વાતો ને સમજી હંમેશા શહેરના વિકાસમાં અભુતપુર્વ યોગદાન આપનાર આજીવન પાલિકા સદસ્ય મોદી પ્રફુલ્લચંદ્ર આત્મારામની વરણી કરાઈ છે. સભ્ય તરીકે પટેલ વિનોદચંદ્ર બુધાલાલ, પટેલ રાજુભાઈ ભગવાનદાસ, ઠાકોર મંગાજી વિરાજી, ઠાકોર દક્ષાબેન રણજીતજી, ઠાકોર જશોદાબેન વિનુજી, પરમાર મુળજીભાઈ મીઠાભાઈ, ઠાકોર લખીબેન છનાજી, રાવળ કાંતાબેન કનુભાઈ, ઠાકોર કાનાજી જગનજી, પટેલ મનીષકુમાર વાડીલાલની કારોબારી સભ્યપદે વરણી કરાઈ છે. ટાઉનપ્લાનીંગ સમિતિમાં ચેરમેન તરીકે વાળંદ લાલુભાઈ શંકરભાઈ સભ્ય તરીકે મોદી પ્રફુલ્લચંદ્ર આત્મારામ, પટેલ મનીષકુમાર વાડીલાલ, ઠાકોર કાનાજી જગનજી, ઠાકોર ઉદાજી મોહનજી, દરજી અંકિતાબેન જતીનકુમાર, વ્યાસ જાગૃતિબેન પ્રિયંકકુમાર બાંધકામ સમિતિમાં ચેરમેન તરીકે ઠાકોર કાનાજી જગનજી, સભ્ય તરીકે મોદી પ્રફુલ્લચંદ્ર આત્મારામ, પ્રજાપતિ પ્રેમિલાબેન દશરથલાલ, ભોઈ અનિતાબેન રમેશભાઈ, ઠાકોર ડાહીબેન ભરતજી, રબારી કનુભાઈ નાથુભાઈ, પટેલ વિનોદચંદ્ર બુધાલાલની સભ્યપદે વરણી કરાઈ છે. વોટરવર્કસ સમિતિના ચેરમેન તરીકે પટેલ રાજુભાઈ ભગવાનદાસની વરણી કરાઈ છે. સભ્યપદે મોદી પ્રફુલ્લચંદ આત્મારામ, પટેલ વિનોદચંદ્ર બુધાલાલ, ઠાકોર ઈશ્વરજી ગોબરજી, વાળંદ લાલુભાઈ શંકરલાલ, ઠાકોર પ્રહેલાદજી મણાજી, ઠાકોર કાનાજી જગનજીની સભ્યપદે વરણી કરાઈ છે. ગુમાસ્તાધારા સમિતિમાં પટેલ મનીષકુમાર વાડીલાલની ચેરમેન તરીકે વરણી કરાઈ છે. સભ્ય તરીકે પટેલ રિન્કુબેન ભરતભાઈ, ઠાકોર ઈશ્વરજી ગોબરજી, પરમાર મુળજીભાઈ મીઠાભાઈ, ઠાકોર ઉદાજી મોહનજી, પટેલ રાજુભાઈ ભગવાનદાસ,વાળંદ લાલુભાઈ શંકરભાઈની સભ્યપદે વરણી કરાઈ છે. આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પરમાર મુળજીભાઈ મીઠાભાઈની વરણી કરાઈ છે. સભ્યપદે ભંગી પારુબેન હરેશભાઈ, પટેલ રિન્કુબેન ભરતભાઈ, ઠાકોર લખીબેન છનાજી, ઠાકોર બચીબેન રવજીજી, દેસાઈ ચંપાબેન સાગરભાઈ રબારી કનુભાઈ નાથુભાઈની સભ્યપદે વરણી કરાઈ છે. લાઈટસમિતિના ચેરમેનપદે રબારી કનુભાઈ નાથુભાઈની વરણી કરાઈ છે. સભ્યપદે દરજી અંકિતાબેન જતીનકુમાર વ્યાસ જાગૃતિબેન પ્રિયંકકુમાર, પ્રજાપતિ પ્રેમીલાબેન દશરથભાઈ, વાળંદ લાલુભાઈ શંકરભાઈ, રાવળ કાંતાબેન કનુભાઈ, ઠાકોર ડાહીબેન ભરતજીની સભ્યપદે વરણી કરાઈ છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles