ખેરાલુ પાલિકાનું વધુ એક કૌભાંડ છાપરે ચડીને પોકાર્યુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકામાં ભાજપના ૧પ સભ્યો ચુંટાયા ત્યારે એવું લાગતુુ હતુ કે હવે ખેરાલુમાં રામ રાજ્ય આવશે પરંતુ પાલિકાના નવા ચુંટાયેલા સભ્યોની જાણ બહાર એક જ રોડના બે બીલો બનાવી ૩,૩૪,૮૩૦ર૬/- રૂપિયાનું ટેન્ડરમાં મોટા પ્રમાણમાં ખાઈ કી થયાનુ જાણતા ખેરાલુ પાલિકાના ૧૬ સભ્યોએ સહીયો કરી તકેદારી પંચમાં અરજી કરી કસુરવાર એન્જીનીયર જયેશ પટેલ, પાલિકાના ચિફ ઓફીસર, થર્ડ પાર્ટી કન્સલ્ટીંગ એન્જીનીયરીં (જીયા કન્સલ્ટન્સી પાટણ), કોન્ટ્રાક્ટર (આધાર કંસ્ટ્રકશન) તથા પાલિકા પ્રમુખ વિરૂધ્ધ તપાસ કરવા અરજી કરી ૧૬ સભ્યોએ સહીઓ કરી છે. પાલિકા સભ્યોમાં એવી ચર્ચા છે કે આ કૌભાંડ તો પાણીના પરપોટા જેવું છે આ વાતો અનેક કૌભાંડો હવે ઉજાગર થવાની શક્યતા છે.
• પાલિકા પ્રમુખ હીરાબેન પટેલના સાશનનું કૌભાંડ ઉજાગર થયુ
• પાલિકાના ૧૬ સભ્યોએ સહી કરી તકેદારી પંચમાં અરજી કરી
તકેદારી પંચ અધિકારી ગાંધીનગરમાં જે અરજી થઈ છે. તેના કેટલાંક અંશ જોઈએ તો પાલિકામાં ફેબ્રુઆરી ર૦૧૮માં ભાજપને સત્તા મળી ૧૪-૩-ર૦૧૮ની સામાન્ય સભામાં ઠરાવને -૧રથી વિવિધ ગ્રાન્ટોના કામો નક્કી કરવા સર્વાનુમત્તે ચિફ ઓફીસર અને પ્રમુખને સત્તા આપવાનું નક્કી કરાયુ હતુ.૧૪માં નાણા પંચની ગ્રાન્ટમાંથી ૩,૩૪,૮૩૦ર૬/- રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામા આવ્યુ હતુ. આધાર કંસ્ટ્રક્શન પાલનપુરને ૧પ.૮૪% ઓછા ભાવે ટેન્ડર મંજુર થયુ હતુ. આ ટેન્ડરમાં ડામર રોડ, સી.સી.રોડ, તથા બ્લોક નાંખવાના જુદા જુદા પ્રકારના કામો હતા. આ કામોમાં બાલાપીરથી દુધશીત કેન્દ્ર સુધી ડામર રોડ છે જેનું કામ અધુરુ મુકયુ છે. છતા એસ્ટીમેટ પ્રમાણે બીલ ચુકવાઈ ગયુ છે. બીજા કામો જોઈએ તો બાલાપીર ચાર રસ્તાથી સુરભી કોમ્પ્યુટર સુધી સી.સી.રોડ તથા બ્લોક નાંખવાનું કામ તેમજ સુરભી કોમ્પ્યુટરથી બાલાપીર સુધી સી.સી.રોડ તથા બ્લોક નાંખવાનુ કામ આ બે કામો અલગ-અલગ નામ આપી એસ્ટીમેટ પ્રમાણે નાણાની ઉચાયત કરેલ છે. સંઘથી ખારીકુઈ સુધી ડામર રોડ તેમજ સંઘથી ખાડીયા સર્કલ સુધી ડામર રોડ જેમાં ખોખરવાડા સંઘથી ખાડીયા સર્કલ થઈ ખારીકુઈ જવાય છે. છતા એક જ રોડના બેનામ આપી એસ્ટીમેટ પ્રમાણે નાણાની ઉચાપત કરી છે. આવા કેટલાક કામો કાર્યા વગર ખોટા બીલો મુકી નાણાની ઉચાપત કરેલ છે. ટેન્ડર ૩,૩૪,૮૩,૦૨૬/- રૂપિયાનું હતુ ૧પ.૮૪% નીચુ ખુલતા પ૩,૦૩૭૧ર/- રૂપિયા બચત ગ્રાન્ટ થાય, જે કપાત કરતા ર૮૧,૭૯,૩૧૪/- રૂપિયા નેટ ટેન્ડરના કામોની રકમ થાય. ર,૬૮,ર૩ પ૬૩/- રૂપિયા વિકાસ કામો પેટે ચુકવી દીધા છે. જેથી ૧૩,પપ,૭પર/- રૂપિયા બચત બતાવી છે. ટેન્ડરમાં એસ્ટીમેટ મુજબ મટીરીયલ્સ વપરાયેલ નથી રોડની થીકનેશ (જાડાઈ) પણ સ્થળ ઉપર જોવા મળતી નથી. થર્ડ પાર્ટી એન્જીનીયર (જીયા કન્સલ્ટન્સી પાટણ) આધાર કંસ્ટ્રકશન તથા ચિફ ઓફીસરની મીલીભગતની તમામ કામો ડબલવાર જાણી જોઈને આગોતરુ આયોજન કરીને સંસ્થાને નુકશાન પહોચાડયુ છે.
હાલમાં આજ રોડને બીજા કામોમાં અલગ નામથી સમાવેશ કરી ઝડપથી રોડ બનાવવા તજવીજ ધરી છે રોડ બનાવ્યા વગર નાણાની ઉચાપત જાહેર ન થાય અને તપાસમાં કાંઈ બહાર ન આવે તેવુ આયોજન થઈ રહ્યુ છે.
ડામર રોડના કામમાં ડામરની ખાલી ગાડી કે ભરેલી ગાડીના વજન કાંટાની પાવતીઓ આપી નથી. તેમ છતા એસ્ટીમેટ પ્રમાણે બિલ ચુકવાઈ ગયા છે. (કેટ આઈસ) નામની આઈટમ એસ્ટીમેટ પ્રમાણે લગાવી નથી.
ખેરાલુ પાલિકામાં કૌભાંડો થાય છે. તેને ઉજાગર કરવા માહિતી અધિકાર પ્રમાણે અરજીઓ થતી હતી પરંતુ પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર ૧૬સભ્યોએ સહીઓ કરીને કૌભાંડની તપાસ કરવા અરજી કરી છે. કયા ૧૬ સભ્યોએ કૌભાંડની તપાસ કરવા અરજી કરી છે તે જોઈએ તો (૧) પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ (ર) ઉપપ્રમુખ વાસંતીબેન દેસાઈ (૩) કારોબારી ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ (૪) પાલિકા દંડક સવિતાબેન પરમાર (પ) શિક્ષણ સમિતિના ચેરમેન જેઠાભાઈ પ્રજાપતિ (૬) બગીચા સમિતિના ચેરમેન ગાયત્રીબેન ઠક્કર (૭) ગુમાસ્તાધારા અ ને વ્યવસ્થાવેરા સમિતિના ચેરમેન રમીલાબેન ઠાકોર (૮) સેનીટેશન અને આરોગ્ય સમિતિ ચેરમેન નીરૂબેન ઠાકોર (૯) કારોબારી સમિતિના સભ્ય આશાબેન બારોટ, (૧૦) ધારાબેન દેસાઈ (૧૧) મહેશભાઈ કડીયા (૧ર) ભાસ્કર ઉર્ફે સુનિલ બારોટ (૧૩) કુન્દનબેન બારોટ (૧૪) મહેશભાઈ બારોટ (૧પ) નંદાબેન બારોટ તથા (૧૬) દશરથભાઈ પરમારે સહીઓ કરી છે. આ સહીઓ જોતા ચારથી પાંચ સહીઓ ઓળખી ન શકાય તેવી છે. જેથી ૧૬ સભ્યોને પુછવા જઈએતો આ સમાચાર પ્રસિધ્ધ કરવામાં ખોટા પ્રેશર ઉભા થાય તેમ હોવાથી સહી કરેલા સભ્યોને પુછયા વગર કુન્દનબેન ધર્મેન્દ્રભાઈ બારોટને પુછીને ૧૬ સભ્યોના નામ લખ્યા છે.
↧
ખેરાલુ પાલિકાનું વધુ એક કૌભાંડ છાપરે ચડીને પોકાર્યુ
↧