ખેરાલુ તાલુકા-જીલ્લા પંચાયતમાં ભાજપની ટીકીટના દાવેદારો ઉમટી પડયા
જિલ્લા પંચાયતમાં ટીકીટ ન મળે તો તાલુકા પંચાયતમાં ટીકીટ આપવા માંગણી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ તાલુકા/ જિલ્લા પંચાયતની ચુંટણીઓ માટે ભાજપના નિરીક્ષકોએ ખેરાલુ સરદાર પટેલ માર્કેટયાર્ડ પાસે આવેલ કિશાન બજારમાં ટીકીટના દાવેદારોને બોલાવતા મોટી સંખ્યામાં દાવેદારો સાથે તેમના ટેકેદારો ઉમટી પડતા ચુંટણીનો માહોલ જામ્યો હતો. ખેરાલુમાં નિરિક્ષક તરીકે જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ નીતીનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ જયંતિભાઈ એલ.પટેલ (સુંઢિયા) તથા જિલ્લા ભાજપ મંત્રી હસુમતીબેન પટેલ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતની ત્રણ સીટો માટે ર૯ ઉમેદવારો અને ગામેગામના ટેકેદારો તથા તાલુકા પંચાયતની ૧૮ સીટોમાં બાવન દાવેદારો અને ટેકેદારોને નિરિક્ષકોએ સાંભળ્યા હતા. દુધસાગર ડેરીની ચુંટણીના કારણે આ વખતે ઓછા દાવેદારો જોવા મળતા હતા. શુક્રવારે જિલ્લાની સંકલન મિટીંગ મળી હતી.જેમા ગુજરાત રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, પ્રદેશમાંથી કે.સી.પટેલ, નંદાજી ઠાકોર (સિધ્ધપુર), જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ, મહામંત્રીઓ, ધારાસભ્યો, સાંસદસભ્યો, તાલુકાના પ્રમુખ મહામંત્રીઓ હાજર રહ્યા હતા. આ સંકલનની મિટીંગમાં ત્રણ ઉમેદવારોની પેનલ બની છે જે નામો પ્રદેશ પાર્લામેન્ટ્રી સમક્ષ જશે. ૧,ર,૩ ફેબ્રુઆરીએ પ્રદેશ મોવડી મંડળ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરશે અને બુધવારે ૩-ર-ર૦ર૧થી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે.
ખેરાલુ તાલુકા/ જિલ્લા સીટોમાં ભાજપમાં કયા દાવેદારો છે તે જોઈએ તો (૧) ડભોડા જિલ્લા સીટમાં (૧) ઠાકોર રમેશજી જીવણજી (નળુ), (ર) ઠાકોર રમેશજી બબાજી (દેલવાડા), (૩) ચૌધરી ભગવાનભાઈ નસંગભાઈ (વઘવાડી), (૪) ઠાકોર ભુપતજી કાન્તીજી (ડભોડા), (૨) મલેકપુર (ખે) જિલ્લા સીટમાં (૧) ઠાકોર પ્રવિણજી રાઘુજી(મંદ્રોપુર) (ર)પંડયા વિનાયકભાઈ કનુભાઈ (વિઠોડા), (૩) ઠાકોર બાબુજી દિવાનજી (વાવડી) (૪) ચૌધરી રમેશભાઈ કચરાભાઈ (ફતેપુરા) (પ) પ્રજાપતિ દશરથભાઈ ગણેશભાઈ (થાંગણા) (૬) ચૌધરી નારાયણભાઈ અવચળભાઈ (મછાવા) (૭) રાણા દિલીપસિંહ પ્રતાપસિંહ (મંદ્રોપુર) (૮) ઠાકોર સુરસંગજી રવાજી (મંડાલી) (૯) ઠાકોર લાલુજી અમરસિંહ (સંતોકપુરા) (૧૦) ચૌધરી અવચળભાઈ ખુશાલભાઈ (ચાચરીયા) (૧૧) ચૌધરી દિનેશભાઈ દલજીભાઈ (મોટી હિરવાણી), (૧ર) પ્રજાપતિ અરવિંદકુમાર અંબાલાલ (લુણવા),(૧૩) પ્રજાપતિ જિતેન્દ્રકુમાર મસોતભાઈ (બળાદ), (૧૪) રાવલ દશરથભાઈ જોઈતાભાઈ (બળાદ) (૧પ) ઠાકોર લક્ષ્મણજી હમીરજી (નોરતોલ) (૧૬) ચૌધરી કલ્પેશકુમાર કેશુભાઈ (પાન્છા) (૧૭)ચૌધરી દલસંગભાઈ દલજીભાઈ (મછાવા), (૩) ડભાડ જિલ્લા સીટમાં (૧) પ્રજાપતિ પુનમબેન જયંતિભાઈ (ચાણસોલ),(ર) ચૌધરી ગલબીબેન પરથીભાઈ (ડાવોલ) (૩) ચૌધરી જ્યોત્સનાબેન કિર્તીભાઈ (ડાવોલ) (૪) ચૌધરી ઈન્દુબેન માનસિંહભાઈ (અરઠી), (પ) ચૌધરી સુર્યાબેન રેવાભાઈ (અરઠી) (૬) મોદી રંજનબેન પ્રદિપભાઈ (ચાણસોલ) (૭) ઠાકોર ક્રિષ્નાબેન વાલાજી (લીમડી) (૮) જોષી રીટાબેન કનૈયાલાલ.
ખેરાલુ તાલુકા પંચાયતની ૧૮ સીટો માં ભાજપના દાવેદારો જોઈએતો ડભાડ જિલ્લા સીટ નીચેની સીટોમાં (૧) અરઠી સીટમાં (૧)પ્રજાપતિ સોનલબેન નીકેશભાઈ (ર) ચૌધરી પ્રવિણાબેન વીનુભાઈ (૩) ચૌધરી સુર્યાબેન રેવાભાઈ, (૨) ડભાડ સીટમાં (૧) પ્રજાપતિ મનુભાઈ રામજીભાઈ (ર) મોદી દીનેશચંદ્ર જયચંદદાસ (૩) દેસાઈ અમરતભાઈ હરીભાઈ (૪) બારોટ ગીરીશકુમાર લાલજીભાઈ, (૩) ડાલીસણા સીટમાં (૧) પ્રજાપતિ મંગળભાઈ મસોતભાઈ (ર) ઠાકોર તખાજી હરીજી (૩) પરમાર પ્રતાપસિંહ નારાયણસિંહ (૪) પરમાર રાજેન્દ્રસિંહ રતનસિંહ (પ) ઠાકોર જીતુજી રામાજી (૬) ચૌધરી ભીખાભાઈ ચેલાભાઈ (૭) ચૌધરી કિર્તીકુમાર ચેલાભાઈ, (૪) લીમડી સીટમાં (૧) ઠાકોર ગણપતજી પુંજાજી, (૫) નાનીવાડા સીટમાં (૧) ઠાકોર લક્ષ્મીબેન સવધાનજી (ર) પરમાર ગીતાબેન દિલીપસિંહ, (૬) ચાણસોલ સીટમાં (૧) ચૌધરી બબુબેન ભરતભાઈ, મલેકપુર જિલ્લા સીટમાં તાલુકા પંચાયત સીટો જોઈએ તો (૭)મંડાલી સીટમાં (૧) ચૌધરી શાન્તાબેન અવચળભાઈ (ર) રાવલ રંજનબેન યોગેશકુમાર (૩) ઠાકોર લીલાબેન સુરસંગજી (૪) પ્રજાપતિ મુન્નીબેન ભરતભાઈ (પ) ઠાકોર અમૃતાબેન નિકુલસિંહ, (૮) લુણવા સીટમાં (૧) રાવત સોમાભાઈ ઈશ્વરભાઈ, (૯) મંદ્રોપુર સીટમાં (૧) ચૌધરી શર્મિષ્ઠાબેન શક્તિભાઈ, (ર) રાણા જ્યાબેન દિલીપસિંહ (૩) ચૌધરી કાન્તાબેન ભગવાનભાઈ (૪) રાવલ ચંપાબેન દિનેશભાઈ (પ) ચૌધરી કાજલબેન જશુભાઈ (૧૦) પાન્છા સીટમાં (૧) ચૌધરી સોનીબેન બનાભાઈ (ર) ચૌધરી અસ્મીતાબેન જશુભાઈ (૩) રબારી રિમ્પલબેન રામજીભાઈ (૪) ચૌધરી મધુબેન પ્રવિણભાઈ (પ) દેસાઈ શિલ્પાબેન ગોકળભાઈ, (૧૧) વિઠોડા સીટમાં (૧) ઠાકોર બાબુજી દિવાનજી (ર)પંડયા વિનાયકભાઈ કનુભાઈ (૩) ઠાકોર લાલુજી અમરસિંહ, (૧૨) મલેકપુર સીટમાં (૧) ચૌધરી મહેશભાઈ, ડભોડા જિલ્લા સીટમાં નીચેની તાલુકા પંચાયત સીટમાં (૧૩) ચાડા સીટમાં(૧)પરમાર તારાબેન સુરેશચંદ્ર, (૧૪) ડભોડા-૧ સીટમાં (૧) ઠાકોર વસુબેન ભુપતસિંહ (ર) ઠાકોર તારાબેન જયન્તીજી (૩) રાજપુત ભીખીબેન નટવરસિંહ (૧૫) ડભોડા-ર સીટમાં (૧) ઠાકોર જીવણજી સોંમતાજી (ર) રાજપુત નટવરસિંહ જવાનસિંહ (૩) ઠાકોર પંકજકુમાર પ્રતાપજી (૪) ઠાકોર રમેશજી બશાજી, (૧૬) દેલવાડા સીટમાં (૧) ચૌધરી સંદીપકુમાર બાબુભાઈ (ર) ઠાકોર નાગજીજી વિનજી, (૧૭) ગોરીસણા સીટમાં (૧) જાબલા મનીષાકુમારી અમિતકુમાર (ર) તડવી રક્ષાબેન ભરતભાઈ, (૧૮) કુડા સીટમાં (૧) ઠાકોર સેંધાજી જુજારજી (ર) ઠાકોર ગુલાબસિંહ રાજુજી આમ ૧૮ તાલુકા સીટોમા બાવન ઉમેદવારોએ ભાજપની ટીકીટ માંગી છે.