રાષ્ટ્રીય કોંગ્રેસ મોટી જવાબદારી આપે તેવા અગાઉથીજ સંકેત આપ્યા હતા
વજીરખાન પ્રદેશ લઘુમતિ ચેરમેન-ભાગ ઔવેશી ખાન આયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના વતની અને પ્રદેશ કોંગ્રેસના આગેવાન વજીરખાન બી.પઠાણની ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં માઈનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવતા લઘુમતી સમાજ સહીત તેમના બહોળા મિત્ર વર્તુળમાં આનંદની લાગણી ફેલાઈ છે. નિમણુંક બાદ વજીરખાન પઠાણ વિસનગર આવતા લઘુમતી સમાજ સહીત મોટી સંખ્યામાં લોકોએ ફુલહાર પહેરાવી સત્કારી અભિનંદન આપ્યા હતા.
વિવિધ ચુંટણીઓમાં ગુજરાતનો લઘુમતી સમાજ હંમેશા કોંગ્રેસની તરફેણમાં રહ્યો છે. ભાજપના લાખ પ્રયત્નો બાદ પણ મુસ્લીમ સમાજને કોંગ્રેસથી અળગો કરી શકાયો નથી. બીહાર વિધાનસભાની ચુંટણીમાં અસદુદ્દીન ઔવેશીની એ.આઈ.એમ. આઈ.એમ.ની પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખી મુસ્લીમ વોટ આકર્ષતા તેનો સીધોજ ફાયદો ભાજપને થયો હતો. બીહાર વિધાનસભામાં કોંગ્રેસ અને આર.જે.ડી.ના ઉમેદવારો પાતળી સરસાઈથી હાર્યા હતા. ઔવેશીની પાર્ટીએ મુસ્લીમ મત બગાડ્યા ન હોત તો આજ બીહારમાં પરિસ્થિતિ અલગ હોત. બીહાર વિધાનસભાના પરિણામો બાદ ઔવેશીને ભાજપનો એજન્ટ, ભાજપની ભાડુતી પાર્ટી કહેવામાં આવે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઔવેશીની પાર્ટી પગપેસારો કરી ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં તેનો લાભ લેવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.
ગુજરાતમાં મુસ્લીમ સમાજના મતમાં ભાગલા ન પડે તે માટે ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટિના અધ્યક્ષની સુચનાથી વજીરખાન પઠાણની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. જોકે વજીરખાન પઠાણ આ હોદ્દા ઉપર રહી અગાઉ પણ મહત્વની જવાબદારી સંભાળી ચુક્યા છે. જેમની આવડત અને અનુભવનો કોંગ્રેસને ફાયદો થવાનો છે. પ્રદેશ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેનની નિમણુંક મેળવી વજીરખાન પઠાણ વિસનગર તેમના નિવાસ્થાને આવતા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. બારહગામ મુસ્લીમ સીપાહી જમાતના સેક્રેટરી અકત્યારખાન પઠાણ, લુણવા, ઉપપ્રમુખ અમાનુલ્લાખાન પઠાણ ગુંજા, મોજમખાન પઠાણ લુણવા, મુસ્તાકઅલી પઠાણ સવાલા, ખજાનચી મહંમદહુસેન પઠાણ છઠીયારડા, આ.સમીતી લીયાકતભાઈ પઠાણ(કાલુભાઈ-દેદીયાસણ), સદસ્ય પરબતભાઈ પઠાણ ઉમતા, શાબીરખાન પઠાણ ભાલક, આરીફખાન પઠાણ ભાલક, હારૂનખાન ચૌહાણ પૂર્વ સરપંચ સવાલા, ગુલામ મહંમદ ચૌહાણ સવાલા, સફીભાઈ લાટીવાળા, ફારૂકભાઈ બહેલીમ, મુમતાજઅલી પઠાણ, ઈર્શાદખાન પઠાણ વકીલ, વિસનગર મનસુરી સમાજના આગેવાનો વિગેરે દ્વારા વજીરખાન પઠાણને ફુલહાર પહેરાવી અભિનંદન આપી સત્કાર્યા હતા. વજીરખાન પઠાણ એક સારા તથા તેજાબી વક્તા છે. લઘુમતી ડીપાર્ટમેન્ટના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હોઈ ગુજરાતના દરેક ગામ અને શહેરના મુસ્લીમ આગેવાનોથી પરીચીત છે. ત્યારે ગુજરાતના મુસ્લીમ મતદારોને આકર્ષવાના ઈરાદાથી પગપેસારો કરનાર ઔવેશીની પાર્ટી સામે જવાબ આપવા કોંગ્રેસ પ્રદેશ લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન બનાવી વજીરખાન પઠાણને મહત્વની જવાબદારી સોપી છે.
↧
રાષ્ટ્રીય કોંગ્રેસ મોટી જવાબદારી આપે તેવા અગાઉથીજ સંકેત આપ્યા હતા વજીરખાન પ્રદેશ લઘુમતિ ચેરમેન-ભાગ ઔવેશી ખાન આયા
↧