સહકારી બેન્કોનુ ઝીરો પરસન્ટ એન.પી.એ.એટલે
બેન્ક શેર હોલ્ડરોને કાળા ચશ્મા પહેરાવવા જેવી વાત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સહકારી મોટી શીડ્યુઅલ બેન્કો દ્વારા મોટી મોટી અખબારી જાહેરાતો આપી તેમની સિધ્ધીઓની જાહેરાત કરે છે તે સરાહનીય છે પણ તેમની જાહેરાતોમાં ઝીરો પરસન્ટ એન.પી.એ.દર્શાવાય છે તે બેન્કના શેર હોલ્ડરોને મૂર્ખ બનાવતી વાત છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી સહકારી શીડ્યુઅલ બેન્કો તેમની પ્રગતિની જાહેરાત કરી શેર હોલ્ડરોનું ધ્યાન બીજીબાજુ લઈ જવા માગતી હોય તેવી જે તે બેન્કોના શેર હોલ્ડરોમાં ચર્ચા છે જે બેન્કોનો વહીવટ પારદર્શક છે. નિયમાનુસાર સાચો છે તેવી બેન્કોને પોતાની પ્રસિધ્ધિઓ બતાવવાની જરૂર નથી. વ્યક્તિ સાચો હોય તો તેને બજારમાં બૂમ પાડી હું સાચો છું. હું સાચો છું તેવુ કહેવાની જરૂર નથી. સાચુ એ સાચુ જ રહેવાનુ છે પણ કેટલીક સહકારી મોટી બેન્કોના વહીવટમાં ગેરરીતિઓ છે. ડીરેક્ટરોએ મોટી લોનો લીધી છે તેવી શેર હોલ્ડરોની ચાલતી ચર્ચાને દબાવવા માટે બેન્કો પોતાની સિધ્ધિઓ શેરહોલ્ડરને બતાવી રહી છે તે બતાવે છેકે દાળમાં કંઈક કાળુ છે. કોઈપણ નાણાંકીય વહેવારમાં ઘાલખાદ ન હોય તેવું બને નહિ. ઘાલખાદ એટલે એન.પી.એ. છેલ્લા કેટલાક વર્ષોથી સહકારી બેન્કોએ તેમના નફામાંથી એન.પી.એ.માટે જુદા ભંડોળની જોગવાઈ કરી છે. કોઈ ખાતેદાર પૈસા ભરવામાં નબળો પડે અને પૈસા ભરતો બંધ થાય એટલે એન.પી.એ.ના ભંડોળમાંથી પૈસા ભરતા બંધ થઈ ગયેલા ગ્રાહકના ખાતામાં નાણાં જમા કરી ખાતુ ચુક્તે બતાવી દેવાય છે. ગ્રાહક ઉપર કેસ કરી જ્યારે નાણાં આવે ત્યારે આ એન.પી.એ.ભંડોળમાં જમા કરી દેવાય છે. અથવા માંડવાળ કરાય છે. જે પણ નાણાંનો વહીવટ ડુબે છે કે માંડવાળ થાય તે શેરહોલ્ડરોનાંજ નાણાં છે. બેન્કના વહીવટકર્તાઓની શેર હોલ્ડરોને મૂર્ખ બનાવવાની ચાલ ગણાવી શકાય. આ એન.પી.એ.ભંડોળની વાત તમામ શેર હોલ્ડરો જાણી ગયા છે કે નબળા પડેલા ગ્રાહકના ખાતામાં ભરાતા પૈસા બેન્ક ડીરેક્ટરોના નથી પણ શેર હોલ્ડરોના જ છે તો શા માટે બેન્કો શેર હોલ્ડરોને મૂર્ખ બનાવે છે?
↧
સહકારી બેન્કોનુ ઝીરો પરસન્ટ એન.પી.એ.એટલે બેન્ક શેર હોલ્ડરોને કાળા ચશ્મા પહેરાવવા જેવી વાત
↧