Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વોર્ડ નં.૫ માં આજે નહી અને કાલે નહી ક્યારેય વિકાસ નહી થાય તેવી ધમકી આપી વડનગર પાલિકામાં કુશાસન-મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા

$
0
0

વોર્ડ નં.૫ માં આજે નહી અને કાલે નહી ક્યારેય વિકાસ નહી થાય તેવી ધમકી આપી
વડનગર પાલિકામાં કુશાસન-મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગરના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને સુશાસન તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે તેમના વતનની ભાજપ શાસીત પાલિકામાં કુશાસનના વરવા દ્રશ્યો જોવા મળતા ભારે ચકચાર જાગી છે. પાલિકા જનરલમાં સિનિયર સભ્યને ઉપપ્રમુખ મારવા ધસી જતા અને વોર્ડ નં.૫ માં વિકાસ આજેય નહી અને કાલેય નહી થાય તેવી ધમકીઓ આપતા આવા દાદાગીરી વાળા શાસન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. શીસ્તમાં માનનારા ભાજપ દ્વારા શુ પગલા ભરવામાં આવે છે તે હવે જોવાનુ રહ્યુ.
વડનગર પાલિકાની જનરલ પ્રમુખ ઘેમરજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ કાનાજી ઠાકોર, દંડક વિનોદભાઈ પટેલ અને ચીફ ઓફીસરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ જનરલમાં સભ્યોની હાજરીમાં સિનિયર સિટીઝન વોર્ડ નં.૫ ના સભ્ય ઉદાજી ઠાકોર દ્વારા પોતાના વોર્ડમાં વિકાસ કામ નહી થતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ઉપપ્રમુખ કાનાજી ઠાકોર અગાઉ બાંધકામ ચેરમેન રહી તેમના વોર્ડમાં ભરપુર વિકાસ કામ કર્યા હોવાથી ઉદાજી ઠાકોરે તેમના વોર્ડમાં પણ વિકાસ કામ કરવા રજુઆત કરી હતી. ઉદાજી ઠાકોરે વડબારમાં વિકાસ કામો લઈ ગયા તો અમને પણ કામ ફાળવો તેમ જણાતાજ ઉપપ્રમુખ કાનાજી ઠાકોરે પીત્તો ગુમાવ્યો હતો અને વડબારનુ નામ કેમ લીધુ તેમ કહી ઉદાજી ઠાકોર ઉપર આક્રમણ કરવા ધસી ગયા હતા. બન્ને સભ્યો બાથમ બાથા સુધી આવી ગયા હતા. પરંતુ જનરલમાં હાજર અન્ય સભ્યોએ પકડી રાખતા પરિસ્થિતિ વણસતી અટકી હતી. જનરલમાં દાદાગીરી, મારામારી અને ગાળાગાળી સુધીના દ્રશ્યો સર્જાતા સભ્યોમાં અને વડનગરમાં ભારે ચકચાર જાગી હતી.
આ બાબતે જનરલમાં વિકાસના કામની રજુઆત કરનાર ઉદાજી ઠાકોરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, વોર્ડ નં.૫માં વિકાસ કામમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. પ્રમુખ ઘેમરજી ઠાકોર અને ઉપપ્રમુખ કાનાજી ઠાકોરના શાસનમાં વોર્ડ વાઈઝ સરખે ભાગે વિકાસ કામ ફાળવવાની જગ્યાએ ભેદભાવ રાખી વિકાસ કરવામાં આવી રહ્યો છે. વિકાસ કામની માગણી કરીએ તો લેખીત આપો તેવુ કહેવાય છે. પરંતુ અનેક વખત લેખીત આપવા છતાં નોધ લેવામાં આવતી નથી. જનરલમાં ઉપપ્રમુખ અગાઉ બાંધકામના ચેરમેન રહી ચુક્યા હોવાથી અમને પણ વિકાસ કામનો લાભ આપો. વડબારમાં કામ લઈ ગયા તો અમને પણ ફાળવો તેમ કહેતાજ ઉપપ્રમુખ એકદમ ઉશ્કેરાઈ ધસી આવ્યા હતા. વડબારનુ નામ કેમ લીધુ દાંત પાડી દઈશ તેમ કહી અપશબ્દો બોલી ગાળો બોલી હાથ ઉગામ્યો હતો. પરંતુ બે-ચાર સભ્યોએ ઉપપ્રમુખને પકડી રાખ્યા હતા. વોર્ડ નં.૫ માં આજેય નહી અને કાલેય કામ નહી થાય તેમ કહી અપમાન કર્યુ હતુ. પ્રમુખ ઘેમરજી ઠાકોરે પણ ઉપપ્રમુખના ઉપરાણામાં ક્યારેય કામ નહી થાય તેવુ જણાવ્યુ હતુ.
ઉદાજી ઠાકોરે કુશાસન સામે હૈયાવરાળ ઠાલવતા વધુમાં જણાવ્યુ હતું કે, કામની કોઈ વિગતો આપવામાં આવતી નથી. ઉપપ્રમુખ હુમલો કરવા આવ્યા છતા પ્રમુખ, ચીફ ઓફીસર, ચેરમેનો કે સભ્યો કોઈ બોલ્યુ નહી. બધા સભ્યોમાં મોટામાં મોટો હું છુ છતાં કોઈ સન્માન જાળવવામાં આવ્યુ નહી. દંડક વિનોદભાઈ પટેલ હાજર હતા. જેમને રખેવાળી માટે નીમ્યા છે છતાં પણ બોલ્યા નહી. આજ મારા ઉપર તો કાલ બીજા ઉપર આવુ આક્રમણ થાય તો શું કરવું તેની મીટીંગ બોલાવી છે. શિસ્તવાળો પક્ષ ભાજપમાં આવુ અપમાન થયુ તે દુઃખદ છે. આ બાબતે શહેર ભાજપ પ્રમુખને પણ જાણ કરી હોવાનુ સભ્ય ઉદાજી ઠાકોરે જણાવ્યુ હતુ.
આ બાબતે વડનગર પાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોરે જણાવ્યુ હતું કે, ઉદાજીના વોર્ડમાં ગુરુકુલ સર્કલથી ઉર્જા સ્કુલ સુધી નવો રોડ બનાવ્યો છે. ભાલેસરા તળાવની સંરક્ષણ દિવાલ બનાવી છે, વરસાદી પાણીના નિકાલ માટે જીયુડીસીમાં દરખાસ્ત કરી છે. તેમના વોર્ડમાં ચાલુ વર્ષે ૫૦ લાખ ઉપરાંત્તના કામો પુર્ણ કર્યા છે. કોંગ્રેસના આગેવાનો સાથે મળી ઉપપ્રમુખની છબી ખરાબ કરવા માંગે છે. અગાઉ કોંગ્રેસમાં હતા જેથી કોંગ્રેસની વિચારધારા છોડી ભાજપની શિસ્તની વિચારધારા સ્વીકારી શકતા નથી. ભાજપને બદનામ કરવા ખરાબ વર્તન કરે છે. કોઈપણ બાબતે વિવાદ હોય તો શહેર ભાજપ પ્રમુખ સમક્ષ રજુઆત કરવી જોઈએ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles